tasty healthy child foods gujarati

         મોટાભાગે મમ્મી ઓની એ ફરિયાદ હોય છે કે એમના બાળકો સરખું જમતા નથી અથવા બહુ નખરા કરે છે જમતી વખતે , તેમજ બહાર નું જંકફૂડ જ ખાવું તેમને ગમે છે . તો આજની મમ્મીઝ માટે લઈને આવ્યા છીએ એવી કેટલીક ટીપ્સ જેનાથી બાળકો ઘરનું ખાતા પણ થઇ જશે અને કોઈ જ બહાનાબાજી કર્યા વગર હોંશે હોંશે ઘરનું જમવાનું ખાશે . આમ જોવા જઈએ તો આપણે પણ રોજ રોજ એક સરખું ખાવાનું ખાઈને બોર થઇ જઈએ છીએ , તો આ તો બાળકો કેહવાય એમને તો રોજ નવું કંઇક જોઈએ. માટે તમે પણ જમવામાં કંઇક એવું નવું કરો જે હેલ્ધી પણ યુનિક પણ લાગે બાળકો ને , જો તેમને જોવું ગમશે તો ખાવું પણ ગમશે . માટે રોજબરોજ બનતા ફૂડ માં થોડો ચેન્જ લાવીને થોડું ડેકોરેટ કરીને બાળકો ને આપો તો એ જરુર થી હોંશે હોંશે ખાશે .

(૧) ભાખરી પિત્ઝા :

         ઘી નું મોં નાખી ને કડક ભાખરી બનાવો , હવે તેની પર બટર લગાવી ને ઉપરથી થોડો કેચપ લગાવો અને ઉપર કેપ્સીકમ , ડુંગળી અને ટામેટા ના નાના નાના પીસ મુકો .ત્યારબાદ ઉપર થી ચીઝ વડે સજાવીને પિત્ઝા જેવા પીસીસ કરીને બાળકો ને આપો , પછી જુવો કેવા ફટાફટ ખાઈ લે છે, આનાથી બાળકો ને કંઇક નવું પણ મળશે અને એમની હેલ્થ માટે પણ તમને કોઈ ટેન્શન નહિ રહે કેમ કે ભાખરી તો છે જ સાથે બટર , વેજીટેબલ્સ, ચીઝ બધું હેલ્ધી જ છે . સો આજે જ ટ્રાય કરો અને બાળકો ને આપો.

(૨) ટોમેટો સૂપ :

          હોમ મેડ સૂપ્સ બાળકો માટે ખુબજ હેલ્ધી ગણાય પરંતુ બાળકો એ પણ નથી લેતા , તો તમે ટામેટા ને બાફી ક્રશ કરી ઉકાળીને તેમાં મી પાઉડર ,મીઠું અને ચપટી ખાંડ નાખીને ઘરે જ સૂપ બનાવી ને બાળકો ને આપો, અને બાળકો માટે ટ્વીસ્ટ માટે કોઈ સારા ડીઝાઈનર બાઉલમાં કાઢીને ઉપરથી મેલ્ટેડ ચીઝ અથવા મલાઈ વડે સુંદર સજાવો પછી એમાં ફ્રાય બ્રેડક્યુબ અથવા ટોસ્ટ નાખીને તેમને આપો , તેઓ આપો આપ જ ચટ કરી જશે .

(૩) સ્ટફડ પરોઠા :

          મોટાભાગે મમ્મીઓ ની એ ફરિયાદ હોય છે કે બાળકો કોઈ લીલું શાકભાજી ખાતા નથી , અથવા સબ્જી રોતી નથી ખાતા , તો એવામાં તમે વેજીટેબલ્સ ને બોઈલ કરીને લોટ બાંધતી વખતે એમાં નાખીને અથવા તો લોટનો લૂઓ લઇ વણતી વખતે એમાં સ્ટફ કરી ને પરોઠા બનાવી બાળકો ને આપો, સાથે જામ કે કેચપ આપો . તો બાળકો ને શાક રોટલી જેવું પણ નહિ લાગે અને તમારું પણ કામ થઇ જશે .

(૪) ડ્રાયફ્રુટ હલવો :

       બાળકો ને ગળ્યું આમપણ પસંદ હોય છે એવામાં તમે સોજી નો શીરો જેને સૂજી નો હલવો પણ કેહવાય છે એને દૂધ નાખીને બનાવો પછી તેની ઉપર કતરેલી બદામ , કાજુ , પીસ્તા અને દ્રાક્ષ વડે સુંદર ગાર્નિસ કરી બાળકો ને આપો , જેથી તેમને ડ્રાયફ્રુટ્સ નું અને ઘી તેમજ દૂધ બંને નું પોષણ મળી રહે. અને એનાથી એમનું પેટ પણ ભરાઈ જશે.

(૫) મકાઈ :

        મકાઈ માંથી ફાઈબર પુષ્કળ પ્રમાણ માં મળી રહે છે , એટલે બાળકો જો બાફેલી કે શેકેલી મકાઈ નો ભુટ્ટો ના ખાતા હોય તૂ તેમને મકાઈ બાફી તેના દાણા કાઢી ગરમ ગરમ મકાઈ માં થોડું બટર મિક્સ કરી ઉપર લીંબુ અને થોડો મસાલો છાંટી ને આપો , આ ઉપરાંત તમે એની ઉપર થોડા લીલા ધાણા ભભરાવી ને આપો.

          આમ તમે વેજીટેબલ સેન્ડવીચ , વેજીટેબલ ખીચડી , પુલાવ અને ક્યારેક મેગીમાં પણ વેજીટેબલ્સ એડ કરીને દર વખતે થોડું ડીફરંટ પ્રેઝેન્ટ કરીને બાળકો ને આપી શકો છો, જેથી બાળકો ને દરરોજ કંઇક નવું લાગશે તો તેઓ નખરા કર્યા વગર ખાઈ લેશે .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here