બનાવો એકદમ ટેસ્ટી ખમણ સરળ રીત થી
∼ સામગ્રી :-
-
૨૫૦ ગ્રામ ચણા નો ઝીણો લોટ
-
૧ ટી.સ્પૂન વાટેલા આદુ મરચા
-
ચપટી હિંગ
-
૨ ટી.સ્પૂન તેલ
-
૧ ૧/૨ ટી સ્પૂન લીંબુ ના ફૂલ
-
૧ ટી.સ્પૂન સાજી ના ફૂલ
-
૨ ટે.સ્પૂન વધાર માં તેલ
-
૧ ટી.સ્પૂન રાઈ
-
૧ ટી.સ્પૂન તલ
-
૪-૫ લીલા મરચા
-
૪ ટી.સ્પૂન ખાંડ
-
૧ ટે.સ્પૂન કાજુ ના ટુકડા
-
૪ ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
-
૪ ટે.સ્પૂન કોપરાની છીણ
-
મીઠું સ્વાદઅનુસાર
∼ રીત :-
-
ચણા ના લોટ માં મીઠું ,આદુ , મરચા , હિંગ, તેલ, નાખી ખીરું તૈયાર કરવું.તેમાં લીંબુ ના ફૂલ નાખવા.
-
એક વાસણ માં પાણી મૂકી, કાંઠલો મૂકી , તેના પર સ્ટીલ ની થાળી તેલ ચોપડી ને મુકવી.
-
ખીરા માં સાજી ના ફૂલ નાખી એક બાજુ ખુબજ હલાવી થાળી માં રેડી દેવું. તેની ઉપર કપડું વીંટાળીને થાળી ઢાંકવી . જેથી વરાળ બહાર ના જાય. ઉપર ભાર મુકવો.૨૦ મિનીટ બાદ ચેક કરવું ખમણ ચડી ગયા હોય તો થાળી નીચે ઉતારી લો.
-
ખમણ ઠંડા થાય એટલે ચપ્પુથી ચોરસમાં કાપા પડી લો, હવે વઘાર માં તેલ,તલ, રાઈ, મૂકી લીલા મરચા ઉભા સમારી ને નાના ટુકડા કરીને નાખવા.૧,૧/૨ કપ પાણી રેડવું, ખાંડ નાખવી, કાજુ ના ટુકડા કરીને નાખવા,પાણી ઉકળવા દેવું.
-
હવે આ તૈયાર થયેલા વઘારને ખમણ પર રેડી ડો,
-
પછી તેની ઉપર કોથમીર અને કોપરાની છીણ ભભરાવવી.
-
તૈયાર છે ટેસ્ટી, ને સોફટ ખમણ.