ગૃહિણીઓ રસોઈ તો ખુબજ સરસ અને સ્વાદિષ્ટ બનાવે છે પરંતુ એને પીરસતી વખતે જો પ્રેમ અને લાગણીની સાથે યોગ્ય રીતે પીરસવામાં આવે તો રસોઈનો સ્વાદ બેવડાઈ જાય છે.સ્ત્રી ને તો સાક્ષાત અન્નપૂર્ણા કહી છે. આપણે ત્યાં ઘણીવાર જોઈએ છીએ કે ગમે તેટલું સારું ભોજન બનાવ્યું હોય પરંતુ જો એને સારી અને યોગ્ય રીતે જમનાર સામે રજુ ન કર્યું હોય અથવા તો પીરસ્યું ન હોય તો જમનાર ને તે ભોજનમાં જોઈએ એવી રૂચી થતી નથી.માટે જેટલું ફૂડ મેકિંગ ઈમ્પોર્ટન્ટ છે એટલું જ તેનું પ્રેઝેન્ટેશન પણ મહત્વ નું છે.
ઘણી સ્ત્રીઓ ની એવી ફરિયાદ હોય છે કે મારો ચિન્ટુ તો ખાતો જ નથી , એને તો બસ બહાર નું જંકફૂડ જ ભાવે છે. હું તો ઘરે જ બધું એને જે બહાર નું ભાવે છે એવું બનાવી ને આપું તોપણ એ જમતો નથી . તો એવી સ્ત્રી ઓ એક ઉપાય અજમાવી જોજો , બાળકો ને એમનું ફેવરીટ ફૂડ ઘરે બનાવીને આપો ત્યારે તેને બહારના ફૂડ સ્ટોલ વાળા ઓની જેમ ગાર્નીશ કરીને આપો.સેન્ડવીચ હોય કે પીત્ઝા દરેકે દરેક વસ્તુ એમને જોતા જ ગમી જાય એવી પીરસો પછી જુઓ તેઓ કેવા નથી જમતા.આ માટે તમે ફૂડ ગાર્નીશિંગ ની ટીપ્સ નેટ પરથી કે વિવિધ ચોપડીઓમાં થી જોઈ કે વાંચી શકો છો તમને ઘણું ઉપયોગી થશે.
તમે હોટેલમાં જમવા જાઓ ત્યારે માર્ક કરતા જ હશો કે ત્યાના શેફ ફૂડ ને કેવું સરસ ડેકોરેટ કરીને પ્રેઝેન્ટ કરે છે.જોઇને જ ખાવાનું મન થઇ જાય . આપણે ત્યાં કહેવત છે ને કે “આંખો ને ગમે તો મોઢાને ભાવે”.એટલે જ ઘરે પણ ગૃહિણીઓ જયારે પણ ભોજન બનાવો ત્યારે જેટલું એના સ્વાદ અને સ્વચ્છતા ઉપર ધ્યાન આપો છો ,એટલું જ એને પીરસવામાં અને એના ગાર્નીશ કરવામાં પણ ધ્યાન આપો. પછી જુઓ બાળકો હોય કે પતિ કેવા તૂટી પડે છે જમવા ઉપર. આવો જોઈએ રસોઈ પીરસતી વખતે ગૃહિણીએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
* જમવાનું હમેશા પ્રસન્નચિત્તે જ પીરસવું જોઈએ ,પછી ભલે જમનાર બાળકો હોય, પતિ હોય, વડીલો હોય કે મેહમાન.
* ભોજન ને સુંદર રીતે સ્વચ્છ પ્લેટસ માં ગાર્નીશ કરીને પીરસો.
* મહેમાન જમતા હોય ત્યારે તમે જાતે પીરસો તેમને જાતે લેવાનું ન કહો.
* જમવામાં એકાદ ફરસાણ ની સાથે સાથે કોઈ એક સ્વીટ પણ ચોક્કસ પીરસો.
* મહેમાનો ને ભોજન પીરસો ત્યારે આગ્રહ કરીને પીરસો, આનંદથી પીરસેલું ભોજન મેહમાનોને સ્વાદિષ્ટ લાગશે.
* ભોજન પીરસતી વખતે અથવા તો મેહમાન જમતા હોય ત્યારે બાળકો પર ગુસ્સો ન કરવો તેમજ મોટા અવાજે વાતો ન કરવી , એ શિષ્ટાચાર નો ભંગ ગણાશે.
* જમ્યા બાદ હાથ ધોવા માટે સાબુ, લુછવા માટે નેપકીન વગરે વોશબેઝીન પાસે તૈયાર રાખવું.
* ભોજનને અંતે મુખવાસ અથવા પાન વગેરે ધરવું .
આ બધી ટીપ્સ ને ફોલોવ કરશો તો આશા છે કે તમારા બાળકો અને પતિ તો હોંશે હોંશે જમશે જ પણ મહેમાન પણ તમારી રસોઈ ના અને તમારી આગતા સ્વાગતા ના વખાણ કરતા નહિ થાકે .