હમણાં હમણાં થી યુવાનો હોય કે વયસ્ક કે પછી વૃદ્ધો આ બધામાં જ ગ્રીન ટી પીવાનું ચલન વધ્યું છે . હા આ એક સારી બાબત છે . આજે લોકો સ્વાસ્થ્ય અંગે જાગરુક બન્યા છે અને એમણે ગ્રીન ટી ને એમના રોજના રુટીન માં પણ શામેલ કરી દીધી છે . જે લોકો ગ્રીન ટી પીવે છે એ માત્ર ગ્રીન ટી જ પીવે છે એવું નથી . તેઓ આપણા જેવી મિલ્ક ટી , બ્લેક ટી અને કોફી પણ પીવે છે . માનવામાં આવે છે કે ગ્રીન ટી તો વજન ઘટાડે છે , કેન્સર સામે પણ લડત આપે છે અને અલ્ઝાઈમર અને હાઈ બ્લડપ્રેશર માં પણ રાહત આપે છે .

ડીપ્રેશન જેવી કેટલીક માનસિક બીમારીઓ ના ઈલાજ માટેની દવાઓ માં ગ્રીન ટી નો ઉપયોગ થાય છે . આપણી લોકલ પબ્લિક તો ગ્રીન ટી પીતી થઇ એને આભારી તો આમ તો ટીવી ચેનલ્સ ની એડ કહી શકાય. કેમ કે ટીવી પર ની
ગ્રીન ટી ની જાહેરાતો માં આવતા સેલીબ્રીટીઝ પેટભરી ભરીને ગ્રેન ટી નાં વખાણ કરતા હોય છે . જેના થી આમ જનતા ગ્રીન ટી પીવા માટે પ્રેરાય છે . ટીવી પર આવતી જાહેર ખબરો માં ફિલ્મસ્ટારો દ્વારા કહેવામાં આવતા ગ્રીન ટી ના બધા
ફાયદા સાચા નથી હોતા , પરંતુ હા ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે એ વાત ચોક્કસ છે . હા પણ એનું સેવન યોગ્ય માત્રા માં લેવું એ પણ જરૂરી છે.

કહેવાય છે કે ગ્રીન ટી માં રહેલુ વિટામીન બી , ફોલેટ , મેંગેનીસ , પોટેશિયમ, કેતેકીન્સ અને કેફીન જેવા એન્ટીઓક્સીડેંટ ને કારણે શરીર ની વધારા ની ચરબી ઓગળે છે. હા પરંતુ આ વાત સંપૂર્ણ સત્ય નથી . કેમ કે ઘણા કિસ્સાઓ માં રેગ્યુલર ગ્રીન ટી પીનારા ઓનું પણ વજન ઉતરતું નથી . પરંતુ એકલી ગ્રીન પીવાથી જ શરીર ઉતરે એવું નથી સાથે સાથે હેલ્ધી ડાયેટ પણ ફોલોવ કરવું પડે અને એક્સસાઈઝ પણ કરવી પડે. એક સર્વેક્ષણ મુજબ ગ્રીન ટી પીનારાઓ ને કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર ની તકલીફ ઓછી થાય છે .ગ્રીન તી માં રહેલા કેટેકીન્સ ના કારણે કોલેસ્ટ્રોલ વતતા ઓછા પ્રમાણ માં ઘટે છે .કોલેસ્ટ્રોલ જ હાર્ટ અટેક માં મુખ્ય ભાગ ભજવે છે એથી જો કોલેસ્ટ્રોલ માં રાહત રહે તો હાર્ટ અટેક માં પણ રાહત મળી શકે. પરંતુ હા આ વાત હજુ સો ટકા પૂરવાર નથી.

ગ્રીન ટી પીવાથી દાંત ને સડતા અટકાવી શકાય છે એ વાત સાચી છે કેમ કે બે ત્રણ વર્ષ પહેલા કરવામાં આવેલા એક સંશોધન માં જણાઈ આવ્યું હતું કે ગ્રીન ટી માઉથ વોશ અન્ય એક જાણીતા માઉથ વોશ કરતા વધુ અસર કારક છે અને એ કીમત ની દ્રષ્ટીએ સોન્ઘુ પણ ગણી શકાય . પૂર્વના દેશોમાં તો આર્થરાઈટીસ , વેટલોસ તેમજ કેન્સર ને ખાળવા ગ્રીન ટી નો છૂટ થી ઉપયોગ કરવામાં આવે છે. ભલે ગ્રીન ટી અમુક રોગો સામે કમ્પલીટ ફાઈટ બેક નથી આપી શકતું પરંતુ એક એનર્જી ડ્રીંક તરીકે ગ્રીન ટી સ્વાસ્થ્યપ્રદ છે એટલે તેને પીવામાં કોઈ જ વાંધો નથી. એટલે ગ્રીન ટી ના
રસિયા એને દરરોજ ટેસ થી પી શકે છે .

તો જો તમે પણ ગ્રીન ટી ન પીતા હોવ તો આજ થી ચાલુ કરી દો , અને પીધા પછી ના એક્સપીરીયન્સ અમારી સાથે જરૂર શેર કરો. આ સિવાય તમને અમારા આર્ટીકલ્સ કેવા લાગે છે એ પણ કમેન્ટ દ્વારા જણાવી શકો છો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here