∝ 5 નિયમો કે જેનાથી બનાવો તમારા પરિવાર ને આદર્શ પરિવાર
આજ ના જમાનામાં એક પરિવારના પાંચ માણસો ભેગા રહેતા તો હોય છે પરંતુ દરેકના મન અને મન ભેગા નથી હોતા. કહેવા પૂરતો પરિવાર એકસાથે રહેતો હોય છે પરંતુ સૌ સૌ ના કામો માં મશગુલ હોય છે , શું ફક્ત સાથે રહેવાથી જ એક પરિવારમાં પરસ્પર સંબંધો દ્રઢ થાય છે? ના સંબંધો દ્રઢ બને છે પરસ્પર સમર્પણ, સમજદારી અને પ્રેમ થી. એકબીજા પ્રત્યે ની નિકટતા અને એકમેક ના સુખદુઃખ માં ભાગીદારી હશે તોજ પારિવારિક સંબંધો વધારે મજબૂત બનશે.
આજ ના આ ઝડપી યુગ માં દરેક વ્યક્તિ એટલો તો વ્યસ્ત થઇ ગયો છે કે તેને પોતાના પરિવાર માટે પણ સમય ફાળવવા નું કહેવું પડે છે.ને બીજું એ કે અત્યારે સંબંધો ફક્ત વ્હોટ્સ અપ ની ચેટ અને ફેસબુક ની ફ્રેંડશીપ સુધી જ સીમિત રહી ગયા છે. અરે ફક્ત ફ્રેન્ડ્સ જ નથી ઘરમાં એકબીજા જોડે વાત કરવાનો પણ સમય નથી હોતો લોકો પાસે. અત્યારે તમે જોશો તો એક જ પરિવાર ના સભ્યો એક રૂમ માં એકસાથે બેઠા તો હશે,પરંતુ વાતો (ચેટિંગ) ફોન માં બીજા જોડે કરતા હશે.એમની પાસે દૂર રહેલા ફ્રેન્ડસ જોડે મોબાઈલ પાર ચેટ કરવાનો સમય હશે પણ પાસે બેઠેલા ઘરના સભ્યો સાથે વાત કરવામાં જરાય ઇંટ્રેસ્ટ નહી હોય.
હાલના આ મોબાઇલ યુગ માં તો ફેમિલીઝ વચ્ચે અંતર તો આ મોબાઈલેજ ઉભુ કર્યું છે. પહેલા ના જમાના માં મોબાઈલ નહોતા છતાં પણ લોકો એકબીજા સાથે વાતો તો કરતા જ હતા ને, પણ હવે તો વાતો નું સ્થાન ચેટિંગ એ લીધુ છે. એવામાં ફેમિલીઝ વચ્ચે ના અંતર ને ઘટાડવું અને ફરી પાછો પરિવાર ખરા અર્થમાં એક બને એ માટે આવો જોઈએ કે આપણે શું શું કરવું જોઈએ ?
1) પરસ્પર કોમ્યુનિકેશન વધારો :
મોબાઈલ અને ઇન્ટર્નેટ પરનું કોમ્યુનિકેશન ઓછું કરીને પરિવાર ના સભ્યો જોડે વાતચીત કરીને એમના મન ના ભાવ જાણવાની કોશિશ કરવી જોઈએ. એકબીજા જોડે વાતચીત કરવાથી જ એકબીજાની લાગણીઓને સમજી શકાય છે. અને પરસ્પર વધતા જતા અંતરને ઘટાડી શકાય છે. એકબીજા ના સુખ દુઃખ વહેંચવાથી લાગણીઓ નો દોર વધારે મજબૂત બને છે. પરસ્પર વાર્તાલાપથી એકબીજાના ગમા – અણગમા જાણી શકાય છે. કોની ખુશી શેમાં રહેલી છે,એ સમજી શકીએ છીએ.અને પરિવાર નું પરસ્પર તાદાત્મ્ય વધારે મજબૂત બને છે. અને પરિવાર ખરા અર્થમાં એક બને છે.
2) સાથે મળીને ભોજન કરો :
આજના ફાસ્ટ યુગમાં ઘરના સભ્યોને એકબીજા સાથે વાત કરવાનો સમય નથી ત્યાં સાથે જમવાની તો વાત જ ક્યાં કરવી? પણ એમાંય આજે તો સ્ત્રીઓ જોબ કરતી હોવાથી પતિ – પત્ની પણ સાથે મળીને જમી શકતા નથી. એવામાં જો પરિવારના સભ્યો દરરોજ ફક્ત એક ટાઈમ સાથે બેસીને ભોજન કરે તોપણ ઘણું જ છે. સાથે બેસીને જમવાથી પરિવારના દરેક સભ્યો એકસાથે એટલો સમય સાથે વિતાવી શકશે.અને ડાઇંનિંગ ટેબલ પાર એક સાથે જમતા જમતા દરેક પોતાના દિવસ ભરના કાર્યોની અને બીજી ઘણી મહત્વની ચર્ચાઓ બીજા સભ્યો સાથે કરી શકે છે. અને એમાં કઈ મુશ્કેલી હોય તો પરિવાર ના વડીલો જોડે માર્ગદર્શન પણ એ શકે છે. હા સાથે જામતી વખતે મોબાઈલ ને તમારા થી દૂર રાખો અને શક્ય હોય તો ટીવી પણ ઑફ રાખો જેનાથી તમે એ સંપૂર્ણ સમય ફક્ત તમારા પરિવાર સાથે વિતાવી શકો. સાથે જમવાથી પરિવાર માં પ્રેમ વધે છે.
3) સપ્તાહમાં એક દિવસ પરિવાર માટે :
આમ તો દરરોજ હરકોઈ પોતપોતાના કામમાં પરોવાયેલા રહેવાના. પરંતુ અઠવાડિયામાં એક દિવસ એવો હોવો જોઈએ કે પરિવારના બધા સભ્યો એકસાથે વિતાવે. રવિવાર વિકેન્ડ નો છેલ્લો દિવસ અને ઘરના વર્કિંગ મેમ્બર્સ કે જે જોબ કે બિઝનેસ કરતા હોય એ પણ એમના માટે પણ કામના ભાર માંથી ફુરસદ નો દિવસ ગણાય તો આ દિવસ ને બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે મળીને એન્જોય કરે તો પારિવાર એકસાથે થોડો વધુ સમય ગાળી શકે. આ દિવસે પરિવાર ના બધા સભ્યો સાથે મળીને ભોજન કરે. પરિવાર ના બીજા સભ્યો વડીલો સાથે સમય પસાર કરે જેથી તેમને પણ પરિવાર માં પોતાનું વિશેષ સ્થાન હોવાનો અહેસાસ થાય.બાળકો સાથે મજાક મસ્તી કરો જેથી ઘરનું પ્રફુલ્લિત બન્યું રહે.
4) મહિનામાં એકવાર બહાર જાઓ :
વર્કિંગ ડેઝ માંથી સમય કાઢીને મહિનામાં એકવાર આખાય પરિવાર સાથે બહાર ફરવા કાંતો જમવા જાઓ. પિકનિક પર પણ પરિવાર સાથે જવાની મજા કંઈક અલગ જ છે મિત્રો. એ બહાને પરિવાર ને સમય પણ આપી શકશો.અને એક બીજા સાથે આનંદ ની પળો પણ વિતાવી શકશો. મહિના માં એકવાર બહાર ફરવા જવાથી રોજની બોરિંગ લાઈફ માં કંઈક નવું પણ ઉમેરાય છે અને પરિવાર સાથે મોજ મસ્તી થી પસાર કરેલો દિવસ સબંધો ને વધારે મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. પતિપત્ની એકલા રહેતા હોય એવા પરિવારો માં પણ પત્નીઓ સતત એવી ફરિયાદ કરતી હોય છેતેમજ કે તેમના પતિ તેમને સમય નથી આપતા તો મહિનામાં એકાદ વાર બહાર પિકનિક કે સિનેમા જવાથી તેઓ એકબીજા સાથે સારો એવો સમય વિતાવી શકશે. તેમજ પરસ્પર સ્નેહભર્યો સબંધ વધુ મજબૂત બનાવી શકે છે.
5) તહેવારો સાથે મળી ઉજવો
તહેવારો,ઉત્સવો આપણા પારિવારિક સંબંધોને વધારે મજબૂત બનાવે છે. તહેવારો જેવા કે દિવાળી, નવરાત્રી, ઘરના સભ્યો નો જન્મદિવસ વગેરે ની ઉજવણી તો પરિવાર વગર અધૂરી જ ગણાય. તહેવારો માં ઘરની સજાવટ , મિષ્ટાન બનાવવા, ઘરના સભ્યો માટે ભેટ સોગાદો લાવવી વગેરે કાર્યો બધા ભેગા મળીને કરતા હોવાથી પરસ્પર પ્રેમ, સમજદારી, જવાબદારી અને સમર્પણ ની ભાવના પરિવાર ના દરેક સભ્યોમા કેળવાય છે. સ્નેહીઓ સાથે મળીને કરેલી તહેવારો કે ઉત્સવોની ઉજવણી પરિવાર માટે મીઠી સ્મૃતિ બની રહે છે.આમ તહેવારો પરિવારને જોડે છે અને પરિવારના સભ્યોનું પરસ્પર તાદાત્મય વધારે ગાઢ બનાવે છે.
મિત્રો, આમ પરિવાર કે કુટુંબ માત્ર સાથે રહેવાથી નથી બનતું , પરિવાર તો બને છે પરસ્પર સ્નેહ,સમર્પણ અને સમજદારી થી. અને જે પરિવારમાં સુમેળ,સ્નેહ અને સમર્પણ ની સાજેદારી હોય એજ પરિવાર આદર્શ પરિવાર કહી શકાય.