શું આજની આ સ્ટ્રેસફૂલ લાઈફ માં તમે દિવસમાં એકવાર પણ ખુલીને હસી શકો છો ? આજે બહુ ઓછા લોકો એવા છે જે દિલ ખોલીને હસી શકે છે . આજના હાર્ડ એન્ડ ફાસ્ટ યુગમાં જ્યારે માનવી બધી બાજુથી કંઈક ને કંઈક
પરેશાનીઓ થી ઘેરાયેલો છે એવામાં હાસ્ય જ એક એવી દવા છે જે એને આ સ્ટ્રેસ અને બીજી બધી ઘણી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપી શકે છે. હાસ્ય એક એવી કસરત છે જે વ્યક્તિ ને તાણમુક્ત રાખે છે આ સિવાય બીજી અનેક સમસ્યાઓ પણ એવી છે જેનો ઉકેલ લાવી શકાય છે.

હસવાથી હૃદય , ફેફસા અને ગળા તેમજ અન્નનળી ની સંપૂર્ણ કસરત થાય છે. તેનાથી શરીરમાં રચનાત્મક વૃદ્ધિ થાય છે તેમજ માનસિક અને શારીરિક સમસ્યાઓ માં રાહત મળે છે. હસવાથી આપણી કાર્યક્ષમતા માં પણ વધારો થાય છે. ખરા અર્થમાં જોઈએ તો હસવું છે એ આપણને આપણી બધી તકલીફો ભુલાવી દે છે . આમ જોવા જઈએ તો હસવાની પ્રક્રિયા ની શરૂઆત તો આપણા જન્મથી જ શરુ થઇ જાય છે પરંતુ જેમ જેમ આપણે મોટા થઇ છીએ એમ હસવાનું ઓછુ અને સ્ટ્રેસ વધતો જાય છે . જીવનમાં દુઃખ તેમજ નવી નવી સમસ્યાઓ અને પરેશાનીઓ આવે છે, પરંતુ એનો સામનો સહજતા થી અને હસતા હસતા કરીએ તો એ પરીસ્થીઓ માંથી પણ બહાર નીકળી શકાય છે . આજે લોકો સ્ટ્રેસ દૂર કરવા સ્પેસીઅલી લાફીંગ ક્લબ જોઈન કરે છે તો કોઈ કોમેડી મૂવી કે સીરીયલ્સ જોવે છે . આ બધા રસ્તા છે અલગ અલગ હાસ્ય મેળવવાના . એ તમારી મેટર છે કે તમે હાસ્ય ક્યાંથી મેળવો છો પરંતુ વાત તો એટલી જ છે કે ગમે તે પ્રકારે બસ હસતા રહો અને ખુશ રહો.

આવો અહી જોઈએ હસવાના કેટલા ક બેનીફીટ્સ કદાચ એ જાણી તમને હસવાનું મન જ થઇ જાય .

* હસવાના માનસિક લાભ :


=> હસવું એ હૃદય અને આત્મા માટે એક અમૃત સમાન છે .

=> હાસ્ય મનમાંથી ક્રોધ , ઈર્ષા અને આત્મગ્લાની તેમજ અહંકારના ભાવને ઓછો કરે છે .

=> હસવાથી મન પ્રફ્ફુલિત રહે છે .

=> હસવાથી મનમાં સ્વસ્થ અને સકારાત્મક ભાવનાઓ જાગે છે.

=> હસવાથી આત્મવિશ્વાસ માં પણ વધારો થાય છે.

* હસવાના શારીરિક લાભ :

=> હસવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે .

=> હસતી વખતે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય છે જેથી આપણી પાચનક્રિયા માં પણ સુધારો થાય છે.

=> હસવાથી હૃદયરોગ તેમજ બ્લડપ્રેશર જેવી ગંભીર સમસ્યાઓ માં પણ ઘણા અંશે રાહત મળે છે .

=> હસવાથી શરીરની દરેક ઇન્દ્રિયો સુવ્યવસ્થિત રીતે કાર્ય કરે છે જેથી શારીરિક સ્વસ્થતા પણ સારી રહે છે . જેથી દરેકે દિવસમાં ઓછા માં ઓછું બે થી ત્રણ વાર ખુલ્લા દિલ થી હસવું જોઈએ.

કોઈએ કહ્યું છે ને હશે એનું ઘર વસે . તો હસો અને સ્વસ્થ રહો , ખુશ રહો તેમજ બીજાને પણ હસવો અને ખુશ રાખો. મિત્રો જો તમને અમારો આ આર્ટીકલ ગમ્યો હોય તો લાઈક અને કેમેન્ટ કરવાનું ભૂલશો નહિ અને તમારા મિત્રો સાથે
શેર પણ અવશ્ય કરજો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here