પ્રેમ લગ્ન આ શબ્દ સાંભળતા જ પહેલો મનમાં વિચાર આવે એ છે પરિવાર , સમાજ અને માતા પિતા નો વિરોધ . અત્યારના જમાના માં પ્રેમલગ્ન સામાન્ય થતા જાય છે .એવું નથી કે લવ મેરેજ કે પ્રેમ લગ્ન એ બાબત ખરાબ કહેવાય . અથવા તો પ્રેમ લગ્ન એટલે પરિવાર કે માતા પિતા અને સમાજ ની વિરુદ્ધ જઈને જ થાય. પ્રેમ લગ્ન નો સાચો અર્થ તો એવો કહેવાય કે પહેલા પ્રેમ થાય અને પછી તમારી એજ મનગમતી વ્યક્તિ જેનાથી તમને પ્રેમ હોય એની સાથે જ લગ્ન કરવા . પણ આજે તો પ્રેમ લગ્ન એટલે કોલેજીયન્સ અને પ્રેમી પંખીડાઓ માટે એક જૂનૂન અને ઈગો ની બાબત થઇ ગયી છે .

આજકાલ ના સ્કૂલ કે કોલેજમાં ભણતા છોકરાઓ ને ભણતા ભણતા કોઈ છોકરી કે છોકરો ગમી જાય કે થોડું ઘણું એટ્રેકશન થઇ જાય કે જોયા ને સમજ્યા વગર સમજી લે કે પ્રેમ થઈ ગયો દોસ્ત આપણને તો .એ પ્રેમ પણ પાછો કોઈજ જાતની ગેરેંટી કે વોરંટી વાળો ન હોય. ગમે ત્યારે એકબીજા ને છોડી દેવાના રીસ્ક વાળો જ હોય . પ્રેમ કરવો એ કઈ ખોટી કે ખરાબ વસ્તુ નથી પરંતુ પ્રેમ થયા બાદ જીવનમાં આવતા ચેન્જીસ જેને આપને કેવી રીતે લઈએ છીએ એના ઉપર ડીપેન્ડ છે આપણી આગળની લાઈફ. પહેલા ના જમાના માં માતા પિતા નક્કી કરે એ છોકરા કે છોકરી જોડે લગ્ન કરવા કોઈપણ જાતના પ્રશ્ન કે આનાકાની વગર લગ્ન કરવા યુવક કે યુવતી ઓ તૈયાર થઇ જતા. જયારે આજે પરિસ્થિતિ સાવ વિપરીત છે . માતા પિતા તેમના સંતાનો માટે છોકરી કે છોકરો શોધે એ પહેલા જ સંતાનો જાતે જ પોતાના માટે પાત્ર શોધી લે છે .

આજના સંતાનો નો સૌથી મોટો ડાયલોગ , મમ્મી તને નહિ સમજાય , કે પપ્પા તમને નહિ સમજાય . આ અમારી લાઈફ છે અમને અમારી રીતે જીવવા દો. આટલું બોલીને છૂટી જતા સંતાનો ને એ વાત નો ખ્યાલ સુદ્ધાં પણ નથી હોતો કે તેમના આ શબ્દો ની તેમના માતા પિતા પર શું અસર થતી હશે. મમ્મી પપ્પા સામે આટલા બિન્દાસ બોલતા દીકરા કે દીકરીઓને એ ખ્યાલ કદાચ નહિ હોય કે આ એ માં બાપ છે જે તમને તમે બોલતા પણ નહોતા શીખ્યા ત્યારથી સમજે છે અને આજ સુધી સમજતા આવ્યા છે . એવું નથી કે તમારી સિચુએશન એ નથી સમજતા , પરંતુ તમારો નિર્ણય સાચો છે કે ખોટો એ એમની અનુભવની અણી પર એ ચકાસવા માંગે છે . અને એમાં ખોટું પણ શું છે કેમ કે ભવિષ્ય માં તેમના સંતાનો ને કોઈ જ પ્રકારનું દુખ કે તકલીફ ન પડે એના માટે જ તેઓ આટલા સખ્ત બનીને રહેતા હોય છે . તેઓ તમને પનીશ નહિ પણ તમને પ્રોટેકટ કરવા ઈચ્છતા હોય છે.

પ્રેમલગ્ન નું વધતું જતું પ્રમાણ એની પાછળ જવાબદાર તમે કોને ગણો છો , છોકરી કે છોકરો , માતા પિતા કે પછી સમાજ ? સાચું કહું તો આમાંથી કોઈ જ સીધી અને દેખીતી રીતે જવાબદાર નથી . જવાબદાર છે તો અત્યાર નો આધુનિક અને હાઈફાઈ યુગ , અને આ યુગમાં હાઈફાઈ થતા થતા પોતાના માતા પિતા એ આપેલી સમજદારી ની ભૂલીને ભૂલો કરતા આજનાં બાળકો તેમજ સંતાનો સાથે હમેશા સખ્તાઈ થી વર્તન કરતા અને વાતે વાતે વડીલપણું બતાવતા વડીલો , તેમજ ઘણા અંશે ટેલીવિઝન પણ . ટેલીવિઝન ના માધ્યમ થી જેમ સારી બાબતો શીખી શકાય તેમ અમુક નરવા પાસા પણ છે જે આજની પેઢી માટે નુકસાનકારક છે . જો બાળકો માતા પિતા સાથે ઉદ્ધતાઈ થી વર્તન કરે છે તો બાળકો પણ દોષી છે અને એજ વડીલો કોઈપણ બાબત તેમના સંતાનો ને પ્રેમ થી સમજાવા ની જગ્યાએ હમેશા ગુસ્સા થી અને ધમકાવી ને જ સજાવતા હોય તો એવા વડીલો પણ એટલા જ દોષી હોય છે બાળકોના બગડવા પાછળ .

જે ઘરોમાં માતા પિતા અને બાળકો વચ્ચે નું બોન્ડીંગ સારું એવું હોય છે તેમજ માતા પિતા નું બાળકો સાથે નું વર્તન ફ્રેન્ડલી પણ મર્યાદા માં હોય છે . એવા ઘરોમાં બાળકો કોઈપણ મહત્વ નો નિર્ણય લેતા પહેલા એકવાર માતાપિતા સાથે ચર્ચા વિચારણા અવશ્ય કરે છે અને જો એનો નિર્ણય યોગ્ય લાગે તો માતા પિતા એને સપોર્ટ પણ કરે છે , પરંતુ જે ઘરોમાં માતાપિતા ના પ્રેમ કરતા તેમના ગુસ્સા નો હાઉ વધારે હોય એ ઘરોમાં સંતાનો પૂછ્યા પહેલા એ વાત જાણતા જ હોય છે કે એમના કોઈપણ કાર્યમાં જોયા કે સમજ્યા વગર એમના માતાપિતા ની નાં જ હશે . માટે તેઓ જાતે જ પ્રેમલગ્ન નું પગલું ભરી લેતા હોય છે.

હવે સ્પેસિફિક છોકરીઓ ની વાત કરીએ તો આજની છોકરીઓ એડ્જ્યુંકેટેડ હોવાથી પોતાની રીતે નિર્ણય લેતી સ્વતંત્ર વિચારો ધરાવતી થઇ છીએ , અને

એ ક્યાક ને ક્યાંક છોકરીઓ બચપણ થી પોતાની માં ની અંદર પોતાની જાતને જોતી આવતી હોય છે , પરંતુ આજની દીકરીઓ ને એ સ્વીકાર્ય નથી કે માં ની જેમ એમની પણ આખી જીંદગી ખાલી ઘર અને પતિ પાછળ જતી રહે , આખો વખત ઘરના કામ અને પતિની જોહુકમી એટલે અરેંજ મેરેજ એવું આજકાલ ની દીકરીઓ સમજે છે , લવમેરેજ કરનારી દીકરીઓ ને તમે પૂછશો તો કહેશે કે મમ્મી એ તો એની આખી જીંદગી ઢસરડા કરીને કાઢી પણ મારે મારી લાઈફ કોઈપણ જાતના પ્રેશર કે જવાબદારી ઓ નીચે દબાઈ ને નથી જીવવી . હું તો બિન્દાસ રહેવા માંગું છું . એજ દીકરીઓ જયારે માતા પિતાની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરે છે ત્યારે શરૂઆત માં તો એમની ખુશીઓ સમાતી પણ નથી પરંતુ સમય જતા ડગલે ને પગલે જવાબદારી અને પડકારો આવે એટલે એમના આંસુ પણ સમતા નથી હોતા.

એવું નથી કે પ્રેમ લગ્ન ખરાબ કે હું પર્સનલી એના કઈ વિરોધ માં છું . પરંતુ હા જો યોગ્ય ઉમરે અને યોગ્ય પાત્ર સાથે અને માતાપિતા ની સંડીસીજન કોઈપણ આવેગ કે અટ્રેકશન માં આવીને લેવા નું ડીસીજન નથી . એ તો એક સમજદારી પૂર્વક અને મેચ્યોરીટી સાથે લેવામાં આવેલું ડીસીજન હોવું જોઈએ જેમાં લગ્ન પછી જીવનમાં આવનારા દરેક ચેન્જીસ માટે મેન્ટલીઅને ફિઝીકલી રેડી હોવું જરૂરી છે .

મતિ થીં કરવામાં આવે તો પ્રેમલગ્ન પણ સ્વીકાર્ય થાય. નહીતો પછી છોકરા કે છોકરી જાતેજ કોઈ નમૂનો શોધી લે ના કોઈ એના માં ગુણ હોય હોય ના લાયકાત કે ના પરિવાર ના કોઈ ઠેકાણા એવા પાછળ જો પોતાનું સંતાન ગાંડું થાય તો કયા માં બાપ વિરોધ ન કરે . અને જો તમને તમારા લાયક કે તમારી અપેક્ષા ઓ મુજબ નું પાત્ર ન મળે તો તમે મા બાપ ને કન્વીન્સ કરી બીજી કોઈપણ જ્ઞાતી ના તમને મનગમતા પાત્ર સાથે લગ્ન કરી શકો છો . મારું કહેવું બસ એટલું જ છે કે લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ એ જો યોગ્ય ઉમરે અને યોગ્ય પાત્ર સાથે થાય તો એ તમારા હિત માં હશે. લગ્ન નું

બાકી અંત માં તો બસ એટલું જ કહીશ કે ફ્રેન્ડસ , લવ મેરેજ કરો એનો વાંધો નહિ પણ હા જો એમાં તમારા માતા પિતા ના દિલ ને ઠેસ ના પહોંચે અને એમના અરમાનો ને કચડીને તમારું જીવન સુખી બનાવવા નો પ્રયાસ ક્યારેય ન કરતા . કેમ કે તમારો એ બે ચાર દિવસ નો કે બે ચાર વરસનો પ્રેમ તમારા માતા પિતા ના વરસો વરસ ના પ્રેમ કરતા અધિક નહિ હોય. માટે પ્રેમ કરવા ની ના માંથી પણ પ્રેમલગ્ન કરતા પહેલા અને એ પણ માતા પિતા ની જાણ બહાર કે મરજી વિરુધ કરતા પહેલા એકવાર એમણે લડાવેલા લાડ ને ચોક્કસ યાદ કરજો . પછી નો નિર્ણય તમારો હશે.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

1 COMMENT

  1. વાત સાચી પણ જો ખરેખર પ્રેમ હોય્.. કોઇ afection ના હોય​. . અને તમારા ઘર મા થી ના પાડે.. એ પણ માત્ર એટલે કે ..
    Cast અલગ હોય​.. સમાજ મા શુ કહેશે લોકો.. એવી વાત​. આઈ ને ઉભી રે ત્યારે? ત્યારે પણ .. પછી arange marrige કરી લેવા ના? કારણ કે તમે તમારા પરિવાર ને વધારે મહત્વ આપો છો તમારા પ્રેમ કરતા. !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here