આજકાલ સૌને બહારનું જમવાનું વધારે ગમે છે. હોટલ નું રેકડી કે લારીના નાસ્તા ની સુગંધ થી જ મોમાં પાણી આવી જાય છે. ઓછા માં ઓછું અઠવાડિયા માં એકવાર તો બધા બહારનું ખાતા જ હોય છે. ફાસ્ટફૂડ નો ચસ્કો એવો તો લાગ્યો છે બધાને કે ઘણીવાર આપણી નાની નાની બેદરકારી ને લીધે પણ આપણને ફૂડ પોઈઝનીંગ કે પેટની બીમારીઓ થાય છે .
ક્યારેક આપણને બહાર નું ખાવાનું મોંઘુ પડી જતું હોય છે , ખિસ્સા ની દ્રષ્ટીએ તો પડે જ છે પણ અહી હું વાત કરું છું સ્વાસ્થ્ય ની. બહાર ખાધા પછી ઘણીવાર ઉલટી, પેટમાં દુખાવો વગેરે પ્રોબ્લેમ્સ થાય છે જે ફૂડ પોઈઝનીંગ ની નિશાની છે.તો ચાલો જાણીએ એનાથી કેવી રીતે બચી શકાય.
-
આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો :
(૧) જમ્યા પહેલા હાથ જરૂર ધોવો :
જમવાનું ભલે ઘરનું હોય કે બહાર નું પણ હમેશા જમ્યા પહેલા હાથ ધોવાની આદત રાખવી જોઈએ. હાથ ધોયા વગર જમવાથી હાથ પર રહેલા બેક્ટેરિયા ભોજન સાથે આપણા પેટમાં જાય છે અને પછી થાય છે ઇન્ફેકશન જેનાથી પેટનો દુખાવો કે બીજી પણ ઘણી બીમારીઓ થઇ શકે છે . માટે કોઈ પણ પ્રકાર ના ઇન્ફેકશનથી બચવા માટે જમો ત્યારે સાબુ/હેન્ડવોશ અને ત્યારબાદ સ્વચ્છ પાણી થી હાથ ચોક્કસ ધોવો.
(૨) લારીવાળાઓ કે ફેરિયાઓ પાસેથી ખાવાનું ટાળો :
એમજ સમસ્તા ક્યાંક લટાર મારવા નીકળ્યા હોઈએ અને રસ્તા પર મસ્ત પાણીપૂરી કે સમોસાની સ્મેલ આવે કે તરત જ આપણું મન લલચાઈ જાય , અને આપણે એનો ટેસ્ટ કર્યા વગર કાંઈ રહેવાના. એવું નથી કે બહાર નું ખાવાનું ન જ ખાવું . પરંતુ રેકડી વાળાઓ ના નાસ્તા માં સ્વચ્છતા જાળવતા ન હોવાથી , અને એમની રેકડી ની આસપાસ રોડ પર ઉડતી ધૂળ-માટી ને લીધે એમનું ફૂડ હેલ્થ માટે નુકશાનકારક હોય છે . આ સિવાય તેમની લારી પર વપરાતા મસાલા , તેલ કે બીજા અન્ય ખાદ્ય પદાર્થો પણ સારી ગુણવતા વાળા હોતા નથી તેમજ એમના વાસનો પણ સરખી રીતે સાફ કરેલા હોતા નથી માટે લારીનું ફૂડ / નાસ્તો તમારા સ્વાસ્થ્ય ને નુકસાન કરી શકે છે . માટે બને તેટલું લારીવાળા ઓ પાસે થી ખાવાનું ટાળો.
(૩) હમેશા ગરમ અને તાજો ખોરાક ખાઓ :
આમ તો દરેકે પણ જેમને પેટની સમસ્યાઓ તેમજ બીજી હેલ્થ પ્રોબ્લેમ્સ રહેતી હોય એવી વ્યક્તિઓએ હમેશા તાજો તેમજ ગરમ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. નોર્મલી હોટલ્સ માં જોઈએ તો આટલા બધા કસ્ટમર ને પહોંચી વળવા તેઓ કઈ દરેક વખતે દરેક માટે ગરમ અને તાજું બનાવવા ન બેસે . એ તો એક વાર બની જાય અને કસ્ટમર ની રીકવારમેન્ટ મુજબ ગરમ કરી કરીને પીરસતા જાય . એમાં ખોરાક નું ગુણવતા તો ન જળવાય એ સ્વાભાવિક છે. માટે પેટ સબંધી રોગો થવા પણ સ્વાભાવિક જ છે. માટે બની શકે તો બહાર જમવાનું ટાળો કે પછી કોઈ સારી હોટેલ માં જમો જ્યાં ખોરાકની ગુણવતા ઉપર તેમજ હોટલ ની સ્વચ્છતા ઉપર પૂરતું ધ્યાન અપાતું હોય.
-
ફૂડ પોઈઝનીંગ થી બચવાના ઘરેલું ઉપાય :
-> ચોખાની કાંજી પીવાથી પણ પેટનો દુખાવામાં રાહત થાય છે .
-> જમ્યા બાદ ઉલટી થતી હોય કે પેટ ભારે લાગતું હોય તો અડધા ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવી , તેમાં સંચળ-મીઠું મિક્સ કરી પીવાથી રાહત થશે.
-> ફૂડ પોઈઝનીંગ ની પ્રોબ્લેમ્સ વાળાઓએ ખૂબ ધરાઈને/પેટ ભરીને ન ખાવું જોઈએ.
-> જમ્યા બાદ એક ગ્લાસ મોળી છાશ માં સિંધવ મીઠું અને જીરું નાખીને પીવાથી પણ પેટમાં રાહત રહે છે .