10 Proven Kitchen Tips for Smart Housewife

1) નવા બટાકા બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખીને બાફવાથી તે ફાટી નહી જાય.

2) ઘરમાં પડેલા લીંબુ જો થોડા સકાઈ ગયા હોય તો તેનો રસ કાઢતા પહેલા લીંબુને થોડીવાર પાણીમાં રાખી મુકો.

3) ઘી બનવતી વખતે બળી ગયું હોય તો તેમાં સમારેલા બટેકા નો ટુકડો નાખી તેને ગરમ કરો, ઘી ચોખ્ખું થઇ જશે.

4) મસાલાઓ માં મીઠાના ગાંગડા રાખવાથી મસાલા બગડતા નથી અને લાંબા સમય સુધી તાજા રહે છે.

5) બટાકા ની પેટીસ બનાવતી વખતે જો એ લોઢી સાથે ચોંટી જતી હોય તો પેટિસમાં થોડો આરાલોટ ભેળવી દો.

6) અજમો કે રાઈ ખાંડતી વખતે જો તેમાં થોડું મીઠું નાખીને ખાંડશો તો તેને સરળતા ખાંડી શકાશે.

7) કોથમીરની દાંડીઓને ધોઈને સ્વચ્છ કરીને તેનો રસ કાઢી તેને દાળ-શાક માં ઉમેરવાથી દાળ-શાક સ્વાદિષ્ટ બનશે.

8) ખીર બનાવવા માટે ઘટ્ટ દૂધ ના હોય તો તેમાં થોડી ખસખસ વાટીને ભેળવો , દૂધ ઘટ્ટ પણ થશે અને ખીર પણ સ્વાદિષ્ટ બનશે.

9) દાળ, ચોખા કે અન્ય કઠોળ બાફવા મુકો ત્યારે તપેલીની કિનારીએ સહેજ ઘી લગાવી દેવાથી પાણી ઉભરાઈને બહાર નહી આવે.

10) ભજીયા બનાવતી વખતે ખીરામાં જો થોડો ચોખાનો અથવા લાપસી નો લોટ અને એક ચમચી ગરમ તેલ ઉમેરવામાં આવે તો ભજીયા ક્રીસ્પી બનશે.

SHARE
"'Food Lover" Dimple Panchal loves to make different Gujarati Foods , Decorate home , Shopping spree. She want to become a Chef and start own Restaurant Chains in different Areas. She also wants to help poor Women and help them to stand their own Will.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here