જનરલી આપણે સૌ દર વખતે મમ્મી વિશે વાતો કરીએ છીએ ,મમ્મી એ આટલું કર્યું અને મમ્મી ના બલિદાન અને મમ્મી ની મહાનતા ,મમ્મી એટલે મમ્મી ,મમ્મી જેવું બીજુ કોઈ નહીં…આવું બધું કહીએ છીએ .પણ આપણે સૌ જાણીએ છીએ કે મમ્મી જેટલા જ કેરિંગ અને લવિંગ પપ્પા પણ છે.છતાં જાહેર માં જલ્દી પપ્પા ના વખાણ ક્યાંય થતા નથી.પણ આજે આપણે વાત કરીશુ ફક્ત પપ્પા વિશે.

પપ્પા એક એવું વ્યક્તિત્વ છે જેઓ ની મહાનતા શબ્દો માં વર્ણવી ન શકાય,છતાં પણ આજે આવા પપ્પા વિશે થોડું લખવા જઇ રહી છું. બહાર થઈ કડક અને અંદર થી ખુબજ પ્રેમાળ અને વાત્સલ્ય થી સભર એવા મારા અને તમારા આપણા સૌ ના પપ્પા લગભગ સરખા જ હોય છે. દરેક સંતાન માટે એના “સુપરહિરો” એવાં પપ્પા વિશે આવો થોડું વધારે જાણીએ.
પપ્પા એટલે આત્મવિશ્વાસ નો એવો અડીખમ ગિરનાર કે જે દરેક પરિસ્થિતિ માં પોતાના સંતાન અને પરિવાર માટે એક મજબૂત ટેકો બનીને સદાય ઉભા રહે છે. પપ્પા બાળકો માટે હિંમતનો દરિયો પણ છે અને પપ્પા એટલે શું ?બાળકોને ખોટું કરતા રોકે એવું ક્રોધનું ઝાડ પણ છે.પરંતુ વાત જ્યારે સંતાનોના રક્ષણની આવે ત્યારે ઢાલ બનીને સંતાનો ની આગળ ઉભા રહેનાર સલામતી ની વાડ પણ પપ્પા જ છે.
મમ્મી એ આપણને ને દરેક પ્રતિકૂળ પરિસ્થિતિ ને અનુકુળ થતાં શીખવાડ્યું. જ્યારે પપ્પા એ ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ સામે હિંમતભેર લડતા શીખવ્યું.આપણે કહીએ છીએ કે મમ્મી એ આપણને સંવેદનશીલ બનાવ્યા. પરંતુ એ કેમ ભૂલી જઈએ છીએ કે પપ્પાએ આપણને ગમે તે સંજોગો નો નીડર બનીને સામનો કરનારા સૈનિક બનાવ્યા.
સાચું કહું તો પપ્પા એક પ્રકૃતિ છે...જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે.મમ્મીને સમજી શકાય.પણ પપ્પાને સમજવા આપણી ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.પપ્પા એ જ છે જે સવારે થપ્પડ મારે અને સાંજે પોતાના ખભે બેસાડી બગીચે ફરવા લઈ જાય.પપ્પા પોતે રાત પાળી કરે જેથી આપણે પોતાના ઘરમાં શાંતિ થઈ સૂઈ શકીએ. ઉત્તરાયણ ના પતંગ હોય કે દિવાળી ના ફટાકડા..આપણને તો બધા કરતા પહેલા મળી જાય.પછી ભલે ને એમા પપ્પા નું બધું બોનસ વપરાઈ જાય. પપ્પા માટે તો આપણે ખુશ એટલે એ પણ ખુશ.
જે પપ્પા ધારે તો એરોપ્લેન પણ ઉડાડી શકે એવા પપ્પા દીકરો મોટો થાય ત્યારે પોતે સાઈકલ ખેંચીને કામ પર જાય પણ દીકરા ને નવું નકોર બાઈક છોડાવી આપે ને પાછા કહે,”અમને ક્યાં હવે આવા બાઈક આવડવા ના છે” .આ છે પપ્પા. જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે એ છે પપ્પા.
પપ્પાને આપણી કિંમત છે, ને પપ્પા જ તો આપણી હિંમત છે.એક નારિયેળ જેવા હોય છે પપ્પા .બહારથી કડક અને અંદરથી હૂંફ અને લાગણીના ભરેલાભીના ભીના..! આપણને ને પપ્પા જ્યારે વાતે વાતે ટોકે ,કઇ સમજાવે ત્યારે આપણને થાય કે આ પપ્પા તો કઇ સમજતા જ નથી. પપ્પા ક્યારેય નહીં સુધરે. સાચું કહું તો સુધારવાનું તો આપણે છે ..પાપા ની દરેક ટકોર કે શિખામણ એ આપણી ભલાઈ માટે જ તો હોય છે.પણ આપણે એ ક્યારેય સમજતા નથી.
પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય, કારણ કે…એ પપ્પા છે.પપ્પાને એમની તમામ મર્યાદા સાથે સ્વીકારાય.કારણ કે ….એ પપ્પા છે.ફ્રેન્ડ્સ એ યાદ રાખજો…કે પપ્પા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે ,મગજથી નહીં….એટલે પપ્પા ને ” પપ્પા તમને નહીં સમજાય ” એવું કહેનારા દીકરાઓ એ સમજી લેવું જોઈએ કેઆપણોઅહમ,આપણીબુદ્ધી,
આપણુ સ્વમાન.,આપણું જ્ઞાન ,આપણી આવડત..અને આપણું આવું ઘણુ બધું જ આપણા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે…
આપણા જીવનની દરેક ખુશીઓ ,સિદ્ધિઓ અને ઇચ્છાપૂર્તિ ની ક્રેડિટ આપણે આપણી મમ્મીને આપીએ છીએ. છતા પપ્પા મૌન સેવે છે.બસ એટલે જ પપ્પા મહાન છે.
પપ્પાની મહાનતા વિશે કોઈ કવિઓ , લેખકો કે વિવેચકોની એ કંઈ ખાસ લખ્યું નથી પણ સાચું કહું તો પપ્પા ની મહાનતા કોઈ વખાણ કે પ્રસિદ્ધિ ની મોહતાજ નથી. પપ્પા એ હંમેશા બેક સ્ટેજ રહીને એમની મહેનત દ્વારા આપણને સ્ટાર બનાવતા આવ્યા છે.
આટલું બધું આપણી માટે કરે છે અને બદલા માં અપેક્ષા રાખે છે તો બસ આપણા પ્રેમ અને સન્માન ની અને જો એક સંતાન તરીકે આપણે જો એ પણ ના આપી શકીએ તો ધિક્કાર છે આપણા પર. માટે ક્યારેય પપ્પા નો અનાદર ન કરો કે તિરસ્કાર ન કરો. સદાય એમને માન ,સન્માન અને પ્રેમ આપો.
ફ્રેન્ડ્સ આમાં નું કશુંય નહીં આપો તોપણ તમારા પપ્પા તો તમને પહેલા ની જેમ જ ચાહતા રહેશે, જાણો છો કેમ….?
કેમ કે એ પપ્પા છે.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here