5 એવી વસ્તુઓ કે જે દરેક લેડીઝની છે પસંદ
દરેક સ્ત્રી પસંદ ની બાબત માં બીજાથી અલગ હોય છે. આજની નારી ભલે ગમે તેટલી આધુનિક રહી પરંતુ પહેલા ની અને આજની સ્ત્રીઓ માં અમુક બાબતો કોમન છે જેની હું અહીંયા વાત કરવા જઈ રહી છું. સ્ત્રી પરણેલી હોય કે કુંવારી , યુવાન હોય કે ઉંમરલાયક આ 5 બાબતો દરેક સ્ત્રીની ખાસિયત કહો કે પસંદ પહેલેથી જ રહી છે.
1) શોપિંગ
એ તો દરેક વ્યક્તિ જાણે છે કે સ્ત્રી ઓ ને શોપિંગ માટે કોઈ બહાના ની જરૂર પડતી નથી. વારે-તહેવારે , છાશવારે સ્ત્રીઓ શોપિંગ કરતી જ હોય છે. ઘરમાં કે પોતાને એ વસ્તુની જરૂર હોય કે ના હોય પણ જો ક્યાંક સેલ નું બોર્ડ જોયુ તો વાત પતી ગઈ,પતિ નું ખિસ્સું ખાલી કરાવે કે ઝંપે. શોપિંગ દરેક ઉંમરની સ્ત્રીનું ઓલટાઈમ ફેવરિટ જ હોય છે. લગ્ન પ્રસંગ , દિવાળી, નવરાત્રિ કે શ્રાવણ મહિનો શોપિંગ તો બારેમાસ રહેવાનું. એમાંય શાકની લારી હોય કે સોના-ચાંદીની દુકાન બાર્ગેનિંગ (ભાવતાલ) વગર તો એમની શોપિંગ અધૂરી ગણાય.અને લીધા પછી પણ દસ જણા પાસેથી પેચો એના વિશેનો માટે પણ લેવાનો કે એ કેવી છે. આમ સ્ત્રી ઓ શોપિંગ કરતા ક્યારેય થાકતી નથી. જ્યાં પણ જાય ત્યાંથી કંઈક નું કંઈક તો ખરીદવું જ એ જાણે એમનો સ્વભાવ જ બની ગયો હોય છે.
2) ગોસિપ
સ્ત્રીઓ ની બીજી ખાસ પસંદ એ છે ગૉસિપ. આમ તો ,ટિપિકલ ગુજરાતી ભાષામાં કહું તો પંચાત પણ એ શબ્દ જરા લેડીઝ ને ગમે નહિને એટલે આપણે અહીં ગોસિપ જ કહીશું. સ્ત્રીઓ ને હંમેશા પોતાના કરતા બીજાના ઘરમાં શું ચાલી રહ્યું છે એમ વધારે રસ હોય છે. એમાં સોસાયટી ના ઓટલે બેસનારું મહિલા મંડળ પણ આવી ગયું અને મંદિર ના ઓટલે બેસનારી ડોશીઓ પણ. આ બધાની ગોસિપ માં એક વાત કોમન હોય છે, અલી ! સાંભળ્યું તે ફલાણી ના છોકરો/છોકરી આવા ને એનો ધણી તો તેવો, અને પેલી ની વહુ ને પેલી ની સાસુ બસ આજ ટોપિક પર રોજની મિટીંગ્સ ફિક્સ હોય છે. જયારે કોલેજિયન ગર્લ્સ ની ગોસિપ્સ હંમેશા , પેલીના કપડા જોયા, પેલી ના સેન્ડલ્સ જોયા ? આ તો આમેય ચાંપલી જ છે, અને બોય ફ્રેન્ડ્સ એન્ડ લવ અફેર્સ ની આસપાસ જ ફરે જતી હોય છે. આમ ગોસિપ એ દરેક ઉંમરની લેડીઝ માટે મસ્ટ જ હોય છે.
3) ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ
ઘરેણાં , આભૂષણ એ સદીઓ થી સ્ત્રીઓની કમજોરી રહી છે. કોઈ પણ સ્ત્રી આભૂષણો માટે સદાય લાલહિત રહે છે. કોઈપણ ઉંમરે એને ઘરેણાઓનો મોહ તો રહેવાનો જ. એમાંય સોના અને હીરાના આભૂષણો તો લેડીઝ ના ઓલટાઈમ ફેવરિટ છે. સોનાની ચમક અને હીરાની ઝગમગાહટ દરેક સ્ત્રીને આકર્ષે છે. સ્ત્રીનો શણગાર આભૂષણ વગર તો અધૂરો જ ગણાય ને. એમાંય વાત ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ની આવે તો તો કહેવું જ શું ? પણ સાચું કહું તો આટલા મોંઘા અને કિંમતી ઘરેણાં ત્યારે જ શોભી ઉઠે છે જયારે સ્ત્રી એને ધારણ કરે છે. બાકી ગમે તેટલો કિંમતી નેકલેસ શોકેસ માં એટલો નથી શોભતો જેટલો એક સ્રીના ગાળામાં શોભે છે.
4) શૃંગાર
શૃંગાર , શણગાર ,સાજ-સજજા તો દરેક સ્ત્રીની આગવી ઓળખ છે. સ્ત્રી ને શણગાર તો એક બીજા ના પર્યાય છે. કાજળ ,બિંદી, લાલી (લિપસ્ટિક) આ બધું સ્ત્રી ની સુંદરતા ને વધારે નિખારે છે. અને દરેક સ્ત્રી એ શણગાર પાછળ ઘેલી હોય છે.તૈયાર થઈને ટીપટોપ રહેવું એ દરેક યુવતી ને ગમતું હોય છે. મેકઅપ કરીને નીકળેલી આત્મવિશ્વાસ થી ભરપૂર આજની નારીઓ પુરુષો કરતા કોઈ રીતે ઑછી ઉતરે એમ નથી. એમાંય આજકાલ તો મેકઅપ માં ફાઉન્ડેશન,કાજલ,લિપસ્ટિક,આઇલાઇનર , મસ્કરા , પરફ્યુમ આ બધું જરૂરી થઇ ગયું છે. હવે સ્ત્રીઓ મેકઅપ માત્ર પ્રસંગોપાત જ નથી કરતી પરંતુ ડેઇલી લાઈફ માં વિધાઉટ મેકઅપ ક્યાંય બહાર નીકળતી નથી. એટલે આમ જોવા જઈએ તો લેડીઝને ખાધા વગર ચાલે પણ મેકઅપ વગર તો નઇજ.
5) કોમ્લીમેન્ટ (વખાણ)
કહ્યું છે ને કે, ખુશામત તો ખુદા ને પણ પ્યારી હોય છે. તો પછી આ તો સ્ત્રીઓ ની વાત છે. દરેક સ્ત્રી ઇચ્છતી હોય છેકે તેના દરેક કાર્ય ને , તેના વર્તન , વ્યવહાર અને દેખાવ ને બીજા તરફથી કોમ્પ્લીમેન્ટ એટલે કે પ્રશંસા મળે. કોઈ પણ સ્ત્રી જ્યારે ટીપટોપ તૈયાર થઈને પતિ કે બોયફ્રેન્ડ સાથે બહાર ફરવા નીકળે અને જો પતિ કે બોયફ્રેન્ડ તેની પ્રશંસા માં બે શબ્દ ના કહે તો તેને લાગે છે કે તેનું તૈયાર થયેલું , બધો શૃંગાર એળે ગયો. લેડિઝ ને તૈયાર થવા માટે કલાકો ના કલાકો આપો તોય એમને ઓછા જ પડે, અને એમાંય પાછું કોમ્પ્લિમેન્ટ્સ પણ આ જોઈએ ફ્રેન્ડ્સ કે હસબન્ડ તરફથી તો જ એમનું તૈયાર થયેલું સાર્થક થાય એમના મતે. પત્નીએ રસોડા માં કલાકો સુધી મથીને પતિ માટે અલગ અલગ જાતનું સરસ જમવાનું બનવયુ હોય અને પતિ ફક્ત જમીને ઊભો થઇ જાય તો એ પત્ની ને કેવું લાગે? અને જો એજ પતિ એની રસોઈના બે શબ્દોમાં વખાણ કરે કે, વાહ આજે ત શું રસોઈ બનાવી છે તે, તો પત્ની ને તો ખાધા વગર જ ઓડકાર આવી જાય. આમ સ્ત્રીઓ નાની નાની બાબતો માં પણ એમની પ્રશંસા ઈચ્છતી હોય છે જેવી કે , વાહ ! આ સાડી તારા પર બહુ સુંદર લાગે છે. તું છુટ્ટા વાળ માં ખુબજ સુંદર દેખાય છે. તું કેટલી સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે વગેરે વગેરે. તો ઓલ જેન્ટલમેન્સ આટલું યાદ રાખજો કે પત્ની હોય કે પ્રેમિકા પ્રેમ મેળવવો હોય તો દિલ ખોલીને વખાણ કરજો.
તો ફ્રેન્ડ્સ આ છે દરેક લેડીઝ ની 5 મોસ્ટ ફેવરિટ થિંગ્સ કે જે ઓલ ટાઈમ દરેક લેડીઝ માટે ખાસમ ખાસ જ રહેવાની. બધું બદલાશે પણ આ નહિ બદલાય.