beauty care tips in Monsoon      

     ગરમા ગરમ ઉનાળા પછી હવે તન અને મન ને શીતળતા આપનારુ ચોમાસું શરુ થઇ ગયું છે. ચોમાસામાં પલળવાની મજા તો જે પલળે એજ જાણે . ચોમાસામાં પલળવું તો ગમે છે પરંતુ કપડા ભીના થાય અને મેક અપ બગડે એ નથી ગમતું . તો આવો જોઈએ કે ચોમાસા માં કેવા કપડા પહેરવા કમ્ફર્ટેબલ રહેશે અને મેકઅપ માં શું સાવચેતી રાખવી જોઈએ .

* કોટન ક્લોથ્સ ને કહો બાય-બાય :

           ચોમાસા માં પ્યોર કોટન અને સુતરાઉ કપડા પહેરવાનું ટાળવું જોઈએ. કોટન નેચરલ ફાઈબર કારણે વરસાદ માં ૫ મિનીટ ભીંજાતા જ પાણી ચૂસી લે છે ઉપરાંત પરસેવો અને પાણી ભેગા થતા કોટન વસ્ત્રો અનકમ્ફર્ટેબલ લાગે છે અને શરીર પર ચોંટી જાય છે . આ સિવાય ચોમાસું ભેજ વાળી ઋતુ હોવાથી આ કપડા જલદી સુકાતા પણ નથી અને સરખા ન સૂકાવા ના લીધે વાસ પણ મારે છે. કોટન ક્લોથ્સ માં અમુક વાર કપડાઓ નો કલર પાકો નથી હોતો તો આવા કપડા જ્યારે તમે વરસાદ માં પહેરીને બહાર જાઓ છો તો પલળતા ની સાથે જ તેનો રંગ ઉતરવા માંડે છે અને ઘણી વાર તો શરીર ને પણ ચોંટે છે. એટલે ચોમાસા દરમ્યાન કોટન ક્લોથ્સ ને ટા ટા બાય-બાય કહી દેજો .

* સિન્થેટીક કપડા વધારે પહેરો :

           ચોમાસા માં જેમ કોટન ક્લોથ્સ નો ડીસએડવાન્ટેજ છે એમ સિન્થેટીક કપડા પહેરવામાં વધુ ઈઝી રહેશે. રેયોનમિક્સ , ટેરેલીન , પોલીયેસ્ટર , કોટનમિક્સ , નાયલોન, વિસકોસ ,માઈક્રો, લાયક્રા વગેરે જેવા મેઈન મેડ સિન્થેટીક કાપડ ચોમાસા માં ફુલ ડીમાન્ડેડ થઇ જાય છે કેમ કે આ કાપડ માંથી બનતા કપડા પહેરવામાં કમ્ફર્ટેબલ હોવાની સાથે સાથે શરીર પરથી ભેજને દૂર રાખે છે તથા શરીર પર ચોંટતા પણ નથી. તેમજ આ કાપડ કોટનની સરખામણી એ ખૂબજ ઓછું પાણી શોષે છે એટલે ઝડપથી સૂકાઈ પણ જાય છે . ઉપરાંત આ કાપડ પલળ્યા બાદ પણ તેમાંથી કલર જતો નથી અને કીમત માં પણ જોઈએ તો કોટન કરતા સિન્થેટીક કપડા કીમત માં સસ્તા હોય છે. તો આ ચોમાસે તમે પણ વિવિધ પ્રકારના સિન્થેટીક કપડા જેવા કે ટ્રાઉઝર , ટોપ, કુર્તા, વેસ્ટર્ન-ઇન્ડોવેસ્ટર્ન આઉટફીટ , દુપ્પટા વગેરે પહેરી અને છવાઈ જાઓ.

=> મેકઅપ કેવી રીતે કરશો :

* ફાઉન્ડેશન :

        બને ત્યાં સુધી ચોમાસા માં બહાર નીકળો ત્યારે ફાઉન્ડેશનનો ઉપયોગ ના કરો. ફાઉન્ડેશન વરસાદ માં સ્પ્રેડ થઇ જશે અને તમારો ચહેરો વધારે ખરાબ લાગશે માટે ફાઉન્ડેશન નો ઉપયોગ ન કરવો એજ હિતાવહ છે.

* પાઉડર :

        ચોમાસા માં ભેજ વાળું વાતાવરણ હોવાને લીધે ચહેરા પર ચિકાસ તેમજ તેલ ઉપસી આવે છે તેને દૂર કરવા પુરતો હળવો પાઉડર નો ટચ તમે ચહેરા પર આપી શકો છો. વધારે પડતો પાઉડર પણ ન લગાડવો.

* મસ્કરા – આઇલાઇનર :

         ગર્લ્સ તમે તો જાણો જ છો કે લાઈનર અને મસ્કરા પાછળ કેટલો ટાઈમ આપવું પડે છે તો જો તમે એવું ઈચ્છતા હોય કે તમારી મહેનત પાણી માં ન જાય તો ખાસ કરીને વોટરપ્રૂફ અને ઉચ્ચ ગુણવત્તા વાળી મેકઅપ કીટ જ વાપરવી. બને ત્યાં સુધી લાઈનર અને મસ્કરા નો ઉપયોગ ન કરશો એના બદલે જો તમે ઈચ્છો તો કાજલ પેન્સિલ વડે લાઈનર કરી શકો છો એ જલ્દી ફેલાશે નહિ.

* આઈશેડ અને બ્લશર :

         ચોમાસામાં બ્લશર અને આઈશેડ્સ માટે હળવા રંગો ની જ પસંદગી કરો તેમજ એ ત્વચા સાથે મેલ ખાતા હોય એ પણ જરુરી છે . આ ઋતુ માં બ્લશર બને તેટલું આછું લગાવો.

* આઇબ્રો :

       આઇબ્રો સારી લાગે માટે નિયમિત થ્રેડીંગ કરવો અને એને પ્રોપર શેપ અપાવતા રહો. ભૂલથી પણ ચોમાસા માં બહાર નીકળો ત્યારે આઇબ્રો પેન્સિલ નો ઉપોગ આઇબ્રો પર ન કરશો કેમકે જયારે એ વરસાદ માં ફેલાશે ત્યારે ખરાબ લાગશે .

* લિપસ્ટિક :

        ચોમાસામાં લીક્વીડ અને ઓઈલ બેઝ ગ્લોસી લિપસ્ટિક ની જગ્યાએ મેટ અને વોટરપ્રૂફ લિપસ્ટિક નો જ ઉપયોગ કરો. તેમજ બાકી મેકઅપ ની જેમ લિપસ્ટિક પણ સારી ક્વોલીટી ની જ વાપરો. હા ચોમાસા માં તમે ડાર્ક લાઈટ તમને ગમતો કોઈ પણ શેડ લગાવી શકો છો.

           માટે ગર્લ્સ ચોમાસું તો ભીંજાવાની મોસમ કેહવાય તો બાકી બધી ચિંતાઓને છોડી ફક્ત આટલી ટીપ્સ ફોલોવ કરીને તમે પણ ચોમાસા નો ભરપૂર આનંદ લો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here