અત્યારના પેરન્ટ્સ એક થી વધારે બાળકો ઇચ્છતા હોતા નથી. તેમનું માનવું હોય છે કે એક બાળક હોય તો એનો ઉછેર સારી રીતે થઈ શકે છે.પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એક નું એક બાળક હોય એવા માતાપિતા ના વધુ પડતા લાડકોડ ને લીધે બાળક જિદ્દી બની જતું હોય છે તેમજ માતા પિતા ને પણ ઘણી પરેશાની માંથી પસાર થવું પડતું હોય છે.
પેરેન્ટ્સ ના સિંગલ ચાઈલ્ડ ના નિર્ણય માટે એક કારણ અત્યારની વધતી જતી મોંઘવારી અને મોંઘુ ભણતર પણ છે. પેરેન્ટ્સ એવું માને છે કે આટલી મોંઘવારી માં એકથી વધારે બાળકો હોય તો એમનો ઉછેર યોગ્ય રીતે કરવો ખુબજ મુશ્કેલ છે.

◆ એકનું એક બાળક હોવાથી શુ નુકશાન થઇ શકે છે :


૧) સિંગલ ચાઈલ્ડ શેરિંગ કારવાનું નથી શીખી શકતા :

બે કે ત્રણ બાળકો હોય એવા ફેમીલી માં બાળકો એકબીજા સાથે રમે છે, વસ્તુની આપ લે કરે છે , રમકડા અને ખાવાની વસ્તુ એકબીજા સાથે વહેંચે છે એટલે શેરિંગ ના ગુણો આ રીતે એમના માં વિકસે છે અને એ બહારની દુનિયા માં સારી રીતે એડજસ્ત5 થઈ જાય છે . બધા સાથે સારી રીતે ભળી જાય છે.જ્યારે સિંગલ ચાઇલ્ડ એટલે એકલું બાળક આ બધું બરાબર શીખી શકતું નથી . જેથી એ બહાર બધા સાથે સારી રીતે ભળી શકતું નથી અને એકલું એકલું રહેવુ જ એને વધુ ગમતું હોય છે.

૨) ગેજેટ્સ ની લત :

એકલા બાળકો એકલા એકલા કંટાળી ન જાય એ માટે પેરેન્ટ્સ તેમને મોંઘા મોંઘા રમકડા તેંમજ ગેજેટ્સ લઇ આપતા હોય છે. જેથી બાળકો આખો દિવસ એની સાથે રમ્યા કરે અને બોર ન થઈ જાય. પરિણામે આવા બાળકો આ ગેજેટ્સ ના આદિ થઈ જાય છે. તેમજ આખો દિવસ વિડિઓ ગેમ્સ અને લેપટોપ કે મોબાઈલ પાછળ બરબાદ કરે છે .જેથી તેમનો યોગ્ય ભાવનાત્મક અને માનસિક વિકાસ થઇ શકતો નથી.

૩) બાળકો અળગા રહેવા લાગે છે :

નાનપણ થી એકલું મોટું થયું હોવાથી આવું બાળક મોટું થઈ ને પણ એકલું જ રહેવા નું પસંદ કરે છે. આવા બાળકના કોઈ ખાસ વધારે મિત્રો હોતા નથી. એકલા રહેલા હોવાથી આ બાળકો અંતર્મુખી બની જાય છે તેમજ સમાજમાં બધા સાથે સારી રીતે ભળી શકતા નથી. તેમજ મનની વાત કોઈની આગળ કરી પણ શકતા નથી.

 

સિંગલ ચાઈલ્ડ ને કેવી રીતે સંભાળશો :


• પોતાનું બાળક બધાને વ્હાલુ જ હોય છે પણ એનો મતલબ એતો નથી ને કે એની બધી જીદ માની લેવાની. બાળક ને એજ ચીજ લાવી આપો જે એને માટે જરૂરી હોય. એની બિનજરૂરી માંગણી ક્યારેય પૂરી ન કરો.નહીંતર એ વધારે બગડતું જશે.
• ‎જ્યારે પણ બાળક એકલું એકલું બોર થતું હોય ત્યારે એને રમકડાં આપીને ફોસલાવી ન દો. તમે પોતે પણ એની સાથે રમો , સમય પસાર કરો.
• તમને જ્યારે પણ ફુરસદ મળે બાળક ને તમારી સગા સંબંધીઓ ના ઘરે લઈ જાઓ. ત્યાં તમારા બાળક નવા બીજા બાળકો ની કંપની મળી રહેશે. જેથી એ ખુશ પણ થશે અને બધા જોડે ભળતા પણ શીખશે.
• ‎આ સિવાય બાળકો એ ગેમ્સ અને ઈન્ટરનેટ થી કનેક્ટ કરવાના બદલે તેમને બહાર પાર્ક માં રમવા લઇ જાઓ અને સમાજના વિવિધ કાર્યક્રમો તેમજ પ્રસંગો માં પણ સાથે રાખો. જેથી એ થોડા સામાજિક વાતાવરણ માં પણ ભળે.

 

તો પેરેન્ટ્સ ! જો તમને આ પોસ્ટ ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે ચોક્ક્સ શેર કરજો અને તમારા પ્રતિભાવો ચોક્કસ અમને કમેન્ટ્સ દ્વારા જણાવશો.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here