ગ્રિલ સેન્ડવીચ ઢોકળા | Gujarati Recipe | By Dimple Panchal
“ઢોકળા એટલે ગુજરાતીઓના સૌથી પ્રિય વાનગી. આજે જ્યાં જુઓ ત્યાં નવી નવી દુકાનો ખુલી ગઈ. લાઇવ ઢોકળા , વઘારેલા ઢોકળા, સેન્ડવિચ ઢોકળા વિગેરે વિગેરે. ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા તો બહુ ખાધા આજે એ ઢોકળા ને એક નવો લૂક આપી બધા ને સર્વ કરીએ. ચાલો આજે સીખીયે સૌથી અલગ ગ્રિલ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત.
1સામગ્રી :-
-
સફેદ ઢોકળા નું ખીરું
-
મરી પાવડર
2સ્ટફિંગ માટે :-
-
૧/૪ કપ બાફીને ક્રસ કરેલા કોર્ન
-
૧/૪ કપ ત્રણે કલર ના કેપ્સીકમ
-
૧/૪ કપ છીણેલું પનીર
-
૧ ટે. સ્પૂન ક્રસ કરેલા લીલા મરચા
-
થોડો ચાટ મસાલો
-
મીઠું સ્વાદાનુસાર
-
ગ્રીન ચટણી
-
તેલ
3વધાર માટે :-
-
રાઈ
-
તલ
-
કોથમીર
4રીત :-
-
સૌ પ્રથમ ઢોકળીયા ને ગરમ કરવા મુકો. પછી ગ્રીસ કરેલી થાળી માં ઢોકળા નું ખીરું પાથરી તેના પર મરી પાવડર છાંટી ઢોકળા સ્ટીમ કરવા. બધા ઢોકળા ની આ રીતે થાળી તૈયાર કરવી.
-
ઢોકળા ની થાળી સ્ટીમ થઇ ઠંડી થયા પછી આખી થાળી ઉંધી કરી આખો ઢોકળા નો રોટલો કાઢવો.
-
ત્યારબાદ ગોળ કટર થી અથવા વાટકી થી બધા ઢોકળા ગોળ કટ કરવા.
-
એક બાઉલ માં સ્ટફિંગ ની સામગ્રી મિક્ષ કરો.
-
હવે ઢોકળા ની એક બાજુ ચટણી લગાવી સ્ટફિંગ મૂકી તેના પર ચટની લગાવેલું બીજું ઢોકળું મૂકી બંધ કરો હવે ગ્રિલ પેન માં તેલ લગાવી વઘાર કરી ઢોકળા ને બન્ને બાજુ ગ્રિલ કરો.
-
આજ રીતે બધા સેન્ડવીચ ઢોકળા તૈયાર કરી ગરમા ગરમ સર્વ કરો.