સુંદર દેખાવું કોને નથી ગમતું . એમાં પણ સ્ત્રી ઓ પોતાની સુંદરતા પ્રત્યે વધુ સજાગ હોય છે .પરંતુ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ચહેરા ની સુંદરતા પ્રત્યે તો પૂરતું ધ્યાન આપીએ છીએ પરંતુ શરીરના બીજા અંગો ની સુંદરતા ની કાળજી પ્રત્યે આપણે બેધ્યાન રહીએ છીએ, આજે આપણે વાત કરીશું ગરદન વિશે.  શું તમે પણ ઈચ્છો છો કે તમારી ગરદન તમારા ચહેરાની જેમ જ સુંદર દેખાય. 

 

* તો આવો જોઈએ ગરદન ને સુંદર રાખવા માટેના ઉપાયો.    

*  ગરદન કાળી થઇ ગઈ હોય તો દરરોજ નહાતા પહેલા લીંબુ અને હળદરથી ગરદન પર મસાજ કરો .
* ગરદનને દરરોજ ક્લીન્ઝીંગ મિલ્કથી સાફ કરો, ક્લીન્ઝીંગ કર્યા પછી નરીસિંગ ક્રીમ થી ગરદન પર મસાજ કરો.
* ગરદન ની ત્વચા ચહેરાની ત્વચા કરતા વધુ કાળી હોય છે તો ગરદનને તાપ થી બચાવો , તાપમાં નીકળો ત્યારે ગરદન ઉપર સ્કાર્ફ જરૂર બાંધો.
* સનબર્ન દૂર કરવા માટે ગરદનને દરરોજ ઠંડા દૂધથી ધૂઓ. ગરદન પર દહીં ઘસીને અડધો કલાક રહેવા દો, ફાયદો થશે.
* નહાતી વખતે ગરદનને મુલાયમ રૂમાલથી રગડીને થી સાફ કરો.
* અઠવાડિયામાં બે -ત્રણ વાર નહાતા પહેલા ગરદન પર તલના તેલની માલીશ કરો.
* જો તમે ડીપ નેકના વસ્ત્રો પહેરતા હોવ તો ચહેરાની સાથે સાથે ગરદન પર પણ ફાઉન્ડેશન લગાવો.
* અડધી વાટકી ગુલાબજળમાં બે ચમચી લીંબુનો રસ મેળવી ને કોટન વડે ગરદન પર લગાવો . હવે તેને ૪ થી ૫ કલાક રહેવા ડો. ત્યારબાદ ઠંડા પાણી વડે ગરદન ને સ્વચ્છ કરી લો. ધીમે ધીમે ગરદનની કાળાશ ઓછી થઇ જશે.
* દહીં પણ એક નેચરલ સૌન્દર્ય નિખાર ઇન્ગ્રીડીયન છે . બે ચમચી દહીં લઇ એમાં એક ચપટી હળદર ઉમેરી એની પેસ્ટ બનાવો .હવે આ પેસ્ટ થી ગરદન પર હળવા હાથે મસાજ કરો , ત્યારબાદ એને એક કલાક એમજ રહેવા દઈ પછી હુંફાળા પાણી વડે ગરદન સ્વચ્છ કરી લો. આ પ્રયોગ અઠવાડિયા ત્રણ વખત કરો. ગરદનની કાળાશ ઓછી થઇ જશે.
* એક કપ ઝીણી ખમણેલી કાકડી લઇ તેમાં એક ચમચી ગુલાબજળ તેમજ ત્રણ થી ચાર ટીંપા મધ ઉમેરી આ પેસ્ટ ને હળવા હાથે ગરદન પર લગાવીને પોણા કલાક સુધી રાખી પછી ઠંડા પાણીથી ધોઈ લો. ગરદનની કાળાશ ઓછી કરવા માટે આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર કરી શકો છો.
* બે ચમચી બેકિંગ સોડા માં થોડું પાણી ઉમેરી પાતળી પેસ્ટ બનાવી , આ પેસ્ટ ને ગરદન પર લાગવો , ૧૫ મિનીટ રાખીને ધોઈ લો. આનાથી સ્કીન પરનું પીગમેન્ટેશન ઓછુ થાય છે અને સ્કીન ની કાળાશ પણ હળવી થાય છે.
* કોમ્પુટર કે ડેસ્કવર્ક કરનારને ગરદનનો દુખાવો થતો હોય છે તો કામ કરતી વખતે પીઠ એકદમ સીધી કરીને બેસો અને ખભા ને પાછળની બાજુએ ખેંચો .થોડી વાર આ સ્થિતિમાં રહો,દુખાવામાં આરામ થશે.
* દરોજ્જ થોડી ખભા અને કમર સાથે સાથે પીઠ અને ગરદન ની એકસરસાઈઝ કરતા રહો.
      આટલી કાળજી અને ઘરેલું ઉપાયો અજમાવી જુઓ , પછી જુઓ તમારા ચહેરા ની સુંદરતા સાથે તમારી ગરદનની સુંદરતા નીખરી ઉઠશે. જો તમને અમારી આ ટીપ્સ ગમી હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો .તેમજ મારા પેજ ની લાઈક કરો. આ સિવાય તમારા કોઈ સુજાવ હોય તો તમે કમેન્ટ બોક્ષ માં જણાવી શકો છો.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here