કોઈ એ કહ્યું છે ને કે પુરુષો ને તેમનો પગાર અને સ્ત્રીઓ ને તેમની ઉમર ક્યારેય ન પૂછવી. ઇટ્સ હર્ટ ઓલ્વેઝ . ફ્રેન્ડસ જેન્ટ્સ ની વાત ફરી ક્યારેક પણ આજે આપણે વાત કરીશું ફક્ત સ્ત્રીઓ વિષે અને સ્ત્રીઓ માટે . દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય છે ,કે એ સદાય યુવાન જ રહે , એક્ચ્યુલી એ તો પોસિબલ નથી કેમ કે ઉમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓ પડે સ્કીન ડલ પડી જાય અને ચહેરો પણ એકદમ નિસ્તેજ લાગવા લાગે એ તો દરેક સાથે બને છે. ઓલ્વેજ કઈ નવયુવાન તો ન જ રહી શકાય ને. પરંતુ હા એ યુવાનીને થોડા સમયકાળ સુધી મેન્ટેઈન કરી શકો છો તમે.
અને એ પણ કેટલીક હેલ્ધી અને હોમમેડ વસ્તુ ના ઉપયોગ દ્વારા , કેટલીક ઘરેલું ટીપ્સ ને ફોલોવ કરીને તમે ૪૦ ની ઉમરે પણ ૨૮ ના દેખાઈ શકો છો . આઈ મીન ટુ સે કે તમારી વધતી જતી ઉમર ને છુપાવી શકો છો. તો આજે સ્નેહરશ્મિ.કોમ આપની માટે લઈને આવ્યું છે એવી જ કેટલી ઘરેલું અને હેલ્ધી ટીપ્સ .

(૧) તુલસીના પાન અને ફુદીનાના પણ ને સરખા ભાગે લઈને તેને ધોઈ લો , હવે તેની પેસ્ટ બનાવી લો . હવે આ પેસ્ટ માં બે ત્રણ ટીપાં લીંબુ નો રસ ઉમેરી ફરી મિક્સ કરી લો . હવે આ પેસ્ટ ને તમારા ચહેરા પર ફેસપેક ની જેમ લગાવી દો. ૩૦ મિનીટ પછી તમારો ચહેરો નવશેકા પાણીથી ધોઈ લો.

(૨) દૂધમાં હળદર અને ચંદન પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટ ને દરરોજ એક અઠવાડિયા સુધી તમારા ચહેરા પર લગાવો અડધો કલાક રાખી ને ચહેરો સ્વચ્છ પાણી થી સાફ કરી લો.

(૩) મૂળા , કાકડી અને ટામેટા નો રસ સરખા ભાગે લઈને તેમાં થોડું ગુલાબજળ ઉમેરો . ત્યારબાદ એક નાની ચમચી માખણ અને અડધી ચમચી હળદર લઇ એમાં આ રસ ઉમેરી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. ત્યારબાદ ૨૫ થી ૩૦ મિનીટ બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોઈ લો .

(૪) દરરોજ સવારે એક ગ્લાસ નવશેકા દૂધ માં એક ચમચી મધ નાખી ને પીવો.

(૫) એક ચમચી મધમાં એક ચમચી ચણા નો લોટ , બે ચપટી હળદર , ૬ થી ૭ ટીપા ઓલીવ ઓઈલ નાખી ને પેસ્ટ તૈયાર કરો .આ પેસ્ટ ને ચહેરા પર લગાવી ને ૨૦ મિનીટ બાદ ચહેરો ઠંડા પાણી થી ધોઈ લો .આવું દર અઠવાડિયે એકવાર કરો .ચહેરા પરની કરચલીઓ એકદમ ઓછી થઇ જશે .

(૬) ટામેટા ને કાપીને એના એક ભાગ પર ૩ થી ૪ ટીપા મધ અને થોડા ખાંડ ના દાણા ભભરાવી ને એ અડધા ટામેટા થી તમારા ચહેરા પર હળવા હાથે ગોળાકાર માં ૫ થી ૧૦ મિનીટ મસાજ કરો પછી ચહેરા ને એમ જ ૧૫ થી ૨૦ મિનીટ રહેવા દો , પછી ચહેરા ને ઠંડા પાણીથી ધોઈ લો.

ફ્રેન્ડસ આ ઘરેલું ટીપ્સ તમને ચોક્કસ થી હેલ્પફુલ થશે અને આના ઉપયોગ થી તમારો ચહેરો નીખરી ઉઠશે અને ફરી પાછા લાગશો પહેલા જેવા જ યુવાન અને તરોતાજા . પરંતુ હા જો કોઈને સ્કીન ને લગતી કોઈ પણ એલર્જી કે સમસ્યા હોય તો પ્લીઝ ડોક્ટર ની સલાહ વગર આ ઉપાયો અજમાવશો નહીં. જો તમને આ ટીપ્સ ગમે અને હેલ્પફુલ લાગે તો તમારા ફ્રેન્ડસ સાથે પણ શેર અવશ્ય કરજો.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here