આંખો એ આપણા શરીર નું અમૂલ્ય અંગ છે . ત્યારે આપણે એનું જતન કરવું જોઈએ . સુંદર અણીયાળી આંખો સદાય આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે . પણ આપણી આંખોને પણ ઘણી વાર પ્રદુષણ અને વધુ પડતા શ્રમ ના કારણે દુ:ખવા આવે , લાલ થાય , કાળા કુંડાળા થવા આવી સમસ્યા ઓ થાય છે જેનાથી આંખો નિસ્તેજ થઇ જાય છે. આવો જાણીએ રતન સમી આપણી આંખોનું જતન કેવી રીતે કરવું .

* પફી આઈ :


ઘણી વાર આંખોની આસપાસ ની ચામડી ફૂલી જાય છે , એટલા ભાગ માં ખંજવાળ આવ્યા કરે છે.ત્વચા કાળી પડી જાય છે. આ ત્વચા શરીર ની ત્વચા કરતા પાતળી હોવાને લીધે તે વધુ કાળજી માંગી લે છે . પાતળી હોવાથી આટલા ભાગની ત્વચા માં ભેજ નું પ્રમાણ અને તેલ ગ્રંથીઓ ઓછા હોય છે , જેના કારણે તે ઝડપથી શુષ્ક થઇ જાય છે અને કરચલીઓ દેખાવા લાગે છે .

-> હાથ ની ત્રીજી આંગળી થી જયારે તમે આઈક્રીમ લગાવો ત્યારે વધારા નું ક્રીમ શોષે એ માટે થપથપાવી ને લગાવો .

-> ક્રીમ ને હમેશા રેફ્રીજરેટર માં રાખો . ઠંડકને લીધે પણ ફૂલેલી આંખો ને રાહત મળે છે .

-> કાકડી ના બે પતીકા અથવા તો બટાકાનું છીણ લો અને તેને વીસ મિનીટ સુધી આંખો પર મૂકી રાખો .

-> ટી બેગ્સ ને પલાળી ને પંદર મિનીટ આંખો પર રાખી મૂકો. આનાથી આંખો ની બળતરા ઓછી થાય છે.

-> કોટન બોલ્સ બનાવી ને તેને ગુલાબજળમાં ડબોળી તેને આંખો પર મુકો પફી આઈસ માં રાહત થશે .

 

* કાળા કુંડાળા :


ઘણીવાર ઉમર કરતા વહેલા આંખો આસપાસ કાળા કુંડાળા થઇ જાય છે . જે આપણી બ્યુટી માટે એક ડાઘ સમાન છે , અત્યારે તો ઘણી નાની ઉમરના બાળકોની આંખો ની આસપાસ કાળા કુંડાળા થઇ જાય છે .

-> ૪ કે ૫ બદામ રાત્રે પલાળીને સવારે થોડા દૂધ સાથે તેને પીસી લો , એની સ્મુધ પેસ્ટ કરી એને આંખોની આસપાસ કાળા કુંડાળા પર લગાવો . એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી તમને કાળા કુંડાળા ફરક જણાશે .

-> પૂરતી ઊંઘ ન મળતી હોય તોપણ કાળા કુંડાળા થઇ શકે છે માટે ઓછામાં ઓછી ૧૦ કલાક ની ઊંઘ લેવી જોઈએ .

 

* આંખો લાલ થવી :


ઘણીવાર ગરમીના કારણે અથવા વધારે ટીવી જોવાથી કે કોમ્પ્યુટર પર કામ કરવાને લીધી આંખો લાલ થઇ જાય છે. જેમાં આંખોની અંદર લાલાશ થઇ જાય છે.

-> દૂધમાં કોટન બોલ્સ ડબોળી આંખો પર મુકો .અડધો કલાક રાખી મુકો. આનાથી ઘણી રાહત થશે.

       આમ આપણી અનમોલ રતન સમી આંખો ની દેખભાળ કરીશું તોજ આપણી આંખો ની સુંદરતા જળવાઈ રહેશે .

 

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here