સ્ત્રીઓ પોતાનાં સૌન્દર્ય ને લઈને ખુબજ સભાન હોય છે અને સૌન્દર્ય ના નીખાર અને જતન માટે એ બધાજ ઉપાયો કરે છે . આમ તો માર્કેટમાં સુંદરતા ને નિખારવા માટે ના ઘણા સૌન્દર્ય પ્રસાધનો મળી રહે છે પરંતુ નેચરલ પ્રોડક્ટ્સ ની તો વાત જ અલગ છે . કેમ કે નેચરલ પ્રોડક્ટ સ્કીન હાર્મફુલ નથી હોતા અને તે આર્ટીફીસીયલ બ્યુટી પ્રોડક્ટ કરતા સસ્તા અને સરળ પણ હોય છે . સ્ત્રીઓના ચહેરા ની ત્વચા ખૂબજ નાજુક હોય છે અને તેને કાળજી ની પણ વધુ જરૂર હોય છે નહીતો સમય જતા તે કરચલીઓ વાળી તેમજ નિસ્તેજ થઇ જાય છે.
આવામાં તમે ઘરગથ્થુ અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ફેસપેક તૈયાર કરી તમારા ચહેરાની સુંદરતા ની જાળવણી અને તેમાં અભિવૃદ્ધિ કરી શકો છો . તો આવો જોઈએ કેટલાક નેચરલ બ્યુટીકેર કેર ફેસપેક .
(૧) ઓઈલી સ્કીન માટે :
ઓઈલી સ્કીન વાળી યુવતીઓને ખીલ થવાની સમસ્યા બહુ રહેતી હોય છે. ઓઈલી સ્કીન ચિકાસ વાળી રહેતી હોવાથી તેના પર મેલ બાહુ ઝડપથી ચોંટી જતો હોય છે અને જેથી ખીલ થાય છે . ઓઈલી સ્કીન વાળા એ સ્કીન ને અને ખાસ કરીને ચહેરા ને સારા આયુર્વેદિક સાબુ અથવા ઓઈલ ફ્રી ફેશવોશ થી ધોવો જોઈએ . આ ઉપરાંત ખાસ પ્રકારના ક્લીન્જર થી પણ ચહેરો સાફ કરવો જોઈએ. અને બજાર માં મળતા ક્લીન્જર જો મોંઘા પડતા હોય તો લીંબુના રસમાં યોગ્ય પ્રમાણ માં સરકો મિક્સ કરીને એને કોટન પર લઈને દિવસમાં બે થી ત્રણ વાર ચહેરો સાફ કરો. સાથે સ્કીન એ ડ્રાય રાખતા ફેસપેક લગાડી સ્કીન ને ગ્લોઈંગ અને કૂલ રાખો.
* બદામ નો ફેસપેક :
ચારથી પાંચ બદામ લઈને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો , સવારે તેને એક ચમચી લીંબુના રસ સાથે પીસીને મિક્સ કરી ચહેરા પર લગાવો . પેક સુકાઈ જાય એટલે ચહેરો ઠંડા પાણી થી ધોઈ લો. આનાથી ચહેરો સુંદર અને સ્કીન સોફ્ટ બનશે .
* લીમડાનો ફેસપેક :
પાંચ છ લીમડા ના પાન ની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી ફુદીના ની પેસ્ટ મિક્સ કરો . હવે તેમાં થોડું ગુલાબજળ મિક્સ કરી ને ચહેરા પર લગાવો . સુકાય એટલે ચહેરો ધોઈ લો . આ પેક થી ખીલ થતા હશે એ ઓછા થશે અને ઓઈલી સ્કીન વાળા ઓ માટે પણ આ બેસ્ટ ફેસપેક છે.
* જવનો ફેસપેક :
બે ચમચી જવના લોટમાં એક ચમચો ટામેટા નો રસ તથા અડધી ચમચી ગુલાબજળ મિક્સ કરી ને પેસ્ટ બનાવો . આ પેક ને ચહેરા પર લગાવી ૨૦ મિનીટ રહેવા દો. ત્યારબાદ પહેલા હાથે થી રગડીને સાફ કરી લો ત્યારબાદ પાણીથી ચહેરો ધોઈ લો. આ પેક થી ચહેર નો વાન ગોરો થશે .
* બેસનનો ફેસપેક :
બે ચમચી ચણાના લોટમાં એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી દહીં ઉમેરી તેને મિક્સ કરી સ્મૂથ પેસ્ટ બનાવો. હવે આ ફેસપેક ને ચહેરા પર લગાવી સુકાય ત્યાં સુધી રહેવા દો. પછી નવશેકા પાણી થી ચહેરો ધોઈ લો.
(૨) ડ્રાય સ્કીન માટે :
દરેક સ્કીન વાળા ની અલગ અલગ સમસ્યા હોય છે . ડ્રાય સ્કીન વાળા ની સ્કીનમાં ભીનાશ ઓછી હોવાથી તેમની સ્કીન ડ્રાય થઇ જાય છે . આવી સ્કીન વાળા ઓએ દિવસ દરમ્યાન ઓછા માં ઓછું દસ ગ્લાસ પાણી પીવું જોઈએ . અને નીચે બતાવ્યા મુજબનાં ફેસપેક ચોક્કસ થી ટ્રાય કરવા જોઈએ.
* કેળાનો ફેસપેક :
એક પાકું કેળું લઇ તેનો છૂંદો કરી ચહેરા પર લગાવો , તેને ચહેરા પર ૩૦ મિનીટ સુધી રાખ્યા બાદ પહેંલા તો ટીસ્યુ પેપર થી ચહેરો સાફ કરો અને ત્યારબાદ પાણી થી ચહેરો ધોઈ લો.
* મુલતાની માટીનો ફેસપેક :
એક ચમચી મુલતાની માટી માં ૧ ચમચી મધ અને અડધી ચમચી ઓલીવ ઓઈલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી આ ફેસપેક ને ચહેરા પર લગાવી વીસ મિનીટ રાખ્યા બાદ ચહેરો પાણીથી ધોઈ લો.