મેનેજમેન્ટ ના અલગ અલગ પાસાઓ મુખ્યત્વે દરેક ઘરમાં જોવા મળતા જ હોય છે. નાની મોટી દરેક વસ્તુ ની કિમંત અને ઉપયોગ વિશેના ખર્ચનું મેનેજમેન્ટ , જરૂરિયાત મુજબની જ વસ્તુની ખરીદી અને સંગ્રહ એટલે ઈન્વેટરી કંટ્રોલ.


હવે આપની મમ્મીને જ લઇ લો ને , ઘરના સભ્યો ના ટાઈમ ટેબલ એને મોઢે જ હોય – જેમ કે પપ્પા ને ઓફીસ કેટલા વાગે જવાનું છે અને ચિન્ટુ ની સ્કૂલ ની વાન કેટલા વાગે આવશે .એ બંને ના ટીફીન તૈયાર કરીને પાપા ને ઓફીસ ની બેગ અને ચિન્ટુ ની સ્કૂલ ની બેગ પણ મમ્મી જ રેડી કરી આપે છે , તો આ છે ટાઈમ મેનેજમેન્ટ. એક ગૃહિણી ઘરની નબળાઈઓ ઢાંકી ને બહાર ની દરેક વ્યક્તિ સમક્ષ હંમેશા ઘરની સારી છાપ ઉભી કરે છે, આ છે માર્કેટિંગ મેનેજમેન્ટ.

એક સ્ત્રી ભલે ભણેલી હોય કે ન હોય પરંતુ ઘર કેવી રીતે ચલાવવું એ એને ક્યારેય શીખવવું નથી પડતું. સ્ત્રીની સામે ઘરના દરેક સભ્યો ની ડિમાન્ડ નું લાંબુ લીસ્ટ હમેશા હોય છે. સામે એ પોતાની ઈચ્છાઓ અને અપેક્ષા ઓની પરવા કર્યા વિના આખો દિવસ ઘરના બધા ને ખુશ રાખવામાં લાગી રહે છે. એક ગૃહિણી ની સવાર સૌથી પહેલી અને રાત સૌથી છેલ્લી પડે છે . એ આર્થિક રીતે પગભર ન હોય , તેમ છતાય એને ક્યારેય ઘરની આર્થિક વ્યવસ્થા સંભાળવામાં મુશ્કેલી નથી થતી. ઘરનો વહીવટ કેવી રીતે ચલાવવો એ મેનેજમેન્ટ નો પાઠ લગભગ દરેક સ્ત્રીને ગળથૂથી માં એની માં પાસેથી મળતો જ આવ્યો છે. ઘરની અર્થવ્યવસ્થા હોય કે કામ વ્યવસ્થા એક ગૃહિણી તેને બખૂબી સંભાળતી આવી છે. ભલે એ વાત અલગ છે કે એને કદીયે એ વાત નું કોઈ ક્રેડીટ માંગ્યું નથી. કે આપણા સમાજે એને આપ્યું પણ નથી. પણ સાચું કહું તો એક ગૃહિણી કોઈ પણ જાતના ક્રેડીટ ની અપેક્ષા વગર માત્ર અને માત્ર પોતાના પરિવાર ની ખુશીઓ માટે આ બધું કરતી હોય છે.

હાલ આપણા સમાજ માં સ્ત્રીઓ ના પણ બે ભાગ પડી ગયા છે. એક ઘરમાં રહીને ઘરકામ કરતી હાઉસ વાઈફ અને બીજી બહાર કામ કરીને પૈસા કમાતી વર્કિંગ વુમન . આમ જોવા જઈએ તો કામ તો આ બંને જ કરે છે . હાઉસ વાઈફ ખાલી પૈસા કમાવા નથી જતી એટલું જ બાકી એ ઘરમાં એનાથી ડબલ કામ કરે છે . પણ અફસોસ એ કોઈને દેખાતું નથી . એક સ્ત્રી ખાલી ભણેલી હોય તોજ એ એ પોતાના પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થઇ શકે એવું જ નથી હોતું. આજે પણ એવી કેટલીય મહિલાઓ ઉદાહરણ તરીકે છે જેઓ ભણેલી ન હોવા છતાં ભરતકામ તેમજ ખેતીવાડી જેવા કામ કરીને પોતાના પતિને તેમજ પરિવારને ઘરમાં આર્થિક રૂપે મદદ રૂપ થતી આવી છે .

તો મિત્રો સ્ત્રીને એમ જ ” ઘરનું ઢાંકણ નાર ” નથી કહી . એક સાચી ગૃહલક્ષ્મી ને ઘર ચલવાતા કે વ્યવહારો કરતા શીખવવું ન પડે . એ ગુણો તો એની નસ નસમાં લોહી સ્વરૂપે જ રહેલા હોય છે. માટે જ તો ૨૨ મી એપ્રિલે ” સિવિલ સેવા દિન ” નિમિતે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ સિવિલ સેવામાં કાર્યરત અધિકારી નું સન્માન કરતા કહ્યું હતું કે દેશની બાગડોર જેના હાથમાં છે એવા સરકારી ઉચ્ચ અધિકારીને વહીવટી કુશળતા ગૃહિણીઓ જોડે શીખવી જોઈએ. આનથી મોટું બીજું કયું સન્માન હોય એક સ્ત્રી માટે.

સ્ત્રીઓ ખરેખર સાચા અર્થમાં પોતાનામાં જ એક મેનેજમેન્ટ સ્કૂલ જેવી હોય છે . જે પોતાના ઘરનું અર્થવ્યવસ્થા હોય કે સંતુલન ક્યારેય ખોરવાવા દેતી નથી.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here