five favourite dialogues of gujarati mummys

      આપણા ગુજરાતીઓ ની મમ્મી પણ ડાયલોગ બાજી માં કોઈના થી પાછી પડે એમ નથી હો! એમાય જો પોતાના છોકરાને ધમકાવાની વાત આવે ત્યાં તો મમ્મી ના ફેવરીટ ડાયલોગ્સ ની લાઈન લાગી જાય . આજે આપણે એમાંના કેટલાક મમ્મ્મીઓના ફેવરીટ ડાયલોગ્સ જોઈએ જે મમ્મી ઓ રોજબરોજ એમના સુપુત્રો ને ધમકાવા માટે વાપરે છે .

* ગુજરાતી મમ્મીઝ ના ૫ મોસ્ટ ફેવરીટ ડાયલોગ :

1.  ઉઠવાનું ભાન પડે છે , નવ વાગ્યા :

        આપણને એમ થાય કે સાલું રોજ તો સ્કૂલ કે કોલેજ જવા માટે વહેલા તો ઉઠીએ જ છીએ તો શું એક દિવસ રવિવારે પણ શાંતિથી નાં ઊંઘીએ . પણ મમ્મી માને ? એતો રવિવારે પણ રેડી જ હોય એના ડાયલોગ સાથે . વાગ્યા હોય માંડ સાડા સાત અને મમ્મી બૂમો પડે , લાલિયા કઈ ભાન પડે છે તને ઉઠવાનું , આ સવારના નવ વાગ્યા , મોડા સુધી ઘોર ઘોર કરે છે તે . આમાં સવાર સવાર માં તો મમ્મી ના કેટલાય ડાયલોગ હજુ તો આપણે પથારીમાં હોઈએ ને શરુ થઇ જાય .

2. લોકોને ખાવા નથી મળતું ને તમને કદર નથી :

          જ્યારે જ્યારે જમવા બેસો અને જો ભુલેચુકે પણ ખાવામાં કોઈ આનાકાની કરી તો , મમ્મી તરત બોલે , હા હા તમને તો બહારના ચટકા જ ભાવે છે , ઘેર ખાતા તો જોર આવે છે . લોકોને બે ટાઈમ ખાવાનાય ફાંફા હોય છે ને તમને તો આટલું સરસ જમવાનું મળે છે તોય કદર જ નથી. પણ તમને ખબર છે કે આટલા સરસ જમવાના મેનુ માં હોય શું ? કરેલા નું શાક , ભરેલા રવૈયા , દૂધી-તૂરિયાનું શાક . તમેં જ વિચારો કયા છોકરાને આ શાક ભાવે . પણ મમ્મી તો સહેજ મોઢું બગાડીએ ખાવામાં અને માંડી જ પડે બોલવા. એમાય એને ખબર તો હોય જ કે એની બીકમાં આપણે ખાવાના તો છીએ જ તોય ડાયલોગ તો સંભળાવી જ દે.

3.  પાછો કેટલા વાગે આવીશ ? :

        જેવા આપણે ઘરની બહાર પગ કાઢીએ કે મમ્મી તૈયાર જ હોય એના ડાયલોગ સાથે . કેટલા વાગે આવીશ પાછો ? અરે પણ આપણને એમ થાય કે મમ્મી હજુ જવા તો દે . પહેલેથી ક્યાંથી ખબર પડી જાય કે પાછા કેટલા વાગે આવીએ. અને આપણે કહીએ કે મમ્મી આજે બધા મારા ફ્રેન્ડસે પીચ્ચર જોવાનો પ્લાન બનાવ્યો છે તો આવતા થોડું મોડું થઇ જશે કાદાચ . ત્યાં તો મમ્મી ભડકે અને કે બસ રખડ્યા સિવાય આવડે છે કઈ . બધા ભલે ભટકે મોડે સુધી તું વહેલો પાછો આવી જજે . બોલો હવે ક્યાં જવું?

4.  આવવી ગ્યો રખડીને :

           આખો વખત ભણી ભણીને કંટાળીએ એટલે આપણને એમ થાય કે લાવ થોડી વાર બહાર આંટો મારી આવીએ અને મિત્રો સાથે થોડા ગપાટા મારી લઈએ. પણ જેવા બહાર થી આવીએ કે મમ્મી તૈયાર જ હોય , આવી ગ્યો રખડીને . આખો દિવસ રખડો છો તો થોડું ભણવામાંય ધ્યાન આપતા હોય તો, આ તમારા બાપા આટલી મજુરી કરીને તમને ભણાવે , તમારી ફી ઓ ભરે અને તું છે તે રખડી ખાય છે આખો દિવસ. આમ મમ્મી ને વઢવા માટે ઘણી વાર તો કોઈ રીઝન ની પણ જરૂર નથી પડતી. બસ થોડો ચાન્સ મળ્યો કે તરત ધમકાવા મંડે.

5. આવવા દે તારા પપ્પાને પછી તારી વાત છે :

        હવે તમે જ કહો આટ આટલું ધમકાવ્યા પછી એને પપ્પા માટે શું બાકી રાખ્યું હોય છે બોલવાનું , તોય પાછી કે આવવા દે તારા પપ્પા ને પછી જો તારી વાત છે , કઈ જ દેવાની છું બધું કે આ લાલીયો મારું તો માનતો જ નથી ને રખડે જાય છે , ભણવા તો બેસતો જ નથી. બોલો આપણે મમ્મી પાસેથી આટલું આટલું સંભાળીને હજુ તો જાણે ધરાણા ના હોઈએ એમ પાછા પપ્પા પાસે પણ આપણને બોલચા સાંભળવી પડે.

              પણ ગમે તે હોય મિત્રો , આપણી મમ્મી જે કાંઈ કેતી હોય કે વઢતી હોય એ આપણા ભલા માટે જ તો કેહતી હોય છે , એટલે મમ્મી ગમે તેટલું બોલે તોપણ ખોટું ના લગાડતા . કેમ કે એ ગમે તેટલું વઢશે પણ વ્હાલ પણ એજ કરશે .અને મા જ તો છે જેને દુનિયામાં સૌથી વધારે ચિંતા છે આપણી . માટે મમ્મી ના આ ડાયલોગ્સ વધારે મન પર નહી લેવાના , કેમ કે મા છે તો તમે છો અને મા નું ઋણ તો આપણે ના જ ચૂકવી શકીએ પણ શક્ય હોય એટલો પ્રેમ તો આપી જ શકીએ ને આપણી મમ્મી ને . તો અંત માં બસ એટલું જ કહીશ કે , સેલ્યૂટ તો ઓલ મધર્સ . લવ યુ સો મચ મમ્મી.

 

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here