સમજદારી , વિશ્વાસ અને લાગણીઓનો સુંદર તાલમેલ એટલે સુખી લગ્નજીવન.


શું છે આ લગ્નજીવન ? મારા મતે કહું તો , એકબીજામાં પરોવાઈને જીવવાની અને એકજ વ્યક્તિ ને જીવનભર ચાહતા રહેવું ને એ છે લગ્નજીવન . કેમ કે લગ્ન એ એવી પ્રથા છે કે જેમા તમને પ્રવેશ કરવા તમારી સાથે ઘણા બધા હશે પરંતુ એકબીજા ની જવાબદારી તો તમારે જ સંભાળવી પડશે , એમાં કોઈ મદદ કરવા નહિ આવે . માટે લગ્નજીવનમાં સૌથી વધુ અગત્ય નો માત્ર અને માત્ર જીવનસાથી  જ હોય છે કેમ કે એજ તો તમારો જીવનભર સાથ આપે છે. પણ ઘણીવાર જોવા મળે છે કે જેમ જેમ લગ્નજીવન આગળ વધતું જાય એમ એમ પરસ્પર નો પ્રેમ ઘટતો જાય છે , અંદરો અંદર મતભેદ , ઝઘડા થવા લાગે છે અને લગ્નજીવન ઝેર જેવું લાગવા લાગે છે , એક બોજ થઇ પડે છે . તો આવું શું કામ , આ એજ વ્યક્તિ છે જેને તમેં ખુબજ ચાહતા હતા એના વગર ઘડીએ પણ રહી નહોતા શકતા એ વ્યક્તિ સાથે આજે આટલું અજુગતું કેમ લાગવા લાગ્યું ? તો એનું કારણ છે કે લગ્ન પહેલા તમે જેટલા સ્વતંત્ર હતા તેટલા જ તમે આજે પોતાની જાતને બંધાયેલી સમજવા લાગ્યા છો .

તમે એવું સમજો છો કે લગ્ન થયા એટલી લાઈફ પતિ ગયી, એન્જોયમેંન્ટ જતું રહ્યું જીવનમાંથી . શું કામ ભાઈ , લાઈફ એન્જોય કરવાની થોડી કઈ તમને કોઈએ ના પાડી છે. હસબંડ હોય કે વાઈફ લગ્ન પછી પણ એ બંને ની પોતપોતાની થોડીઘણી પર્સનલ જીંદગી હોઈ શકે , આપણે જયારે લગ્નજીવનમાં પ્રેમ ના બદલે એકબીજા પર હક જમાવતા થઇ જઈએ છીએ ને એજ ઘડીએ આપણી વચ્ચે પ્રેમ ઓછો ને અધિકાર અને ઈગો ક્યાંક ને ક્યાંક વધતો જાય છે .

આજે આપણે જોઈએ તો પત્નીઓ લગ્ન પછી એવું ઈચ્છતી હોય છે કે એમનો પતિ બસ આખો દિવસ એમનો જ બની ને રહે ઓફિસે જાય તોપણ દિવસમાં પાંચ વાર તો એમને ફોન કરે , પણ બહેનો એ ઓફીસ કામ કરવા માટે જાય
છે કઈ ફરવા કે જલસા કરવા માટે તો જતો નથી અને ઓફીસ જતા પહેલા અને ઓફિસે થી આવીને એના વચ્ચે ના સમયગાળા માં તમારો પતિ ફક્ત તમારો જ છે , તો તમારે કોઈ જ પ્રકારે અસલામતી અનુભવવાની જરૂર જ નથી , ઓફીસ થીઆવીને તો તમારી સાથે સમય ગાળે જ છે , અને સ્વાભાવિક છે કે થાકી ને કંટાળીને કામ પરથી આવે તો કઈ તરત જ તમારી સાથે હાય હેલ્લો કરવા તો ન બેસી જાય , એને પણ થોડો સમય આપો ફેશ થવાનો ,અને ઘણી સ્ત્રીઓ સ્વભાવે ખુબજ શંકાશીલ હોય છે એવી બહેનો ને મારે એ કહેવું છે કે જેટલી શંકા કરશો એટલું તમારું લગ્નજીવન વધારે કડવું થતું જશે , કેમ કે પ્રેમ તો તમે કરો જ છો પણ વિશ્વાસ સાથેનો પ્રેમ જ ટકાવે છે લગ્નજીવન ને અને મજબૂત પણ બનાવે છે .

મારી એક મિત્ર મળી એકવાર મને ઘણા સમય પછી , એના લગ્ન થયા બાદ . અમે ઘણા સમય પછી મળ્યા હતા એથી ઘણી બધી વાતો પણ કરી અને વાત વાતમાંથી વાત નીકળી ને મેં પૂછ્યું કે અરે અંજલી , તારા વાળ તો ખુબજ સુંદર અને લાંબા હતા કેમ શોર્ટ કરાવી દીધા , જોકે આ પણ સારા જ લાગે છે , તો મને કહે કે મને પણ ક્યા ગમે છે આવા વાળા પણ જયેશ નોઈ ઓફીસ ની એની બધી કલીગ્સ ખુબજ હાઈફાઈ છે અને ઓલ્વેઝ શોર્ટ હેર અને જીન્સ માં જ ઓફીસ આવે છે , તો તું તો જાણે જ છે ને કે આ પુરુષો ને , લટ્ટુ થતા વાર નથી લાગતી . હું પણ આવી થોડી સ્ટાઈલીશ બનું તો જયેશ બીજી કોઈ સામું જોવે નહિ ને.

married life

મને ઘડીભર માટે તો એકદમ આશ્ચર્ય થયું કે આટલી બધી ઇન્સીક્યોરીટી હસબંડ ને લઈને . પછી થયું કે આમ જોવા જઈએ તો ઘણી સ્ત્રીઓ ની આવી મેન્ટાલીટી હોય છે , પણ શું ખરેખર આ યોગ્ય છે ? અરે એના ઓફીસ માં બીજી લેડીઝ ગમે તેવી રહે એનાથી આપણને શું, આપણે શું કામ કારણ વિના ની પોતાની લાઈફ સ્ટાઈલ બદલવી અને ખોટો સ્ટ્રેસ શા માટે ? તમે જેવા હતા એવાજ તમારા પતિ ને ગમતા હતા ત્યારે તો એ તમને પરણ્યા . અને એ એમની ઓફીસ છે , તો કામ ના સ્થળે એ કોઈ પણ બીજી સ્ત્રી સાથે થોડી ઘણી હસીને વાતચીત કરે તો એમાં આપણે આપણે ન્સીક્યોર શુઈ કામ ફિલ કરવું ? લગ્નજીવનમાં સૌથી અગત્યનો છે વિશ્વાસ અને એ દરેક જીવનસાથી ને એકબીજા પર હોવો જરૂરી છે , તોજીવન જીવવાની મજા આવશે એકબીજા જોડે .

તમે જો એવું ઈચ્છો છો કે તમારો પતિ બીજી કોઈ સ્ત્રી સામે જોવે સુદ્ધાં નહિ તો ઈમ્પોસીબલ છે , અને ભલે ને જુવે એમાં કઈ એ થોડો એનો થઇ જવાનો છે , પણ આપણે શું છે લેડીઝ ને કે આપણે તૈયાર પણ થઇ તો પોતાના માટે નહિ બીજાના માટે અથવા તો પતિ માટે ,એક કલાક તૈયાર થયા પછી પણ પતિ અથવા તો કોઈપણ જો કઈ કમેન્ટ ન કરે આપણી બ્યુટી ને લઈને તો જાણે કે બધું નકામું. શું કામ એવું ફિલ કરવાનું , શું આપણે આપણા માટે તૈયાર ન થઇ શકીએ , પોતાના માટે સુંદર ન લાગી શકીએ . દરરોજ પતિ આપણને જોઇને આપણા ચહેરા કે બ્યુટી વિશે કમેન્ટ કરે એ કઈ જરૂરી તો નથી જ . માટે ઓલ્વેઝ એવી ખોટી અપેક્ષાઓ ન રાખો. લગ્નના ૮ કે ૧૦ વર્ષ પછી તમારા પતિ તમારી એનીવર્સરી ભૂલી જતા હોય તો એમના થી રીસવાના બદલે શું તમે એમને યાદ કરાવી ન શકો કે વિશ ન કરી શકો કે આજે આપણી મેરેજ એનીવર્સરી છે , પણ જનરલી લેડીઝ શું કરશે? તો કે આખો દિવસ મોઢું ચડાવીને બેસી તો રહેશે જ અને સાંજે જયારે પતિ ઓફીસ થી આવે ત્યારે પણ એમને એનીવર્સરી વિશ તો નહિ જ કરે અને જાણે મોટી ભૂલ કરી બેઠા હોય એમ યાદ અપાવશે કે તમે ભૂલી ગયા ને આપણી એનીવર્સરી, ગીફ્ટ પણ ન લાવ્યા મારી માટે . અરે પણ એમાં શું થઇ ગયું , શું લગ્ન ના એટલા વરસે તમારા  માટે એમના પ્રેમ કરતા અગત્ય નું એ છે કે એ તારીખો યાદ રાખે અને ગીફ્ટ આપે તો જ એ તમને પ્રેમ કરતા હોય એવું સાબિત થાય .

બહેનો એનીવર્સરી કે બર્થડેટ ભલે ને ભૂલી જતા હોય પણ તમારી કેર કરવાનું નથી ભૂલતા જયારે તમે બીમાર હોવ છો , એમનો પ્રેમ તો એટલો પણ કદાચ તમારી અપેક્ષાઓ વધી ગઈ હોય એવું પણ હોય ને .

હવે વાત કરીએ પુરુષોની તો એકલી કઈ સ્ત્રીઓની જ તો જવાબદાર નથી ને લગ્નજીવન ને સુંદર રીતે નિભાવવાની , પુરુષોએ પણ એમાં સરખા સહભાગી થવું જરૂરી છે ને. તો જેન્ટ્સ નું શું હોય છે મોટે ભાગે કે એમની વાઇફ્સ મેરજ પછી બદલાઈ ગઈ છે , એમની પણ કમ્પ્લેન્ટસની તો લાંબી લાઈન જ હોય છે , તારી સાડી તો જો કેવી લાગે છે , તારા વાળ ઓળાવ્યા છે કે નહિ , તારો ચહેરો તો જો કેવો ફિક્કો પડી ગયો છે . આવું ઘણું બધું તો ઘણી લેડીઝ મેરેજ પછી સાંભળતી જ હશે પણ આવા પુરુષો ને ફક્ત એટલું જ કહેવાનું કે તમારી વાઈફ મેરેજ પહેલા ફક્ત તમારી પત્નિ હતી હવે તમારા ઘરે પરણીને આવ્યા બાદ એ કોઈની પુત્રવધુ , કોઈની ભાભી , કોઈની મમ્મી પણ છે તમારા સિવાય પણ ઘરના એવા બીજા ઘણા સભ્યો છે જેના માટે આખો દિવસ એ કાર્યશીલ રહેતી હોય છે , એવું નથી કે ફક્ત તમે જ બીઝી હોવ છો તમારા  કામોમાં . તમારી પત્ની ને પણ ઘરના સભ્યો અને બાળકોના કામો માંથી પોતાના માટે પોતાની જાતને સંવારવાનો ટાઈમ ન પણ મળતો હોય , એની સુંદરતા જ તો ફક્ત જવાબદાર ન હોવી જોઈએ ને એને પ્રેમ કરવા માટે .

અને ઘણા પતિઓ એ નથી જાણતા હોતા કે જેને તમે પરણીને લાવ્યા  એ પહેલા તો એ હસતી , રમતી , મોજ થી જીવતી અને બિન્દાસ બોલ્ડ ગર્લ જ હતી જેવી તમને ગમતી હતી , પરંતુ તમારા ઘરે આવ્યા બાદ એના વાણી, વર્તન ,હાસ્ય અને રહેણીકરણી બધા પર પાબંદી લાગી ગઈ કેમ કે હવે એક દીકરી મટીને વહુ બની ગયી, અને એ પછીએ એ જો પુરુષ એ સ્ત્રીને એમ કહે કે તું તો મેરજ પછી સાવ બદલાઈ ગયી છે તો એવા પુરુષોને મારે બસ એટલું જ કહેવું છે કે એ બદલાઈ તમારા પરિવાર , તમારા માતાપિતા માટે , શું જીવનને એ ઠરાવ એ બદલાવ એ તમારા માટે જ તો લાવી છે . તો એનું મહત્વ સમજો અને તમારા પ્રેમ માં ઓટ નહિ પણ ભરતી લાવો. જેમાં ભીંજાઈ તમારી જીવનસાથી અને તમારું લગ્નજીવન બંને ખુશખુશાલ થઇ જાય .

હા અને બીજી એક વાત જે પરણિત સ્ત્રી અને પુરુષ બંને ને લાગુ પડે છે એ છે કે લગ્ન થયા બાદ હમેશા એકબીજા પર અધિકાર જમાવ્યા અને પોતાની અપેક્ષાઓ ને એકબીજા પર લાદ્યા કરતા એક મેક ને સમજો અને ક્યારેક સંબંધો માં ઘનિષ્ટતા તો ક્યારેક સંબંધો માં સ્પેસ પણ જરૂરી છે માટે તમારા જીવનસાથી ને હમેશા પોતાની સાથે બાંધેલો ન રાખતા થોડી સ્પેસ પણ આપો કેમ કે દરેક સંબધમાં થોડી સ્પેસ હોવી જરૂરી છે કેમ કે વધુ પડતા વિક્ષેપ થી અને બંધનો થી ક્યારેક સંબધો ગૂંગળાઈ જતા હોય છે અને પરિણામે ઉદ્ભવે છે સંબંધોમાં કડવાશ અને ખટરાગ . માટે જ સુખી
લગ્નજીવન માટે પ્રેમ , વિશ્વાસ અને લાગણી અને સમજદારી આ બધા નો સુંદર તાલમેલ હોવ ખુબજ જરૂરી છે . માટે તમારા જીવનસાથી ને ફક્ત પ્રેમ જ નહિ સાથ , સહકાર અને વિશ્વાસ ની સાથે થોડી સ્વતંત્રતા પણ ચોક્કસ આપો જેનાથી એને લગ્નસંબધ એ જવાબદારી નહિ પણ લગ્નજીવન ની સુંદર ભેટ લાગે .

આ દરેક વાતો કઈ દરેક વ્યક્તિ ને લાગુ પડે એવું નથી માટે કોઈ એ બંદ બેસતી પાઘડી પહેરી લેવી નહિ, આ ફક્ત મારા વિચારો છે જે આપ સુધી પહોંચાડ્યા છે એનો અમલ કરવો ન કરવો એ દરેક નું પર્સનલ ડીસીઝન છે , ફ્રેન્ડસ જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે ચોક્કસ શેર કરજો અને અમને તમારા પ્રતીભાવો કમેન્ટ બોક્સ માં જણાવશો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here