એક સ્ત્રી કહો કે ગૃહિણી એના મનમાં એવી ઘણીય લાગણીઓ ભીંજાયા વિનાની એમની એમ એકબંધ હશે, જે કોઈ જોતું પણ નથી કે સમજતું પણ નથી. પોતાના પરિવાર માટે કઈ પણ કરી છૂટવા તૈયાર એવી સ્ત્રી બદલા માં અપેક્ષા શુ રાખે છે તો કે માત્ર અને માત્ર સ્નેહ,વ્હાલ અને એના કામની થોડી સરાહના. એના કરેલા કામનું કોઈ વળતર એ નથી લેતી,પણ એના બદલે એના કાર્યની થોડી કદર,થોડી પ્રસંશા જો એ ઈચ્છે છે તો એમાં ખોટું પણ શુ છે.

મારી કે તમારી મમ્મી હોય કે પછી કોઈની પત્ની,ભાભી કે પછી એ દરેક સ્ત્રી જે પોતાના ઘરમાં એઝ અ હાઉસવાઈફ કામ કરે છે અથવા તો એમ કહેવું વધારે યોગ્ય ગણાય કે ઘર સંભાળે છે. કેમકે માત્ર કામ નહીં કેમ કે કામ તો કામવાળી બાઈ પણ કરે છે, પણ એક હાઉસવાઈફ ઘરની કામવાળી,રસોયણ,બાળકો અને વૃદ્ધો ની કેર ટેકર અને ઘરની દરેક નાની મોટી જવાબદારીઓને મેનટેઇન કરતી મેનેજર પણ છે. છતાં પણ ક્યારેક એની જગ્યાએ પોતાની જાતને મૂકીને જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર એના આ યોગદાનના બદલામાં એની અપેક્ષાઓ સાવ મામૂલી હોય છે. છતાં પણ ઘણીવાર પતિ, સંતાનો અને વડીલો પણ તેના કામની કદર તો નહીં પરંતુ તેના કામોમાં કચાશ ને ખોડ કાઢવામાં પાછા નથી પડતા. સ્ત્રી એક ગૃહિણી કેટલા પ્રેમથી પરિવાર માટે ભોજન બનાવતી હોય છે અને એ પણ જ્યારે પરિવારના દરેક સભ્યની પસંદનો ખ્યાલ રાખીને તેમને ભાવતું જમવાનું એ કેટલી હોંશે હોંશે બનાવે છે અને બદલામાં ઈચ્છે છે તો માત્ર તમારા મોઢે બે મીઠા બોલ કે વખાણ ,કે વાહ શુ જમવાનું બન્યું છે. પરંતુ મોટાભાગના ઘરોમાં શુ સાંભળવા મળે છે તેના માટે તમને એક સરસ વાત કહું જે મેં હમણાં થોડા સમય પહેલા જ ક્યાંક વાંચી. એના પરથી જ મને આ આર્ટિકલ લખવાનું મન થયું.

નયનાબેન શાક માર્કેટમાંથી પાછા ફરતા ફરતા એકલા એકલા બબડે જતા હતા. હાશ..બધું જ લેવાઈ ગયું.” શાકભાજી અને કરિયાણું એકસાથે બે કામ પતી ગયા.
“મારી લાડકી પ્રિયાને ભાવતો ગાજરનો હલવો કરવા ગાજર પણ લેવાઈ ગયા અને વિરાજ માટે નૂડલ્સ બનાવવા કોબીજ,કેપ્સીકમ અને ડુંગળી.એમને તો કઢી બહુ ભાવે છે એટલે લીલીછમ ડુંગળીની કઢી ને બાજરીના રોટલા બનાવી આપીશ..બાને ભરેલા રવૈયા બહુ ભાવે છે એટલે રવૈયા પણ આવી ગયા.અરે હા..બાપુજી કાલ સુખડી યાદ કરતા’તા ને! લાવ ગોળ પણ લાઇ જ લઉં.એમ કરતા કરતા થેલી ઠસોઠસ ભરાઈ ગઈ..વસ્તુઓથી અને લાગણીઓથી પણ . “આટલી વજનદાર થેલી લઈને છેક ઘર સુધી ચલાતુય નથી હવે તો. એમાંય પાછો કમરનો દુખાવો તો ઓછો થવાનું નામ જ નથી લેતો. મારી કમરના દુખાવાની ટયુબ લેવાની હતી મેડિકલ માંથી પણ આ બધામાં પૈસા તો પતી ગયાં. કાઈ નહીં ફરી આવીશ એટલે લઈશ. નયનાબેન મનોમન બોલતા ગયા ને ચાલતા ગયા.

નયનાબેન આજે આટલું બધું રખડીને થાક્યા હતા તોય એજ દિવસે બધાને ભાવતું બધું જમવાનું પ્રેમથી બનાવ્યું અને જ્યાં બધા જમવા બેઠા ત્યાંતો પ્રિયાએ મોઢું મચકોડયું “ઓફ ઓ… મમ્મી તને કેટલી વાર કહું, ગાજરના હલવામાં ઈલાયચી નહીં નાખવાની..તું બગાડે જ છે કાયમ!”
“મમ્મી…તું ગમે તે કર, બહાર જેવી નૂડલ્સ તો તને નહીં જ આવડે.” વિરાજ પણ બબડયો.
અને રહી જતા તા એમ પતિદેવ પણ ઉકળ્યા “અરે યાર…તને ખબર છે ને કે મને ડુંગળીની કઢી નહિ મેથીની કઢી ભાવે છે તોપણ…એવું હોય તો જુદું બનાવ મારુ. મૂડની પથારી ફેરવી નાખી.”
“અરે વહુ.. રવૈયાના શાકમાં તેલ સરખું નાખો તો થોડા ભાવે પણ. વર્ષો થયા પણ હજુ શીખ્યા નહીં.” ઓછાં માં પૂરું હતું ત્યાં સાસુમા એ પણ કહી દીધું. બે મિનિટ તો નયનાબેન મનોમન ભરાઈ ગયા.ત્યાં તો બાપુજી બોલ્યા,
“વહુ…સુખડી આમ તો સારી છે, પણ ઘીમાં થોડી કચાશ રાખી છે તમે. ”
ત્યાં જ પેલી ઠસોઠસ ભરેલી થેલી જાણે ખાલી થઇ ગઇ,શાકભાજી ની સાથે સાથે લાગણીઓ પણ પૂરી થઈ ગઈ હોય એવુ લાગ્યુ ! ગડી કરીને કપડાં કબાટમાં મુકતાં મુકતા અનાયાસે જ જોવાઈ ગયું તો લાગણીઓ હજુય ત્યાંજ હતી પણ સહેજ કરચલીઓ પડી ગયેલી હાલતમાં.

ગમે તેટલું સારું કરે તો પણ તેના હર એક કામ માં ખોડ તો ઘર ની દરેક વ્યક્તિ ના મોઢેથી નીકળે જ નીકળે.પોતાની જાતને ભૂલી ને પારકાને પોતાના કરવામાંથી ક્યારેય પણ પાછી પાની નથી કરતી પણ બદલામાં અપેક્ષા રુપે એ ઈચ્છે કે ન ઈચ્છે પણ બે મીઠા શબ્દો તો એની માટે તમે બોલી જ શકો. સ્ત્રી માત્ર પોતાના પરિવારના સ્નેહ અને લાગણી માટે જ ઘરનું બધું જ કામ હોંશે હોંશે ,હસતા હસતા કરતી હોય છે. એવામાં “એમાં તું શુ મોટું કામ કરે છે,ઘરમાં આખો દિવસ તારે કામેય શુ હોય છે. એમ કહીને એની લાગણીઓને દુભવ્યા કરતા એકવાર પ્રેમથી એની પાસે બેસીને પૂછી જુઓ,” તને થાક તો નથી લાગ્યો ને, તને સારું ન હોય તો લાવ હું કઇ મદદ કરું”. અને પછી જોજો એનો થાક ભૂલીને ઉલટાની તમારી ચાકરીમાં બમણા જોશથી લાગી જશે.આજ તો ખૂબી છે એજ ગૃહિણી ની. અને એવું નથી જે ફક્ત પતિ જ, બાળકો-દીકરો કે દીકરીએ પણ માઁ ની કદર કરતા શીખવું જોઈએ. જરૂર પડે મમ્મીની ઘરકામમાં નાની મોટી મદદ કરવાથી કઇ તમે થાકી તો નહીં જાઓ પણ હા ઉલટા ના મમ્મીને વધારે વ્હાલા જરૂર થઈ જશો.

મારી આ વાત એ દરેક ગૃહિણી ના મનની વાત છે. જેને માત્ર મેં શબ્દો આપ્યા છે. તો જો તમને આ આર્ટિકલ ગમ્યું હોય તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here