ખીચડો ( 5 વ્યક્તિ માટે )
સામગ્રી :-
-
400 ગ્રામ છડેલા ઘઉં
-
150 ગ્રામ તુવેર ની દાળ
-
૩૦ ગ્રામ ખારેક
-
૩૦ ગ્રામ સીંગ દાણા
-
૩૦ ગ્રામ કોપરું
-
7 – 8 નંગ કાજુ
-
50 ગ્રામ વાલ ના દાણા
-
50 ગ્રામ તુવેર ના લીલવા
-
50 ગ્રામ વટાણા
-
ચપટી સાજી ના ફૂલ
-
1 ½ ટેબલ સ્પૂન દ્રાક્ષ
-
તજ લવિંગ પ્રમાણસર
-
ગોળ અને ખાંડ પ્રમાણસર
-
ઘી પ્રમાણસર
-
8 – 10 બદામ
-
½ નંગ જાયફળ
-
1 ટી સ્પૂન ઈલાયચી નો ભુક્કો
-
ચપટી કેસર
-
2 ટેબલ સ્પૂન વાટેલા આદું મરચા
-
તેલ પ્રમાણસર
-
4 – 5 આખા મરચા
-
½ ટી. સ્પૂન રાઈ
-
1 ટેબલ સ્પૂન મરચું
-
½ ટી સ્પૂન હળદર
-
¼ ટી સ્પૂન હિંગ
-
¼ ટી સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
-
મીઠું પ્રમાણસર
રીત :-
– છડેલા ઘઉં વધારે પાણી માં 7 – 8 કલાક પલાળવા , ત્યારબાદ ધોઈને ચાળણી માં કાઢવા , પછી કુકર માં બાફવા મુકવા , અથવા તપેલા માં ઘી લગાવી ને પાણી ઉકળે એટલે નાખવા , હલાવતા રહેવું .
– તુવેર ની દાળ ધોઈ તેમાં ખારેક , સીંગ દાણા , નાખી બાફવા મુકવી , કોપરું જુદું મુકવું , લીલું કોપરું હોય તો બાફવું નહિ છેલ્લે બધું ચડી જાય પછી નાખવું .
– ખારેક ના ચાર ઉભા કકડા કરવા , કોપરા ની લાંબી ચીપો કરવી , કાજુ ના ટુકડા કરવા .
– વાલ ના દાણા , લીલવા , વટાણા , કુકર માં વ્હીસલ વગર બાફવા , તેમાં સહેજ સાજી ના ફૂલ અને મીઠું નાખવા જેથી લીલાં રહે .
– ઘઉં સરસ ચડી જાય પછી , તેમાં તુવેર દાળ , તથા દાણા નાખવા , પછી બધું બરાબર હલાવી દેવું , કાજુ – દ્રાક્ષ નાખવા , ½ ટી. સ્પૂન તજ – લવિંગ ખાંડી ને નાખવા .
– ગળ્યો ખીચડો કરવા માટે જોઈતા પ્રમાણ માં જુદો કાઢી , તેમાં જરૂરી ગોળ અને ખાંડ નાખવી , ઘી નો વઘાર કરી તજ , લવિંગ , નાખવા , બદામ બાફીને તેની કતરી કરીને તથા ઈલાયચી અને જાયફળ નો ભુક્કો નાખવો , કેશર પાણી માં ઓગળીને નાખવું .
– તીખા ખીચડા માં મીઠું , આદું , મરચા , અને સહેજ ખાંડ નાખવા.
– તેલ નો વઘાર મૂકી તેમાં આખા મરચા , રાઈ , લાલ મરચું , હળદર, હિંગ , અને 2 – ૩ તજ , 4 – 5 લવિંગ નાખવા , કોથમીર નાખવી , ખીચડો થોડો ઢીલો રાખવો .