ફ્રેન્ડસ હવે થોડાક જ સમય માં નવરાત્રી શરુ થવા જઈ રહી છે તો એવામાં ગર્લ્સ અને લેડીઝ ખાસ કરીને ખૂબજ એક્સાઈટેડ હશે , નવરાત્રીમાં મસ્ત મસ્ત ચણિયા ચોળી પેહરીને ટીપટોપ થઈને ગરબા રમવા જવા માટે . પણ સાથે સાથે ઘરના બીજા કામ અને ફેમીલીના દરેક ની અલગ અલગ ડિમાન્ડ ને પણ લેડીઝે જ હેન્ડલ કરવાની હોય છે , અને હા સાથે સાથે આટલી વ્યસ્તતા અને થાક હોવા છતાં આપણી ગુજરાતી ગોરીઓ ગરબા તો રમવા જવાની જ. પણ ગર્લ્સ યુ ઓલ નો કે ગમે એટલા ટીપટોપ થઈએ પણ હેલ્થ ઇસ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ . હેલ્થ અને સ્કીન બંને રેડી હશે તો જ તો તૈયાર થવાનો કંઈક મિનીંગ રહેશે ને ?

         તો આજે સ્નેહરશ્મિ.કોમ ગર્લ્સ અને વૂમન્સ માટે કેટલીક એવી ટીપ્સ અહિયાં શેર કરે છે જે એમને નવરાત્રી માં હેલ્થ કેર અને બ્યુટી કેર માટે તો ઉપયોગી થશે જ સાથે સાથે હોમ કેર એટલે કે હોમ મેનજમેન્ટ ને પહોંચી વળવામાં ખુબજ ઉપયોગી થશે .

=>  ટીપ્સ ફોર ગર્લ્સ એન્ડ લડીઝ 


  •  નવરાત્રી નાં નવ દિવસના ઘરના બધા જ કામો નું પ્લાનિંગ અગાઉ જ કરી લેવું , જેવું કે બાળકો નો રોજ નો કોરો નાસ્તો બનાવી લેવો , જેથી તેઓ ગમે ત્યારે ભૂખ્યા થાય અને નાસ્તો માંગે ત્યારે ન તો તમારે કઈ બનવવા બેસવું પડે , ના તો નાસ્તા ના નામ પર એમને બહાર ને અનહેલ્ધી પડીકા પકડાવા પડે . આમ કરવાથી તમારી રોજની એક ઝંઝટ માંથી તમને શાંતિ મળશે .
  • લેડીઝ ને ગરબા રમવાનો શોખ ખૂબજ હોય છે , પરંતુ સાથે સાથે મોડા સુધી રાત્રે ગરબા રમ્યા બાદ બીજા દિવસે સવારે વહેલા ઉઠી ને પતિદેવ માટે ટીફીન પણ તૈયાર કરવાનું હોય એ બહુ અઘરું થઇ પડે છે નવરાત્રી માં . તો એવામાં લેડીઝ તમે બીજા દીવસે જે પણ ટીફીન માં બનાવવું હોય એનું આગલી રાત્રે થોડું પ્રેપરેશન કરી રાખો, જેવું કે શાક સુધારી રાખવું , લસણ ફોલવું , ચટણી હોય એ બધું તમે આગલા દિવસે સાંજે પ્રિપેર કરીને રાખી મૂકી શકો છો . જેથી તમે બીજા દિવસે નિયત સમય કરતા ૧૫ – ૨૦ મિનીટ મોડા ઉઠો તોપણ તમે પહોંચી વળશો .
  • આ સિવાય ઘરની વધારાની સાફ સફાઈ નવરાત્રી પહેલા પતાવી લો , જેથી તમે આખો દિવસ કામ માં જ રચ્યા પચ્યા ના રહો .
  •  નવરાત્રીની તૈયારી ઓ માટે જો તમે કોઈ ગરબા ક્લાસ જોઈન કર્યા હોય તો એનો સમય સાંજે ૪ , ૫ વાગ્યા આસપાસ નો રાખો જેથી તમને બપોરે થોડો આરામ મળી શકે અને તમે બપોરે થોડી ઊંઘ પણ લઇ શકો .
  • નવરાત્રી માં સ્પેશીયલ ગ્લો માટે લેડીઝ અલગ અલગ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતી હોય છે , એમાં ખાસ્સો એવો ખર્ચ પણ કરતી હોય છે , પરતું તમે ઈચ્છો તો ઘરે પણ ઘરેલુ નેચરલ પ્રોડક્સ વડે બ્યુટી ટ્રીટમેન્ટ કરી શકો છો .
  •  જેવી કે બપોરે ઘરના બધા કામ પતાવીને સુતા પહેલા થોડી વાર કોઈ રીયલ ફ્રુટ થી ફ્રુટ મસાજ કરીને ચહેરા ને થોડો ફેશ કરી લો . ત્યારબાદ મુલતાની માટી માં ગુલાબ જળ અને એક ચપટી હળદર મિક્સ કરીને ફેસપેક તૈયાર કરી ચહેરા પર લગાવો . સુકાયા બાદ ધોઈ લો . પછી જોવો ચહેરો કેવો ગ્લો કરે છે . આમ દરરોજ તમે અલગ અલગ ફ્રુટસ થી પણ મસાજ કરી શકો છો .ત્યારબાદ ટી બેગ્સ કે કાકડીના પતીકા આંખો પર મુકીને એકાદ બે કલાક ની મસ્ત ઊંઘ લઇ લો . જેથી તમારો થાક પણ ઉતરે અને ફરી પાછા રાત્રે ગરબા રમવા માટે ફ્રેશ પણ થઇ જાઓ .
  •  હવે રહી જમવાની વાત તો બહુ વધુ પડતો ભારે ખોરાક ના લેવો જોઈએ . દિવસ દરમ્યાન શાક-રોટલી અને દાળ ભાત , સલાડ અને છાશ અને રાત્રે શાક – રોટલી , ખીચડી જેવું હળવું ભોજન લેવું જોઈએ . રાત્રે ગરબા રમીને આવ્યા બાદ જો ભૂખ લાગે તો ઘરે બનાવેલો થોડો સૂકો નાસ્તો અથવા તો એકાદ ફ્રુટ ખાઈ શકાય .
  •  ગરબા રમતા રમતા વચ્ચે વચ્ચે જે બ્રેક લો એ દરમિયાન તમે લીંબુ શરબત પી શકો છો , જેનાથી તમારા શરીરની એનર્જી જળવાઈ રહે .
  •  અને અંતમાં તમે રાત્રે ગરબા રમીને આવો ત્યારે પગને એક ટબ ભરેલ હુંફાળા પાણીમાં થોડીવાર બોળી રાખો , જેનાથી તમારા પગનો થાક ઉતરી જશે અને એકદમ રિલેક્ષ ફિલ કરશો.

              તો ફ્રેન્ડસ આ ટીપ્સ જો ગમી હોય તો તમારા ફ્રેન્ડસ સાથે પણ અવશ્ય શેર કરશો અને આ ટીપ્સ ને ફોલોવ કરીને નવરાત્રી માં મન મુકીને એન્જોય કરજો .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here