હાઉસવાઈફનો બાયોડેટા

 

નામ : કોઈ પણ રાખો, શું ફરક પડે છે?
જન્મ : દિકરી તરીકે અણગમતો આવકાર
ઉંમર : ૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો.
સરનામું : – પહેલા પિતાનું ઘર
– હાલમાં પતિનું
– ભવિષ્યમાં દીકરાનું ઘર  કે કદાચ ઘરડાઘર
વિશેષતા : બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી
– મા ની દ્રષ્ટિએ નફકરી
– સાસુની દ્રષ્ટિએ દીકરાની
જિંદગી બગાડી
– વરની દ્રષ્ટિએ જૂનવાણી ને ફૂવડ
– મોટા થયેલા દિકરા/
દિકરીની દ્રષ્ટિએ : રહેવા દે તને કંઈ ખબર નહીં પડે
– પોતાની દ્રષ્ટિએ   : ખબર નથી
કાર્યાનુભવ :
– ઘરકામ….. ૩૦ વર્ષથી
– રસોડું….. ૩૦ વર્ષથી
– ઝાડુ પોતા….. ૩૦ વર્ષથી
– કપડા વાસણ….. ૩૦ વર્ષથી
ઘરના સભ્યો, સગા વ્હાલા અને મહેમાનોને સાચવવાના……૩૦ વર્ષથી
બાળકો : નંગ બે (તેમને જન્મ, ઉછેર, ભણતર, ગણતર વગેરે વગેરે)
જેમ કે……
દૂધ પાયું – ૧ વર્ષ
બાળોતિયાં બદલ્યાં – ૩ વર્ષ
ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, ભણતા શીખવ્યું, હોમવર્ક કરાવ્યું.
માંદગીમાં ને પરીક્ષા વખતે ઉજાગરા કર્યા વગેરે વગેરે……
જરૂરિયાત : બે ટાઈમ ખાવાનું,
-થોડા ઘણા કપડા,
-વાર – તહેવારે ને પ્રસંગે થોડા
કપડા – દાગીના કુટુંબનું સારું લાગે એટલા માટે.
અપેક્ષા : બસ પરિવાર અને પતિનો પ્રેમ
વળતર : કંઈ નહીં..
આવક : કંઈ નહીં..
બચત  : કંઈ નહીં..
પૈસાની જરૂરિયાત માટે : પતિ કે દિકરાની પાસે માંગવાના અને એ પણ વિગતવાર જરૂરિયાત શી છે એ સમજાવવું જરૂરી. પછી પણ એ લોકોનો મૂડ હોય તો મળે અને સાથે બહુ બધી શિખામણો સાથે કે તારે શી જરૂર છે વગેરે વગેરે.
પોતાની મુશ્કેલીઓ : કહેવાની મનાઈ. કહો તો કોઈ સાંભળે નહીં કે પછી સાંભળીને ભૂલી જાય.
ઘર કુટુંબમાં કદર : કંઈ નહીં.. એમાં શું ? એ તો એણે કરવાનું જ હોયને એવી બધાની માન્યતા અને કૉમેન્ટ્સ.
એમ છતાં કાયમ ફરજીયાત હસતા તો રહેવાનું જ કારણ ઘર અને કુટુંબનું સારૂ દેખાડવા અને લોકો અભિમાની ન ગણે તે માટે.
             આ બાયોડેટા ફક્ત હાઉસવાઈફ એટલે કે એક ગૃહિણી જ સમજી શકશે . જો તમે પણ એક છો અને આ બાયોડેટા તમને ક્યાય પણ તમારા રીલેટેડ લાગ્યો હોય તો ચોક્કસથી અમને તમારા પ્રતિભાવો મોકલશો .

        એક ગૃહિણીએ પોતેજ સ્વીકારેલા આ બાયોડેટા ને બદલવા નું ફક્ત સ્ત્રીના પોતાના હાથમાં જ છે. કે એણે એનો બાયોડેટા કેવો બનાવવો કે સમાજ સામે કેવી છાપ ઉભી કરવી.સ્ત્રી કોઈ બિચારી કે બાપડી નથી , આજની સ્ત્રી આધુનિક છે અને એ પોતાની રીતે ઘર અને ઓફીસ બંને ની જવાબદારી નિભાવવા સક્ષમ છે.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here