કરીએ મળીને આજ સૌ પોકાર,
સંભાળજે નાદ અમારો ઓ નિરાકાર.
ધરતી ના સૌ છોરું અમે,
છીએ તારા રે બાળ.
ધીરજ ખૂટી છે હવે,
થયા છીએ લાચાર.
ખેતર ખેડીએ ને કરીએ,
વાવણી ની તો વણઝાર.
પણ વરસે ના મેહુલીયો,
તો વરસે આંખડીઓ ચોધાર.
કરો હવે તો કરુણાનિધાન ,
પાંપણ નો પલકાર ,
વરસાવી નીર ને બુઝાવો,
ધરતી નો તલસાટ.
સાંભળીને નાદ અમારો,
ના કરતા જરીયે વાર.
કેમકે, હે પ્રભુ તું જ તો છે,
નોંધારા નો આધાર.