આમ તો આપણે સૌ જાણીએ છીએ અલગ અલગ રાશીઓ ના વ્યક્તિઓના વ્યક્તિત્વ માં પણ ફેર રહેવાનો જ . આવો આજે જાણીએ જુદી જુદી રાશિઓના જુદા જુદા માણસો સ્વભાવે કેવા હોય છે , થોડાક મજાક મસ્ત્ત અને ટ્વિસ્ટ સાથે .

1.  મેષ ( દોઢડાહ્યા )

મેષ રાશી વાળા વ્યક્તિઓ સ્વભાવે દોઢડાહ્યા હોય છે. આ રાશિના જાતકો બધી વાતમાં પોતાનું ડાહ્યપણ બતાવતા હોય છે .કોઈ કંઇક પૂછે કે ના પૂછે એ પોતાનો ઓપિનિયન આપી જ દેતા હોય છે.

2. વૃષભ ( જીદ્દી )

વૃષભ રાશિના જાતકો સ્વભાવે ખુબજ જીદ્દી હોય છે , આ લોકો એકવાર જે વસ્તુ મનમાં નક્કી કરી લે છે તે કરીને જ રહે છે. આ રાશિવાળા વ્યક્તિઓ એમની જીદ કોઈપણ ભોગે પૂરી કરીને જ રહે છે. ઘણીવાર તેમના આ સ્વભાવ ને કારણે તેઓ અળખામણા બની જાય છે.

3. મિથુન ( હું જ હોંશિયાર)

મિથુન રાશિના જાતકો ખુબજ ઘમંડી પ્રકૃતિના હોય છે. આવા લોકો પોતાને જ સર્વશ્રેષ્ઠ માનતા હોય છે.આ રાશિવાળા લોકો હું જ બધાથી હોંશિયાર છું એવું માનતા હોય છે. આ ઉપરાંત આવા લોકો પોતાના ઘમંડી સ્વભાવના લીધે બીજાઓથી સાવ અતડા અને અળગા રહે છે.

4.  કર્ક ( મીંઢા)

કર્ક રાશિના જાતકો ખુબજ મીંઢા હોય છે. આવા લોકો અંતર્મુખી કહી શકાય . તેઓ જલ્દી કોઈની સાથે હળીમળી શકતા નથી. આવા લોકો ખુબજ ઓછું બોલનારા હોય છે. તેમજ હસવાને ને એમને આડવેર હોય છે.

5. સિંહ ( બધી વાતમાં ખાંચા કાઢનારા )

સિંહ રાશિના જાતકો ને વાત વાતમાં ખાંચા કાઢવાની આદત હોય છે . આ રાશિવાળા વ્યક્તિઓ ને ગમે તેવું સારું કામ હોય , ગમે તેટલી કાળજીપૂર્વક ના કામમાં પણ તેઓ કંઇક ને કંઇક ભૂલ શોધી જ કાઢે છે.

6. કન્યા ( ખાઉધરા )

કન્યા રાશીના જાતકો ખુબજ ખાઉધરા હોય છે . ગમે તેટલું ખાય તેમનું પેટ ભરાતું જ નથી. આવા લોકો ને આખો દિવસ ખાવા સિવાય કંઇક સૂજતું જ નથી . બધી વાતે એમને ખાવાનું જ દેખાય છે.

7.  તુલા ( હરખપદુડા )

તુલા રાશીના જાતકો ખુબજ હરખપદુડા હોય છે. આ રાશીનાં જાતકો દરેક વાતમાં ખુબજ એક્સાઈટેડ હોય છે. આવા લોકો ગમે તે વાતમાં તરત જ કૂદી પડે છે.

8.  વૃશ્ચિક ( પંચાતીયા )

વૃશ્ચિક જાતિના લોકો ખુબજ પંચાત કરવા વાળા હોય છે , એમને પારકી પંચાત માં વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે . કોઈકની પંચાત સંભાળવા એમના કાન તરત જ ઊંચા થઇ જાય છે.

9. ધન ( ચાલતી ગાડીમાં બેસવાવાળા )

ધન રાશિના જાતકો નો પોતાનું કોઈજ મંતવ્ય નથી હોતું . તેઓ ગમે તેની વાતમાં સૂર પૂરાવતા રહે છે. આવા લોકો કોઈ નિર્ણય પોતાની જાતે નથી લઇ શકતા .

10. મકર ( ઠંડા-મંદા )

મકર રાશિવાળા જાતક સ્વભાવે ભારે ઠંડા એટલે કે ખુબજ મંદા હોય છે. આવા લોકો એક કામ માં દસ કામ જેટલો સમય કાઢી નાખે છે. આ લોકો ને દરેક કામ ધીમી ગતિએ કરવા જોવે છે.

11. કુંભ (ફેકું )

કુંભ રાશિના જાતકો ને વાત વાતમાં ફેકવાની આદત હોય છે. તેઓ બધી વાતે , અરે આપણ ને કીધું હોત તો આ કામ બે મિનીટ માં થઇ જાત.

12. મીન ( સલાહ આપનારા )

મીન રાશિનાં જાતકો બધાને વાત વાત માં સલાહ આપવા વાળા હોય છે . કોઈ કઈ પૂછે કે ના પૂછે તેઓ પોતાની સલાહ આપી જ દેતા હોય છે . વાતે વાતે એમનું મંતવ્ય રજુ કરી જ દેતા હોય છે .
તો આ તો થઇ અલગ અલગ રાશિના જાતકો ની વાત , આમાંથી તમારી રાશી કઈ છે.
નોંધ : આ એક ગમ્મત નો નમ્ર પ્રયાસ છે તો પ્લીઝ કોઈ એ પર્સનલી લેવું નહી.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here