આમ તો દરેક વ્યક્તિ પોતાના વિશે તો જાણતો જ હોય છે , પણ ઘણીવાર કેવું બને છે . આપણે પોતે પણ આપણે કેવા છીએ એ નથી જાણતા હોતા , અથવા તો જાણતા હોઈએ છતાં સ્વીકારતા નથી હોતા.

શું તમે જાણો છો કે તમે  કેવી દુનિયામાં જીવો છો તમે ? હકીકત ની ,સપના ની કે પછી શંકા ની ? જો જાણવું હોય તો નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે , જેના જવાબ તમારે મને નહિ પરંતુ તમારી જાતને જ આપવા ના છે . બધા જવાબ આપી જુઓ અને પોતાની જાતને જાતે જ પારખી જુઓ.

  • નીચે આપેલા કેટલાક પ્રશ્નોનો જવાબ આપીને જાણો પોતાના વિશે .

૧) તમારા ભાઈ કે બહેનની તેના ખાસ ફ્રેન્ડ જોડેની ફ્રેન્ડશીપ તૂટી જાય , તો તમે વિચારો છો કે…….

A ) કોઈ આટલું સ્વાર્થી કેવી રીતે હોઈ શકે છે , અને તમે મનોમન તમારા ભાઈ કે બહેન ના ખાસ ફ્રેન્ડ ને નફરત કરશો.

B ) સમજશો કે આનાથી બહેન કે ભાઈ ને  કંઈક પાઠ ભણવા મળશે. અને આ દુઃખ માંથી એ ઝડપથી બહાર આવી જાય એવા પ્રયત્નો કરશો .

C ) વિચારશો કે બધા ફ્રેન્ડસ આવા જ હોય છે , ફ્રેન્ડશીપ માં પહેલા ખૂબજ ક્લોઝ અને પછી દૂર દૂર એવો જાણે કે નિયમ જ થઇ ગયો છે.

 

૨) તમારા ખાસ ફ્રેન્ડને સ્કૂલના પ્રિન્સીપલ કે ટ્રસ્ટીઓ સાથે કઈક અણબનાવ થયો છે ,અને તમારા પપ્પાની સ્કૂલમાં સારી એવી ઓળખાણ છે તો, તમેં શું કરશો ? 

A ) પપ્પા ને આગ્રહ કરશો કે એમની ઓળખાણ નો ઉપયોગ કરી તમારા ફ્રેન્ડ ની મદદ કરે.

B ) પોતાની મર્યાદા માં રહી ને સહાનુભૂતિ દર્શાવશો .

C ) વિચારશો કે એને જાતે જ સમસ્યા નોતરી છે તો એ જાતે જ ઉકેલી લેશે.

 

૩) તમારા કોઈ ખાસ મિત્ર ની ટ્રાન્સફર દૂરના કોઈ શહેર માં થઇ છે , તો તમે માનો છો કે…….

A ) તમે માનશો કે ભૌતિક અંતર સંબંધોમાં બાધક નથી , દૂર થવાથી તમારી ફ્રેન્ડશીપ પર કોઈ અસર નઈ પડે .

B ) તમે તમારી રીતે ફ્રેન્ડશીપ જાળવી રાખવાના તમામ પ્રયાસ કરશો.

C ) તમારી ફ્રેન્ડશીપનો હવે અંત આવી ગયો .

 

૪) તમે તમારા ફ્રેન્ડસ સાથે લંચ પર બહાર જાઓ છો એવામાં તમારા બે ફ્રેન્ડસ એકબીજા સાથે ઝઘડી પડે છે , તો તમેં………

A ) એ બંને વચ્ચે સુલેહ કરાવવા ની કોશિશ કરશો.

B ) વિચારશો કે ,તેમને આવું ન કર્યું હોત તો સારું હોત .અને આશા રાખશો કે તેમની વચ્ચે નો મદભેદ  જલ્દી દૂર થઇ જશે.

C ) વિચારશો કે જયારે જુઓ ત્યારે આ લોકો આવું વર્તન જ કર્યા કરતા હોય છે. આમના માં બુદ્ધિ જ નથી.

 

૫) કોલેજમાં તમારા ક્લાસમાં એક છોકરી કે છોકરો સારી/સારો તૈયાર થઇ ને નથી આવતી/આવતો . અને કોઈ સાથે ખાસ બોલતી/બોલતો પણ નથી…બધા તેનાથી દૂર રહે છે .તો એવામાં તમે …..

A ) એની સાથે સારો વ્યવહાર કરશો કે જેથી એને બીજાની ઉપેક્ષા નું દુઃખ ન થાય.

B ) તેને એકલી/એકલો છોડી દેશો , વિચારશો કે એની ઈચ્છા થશે એટલે આપોઆપ બધા સાથે બોલવા લાગશે.

C ) વિચારશો કે અમુક લોકો ક્યારેય કોઈની સાથે ભળતા નથી શીખી શકતા.

 

૬) ક્લાસ ની/નો કોઈ છોકરી/છોકરો તમને કહે છે કે એ તમને પસંદ નથી કરતી/કરતો , તો તમે…..

A ) તમેં એની સાથે સારા બનવાનો પ્રયત્ન કરશો.

B ) વિચારશો કે દરેકનો અંગત મત અલગ અલગ હોય , તમે દરેકને પસંદ હોવ એવું કઈ જરૂરી નથી.

C ) તમે એની ખામીઓ શોધવા લાગશો.

 

૭) તમે નવો પિંક ડ્રેસ/શર્ટ પહેર્યો છે , ને કોઈ તમારી પ્રશંસા કરે છે ત્યારે તમે….

A ) તમે સ્મિત આપશો. તમે જાણો છો કે પિંક કલર તમારા પર બહુ સુટ થાય છે.

B ) ખુશ થશો કે તમારો ડ્રેસ/શર્ટ બધાને ગમ્યો.

C ) નવાઈ પામશો કે કોઈ તમને પણ નોટીસ કરે છે .

 

આ બધા  સવાલો ના જવાબ A , B કે C . તમારા મુજબ ટીક કરો, પછી સ્કોર પરથી જાણો તમારા વિશે.

સ્કોર :

A સૌથી વધુ હોય તો – મસ્તરામ

B સૌથી વધુ હોય તો – યથાર્થવાદી

C સૌથી વધુ હોય તો – નિરાશાવાદી

 

  • મસ્તરામ : 

જીવન જેવું છે એનાથી જ તમે ખુશ છો . જીવન પાસેથી તમારી કોઈ ખાસ અપેક્ષા નથી. તમારી દ્રષ્ટીએ દરેક સમસ્યા નો કોઈ ને કોઈ ઉકેલ હોય જ છે.જો તમે ઉકેલ શોધતા શીખી જશો , તો આ દુનિયા આદર્શ જગ્યા બની શકે.તેથી જ તમને એવું લાગે છે કે બીજાની મદદ કરવી એ આપણી ફરજ છે . જો કે આ પ્રારંભિક તબ્બકો છે , એના પછી લોકો  તમારો ગેરલાભ ઉઠાવશે.તમારે માટે દર્તેક વસ્તુ ની બે બાબતો હોય છે સારી અને ખોટી. સારી વાત એ છે કે તમારું મન હમેશા સત્યનો સાથ આપે છે . તમારો આ ગુણ પ્રશંસનીય છે.

  • યથાર્થવાદી :

તમે પરિસ્થિતિને સમજીને એ મુજબ વ્યવહાર કરવામાં માનો છો. જીવનમાં મુશ્કેલીઓ તો આવાની , પણ તમે આશાવાદી છો. કોઈપણ નિર્ણય કરતા પહેલા તેના પર પૂરો વિચાર કરો છો .દરેક વ્યક્તિ ને ફરી એક તક ચોક્કસ આપો છો.તમે જાણો છો કે સરળતા થી કશું મળતું નથી. પણ તમે પ[અરીશ્રમ થી ડરતા નથી. તમે વ્યવહારિક રીતે વિચારો છો. પણ ક્યારેક જીવનને હળવાશથી પણ લેવું જોઈએ.

  • નિરાશાવાદી  :

બની શકે કે તમે જીવનનો દુખદ અનુભવ કર્યો હોય અથવા તો પછી તમારો સ્વભાવ જ નિરાશાવાદી  હોય. દરેક વાતમાં તમારી પહેલી પ્રતિક્રિયા હમેશા નકારાત્મક હોય છે. તમને લાગે છે કે બધા પોતાનો ફાયદો જોવે છે . તમે માત્ર અંગત લોકો પર જ વિશ્વાસ  મૂકી શકો છો. કોઈપણ બાબતમાં તમે રક્ષણાત્મક ભૂમિકા માં રહેવાનું પસંદ કરો છો. આવો દ્રષ્ટિકોણ તમને ક્યારેય ખુશ નહિ રહેવા દે. તેથી પોતાના અને બીજો પર વિશ્વાસ રાખવાનો પ્રયત્ન કરો જીવન પ્રત્યે ની વિચારસરણી બદલો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here