આમ તો નોર્મલી વાણી, વર્તન અને રહેણીકરણી પરથી કોઈપણ વ્યક્તિ ના સ્વભાવનો અંદાઝ આપણે કાઢતા હોઈએ છીએ. આ બધી બાબતો પરથી સ્ત્રી હોય કે પુરુષ ના સ્વભાવ નો સ્વાભાવિક ખ્યાલ આવી જતો હોય છે. પરંતું આજે આપણે વાત કરીશું ફક્ત પુરુષો ની. આજે તમને જણાવીશું કે પુરુષો ને પારખો એમની ચાલવાની સ્ટાઇલ પરથી.

• જે પુરુષો છાતી અને ખભા સીધા રાખીને ચાલતા હોય છે તે બીજા ઉપર હુકમ ચલાવનારા અને ગુસ્સાવાળા સ્વભાવ ના હોય છે.
• સીધા ચાલનારા પુરુષો આત્મવિશ્વાસુ અને જલ્દી બીમાર પડતા નથી.
• ‎ખભા આગળ ઝુકાવીને ચાલનારા પુરુષો ખુબજ મહેનતુ હોય છે પણ સાથે સાથે થોડા આળસુ પણ હોય છે. આવા પુરુષો કોઈપણ કામ ને કરવામાં બહુ સમય લે છે.
• ‎જે પુરૂષો ખુબજ ઝડપથી ચાલતા હોય છે તે ખુબજ ઉત્સાહી હોય છે.
• ‎નાના ડગલાં ભરીને ચાલતા પુરુષો નું જીવન મૂંઝવણ ભર્યું હોય છે , તેઓ નાની નાની વાતો માં પણ બહુ જલ્દી કન્ફ્યુઝ થઈ જતા હોય છે.
• ‎જે પુરુષો જમીન પર ભાર દઈને ચાલતા હોય છે તેઓ ખુબજ જિદ્દી સ્વભાવના હોય છે. આવા લોકો પોતાના નિર્ણય પર હમેંશા અડેલા હોય છે.
• ‎પેટ ને બહાર તરફ કાઢીને ચાલનારા પુરુષો બીજાં ના જીવનમાં દખલ કરનારા હોય છે.
• ‎પગ ઢસડીને ચાલનારા પુરુષો ખુબજ દુઃખી તેમજ માનસિક તાણ ધરાવતા હોય છે.
• ‎હંમેશા સ્ફુર્તિ થી ચાલનરા પુરુષો ખુશ મિજાજી હોય છે.
• ‎જે પુરુષો સ્ત્રીઓની જેમ લટકી મટકી ચાલતા હોય છે તેઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે.
• ‎જે પુરુષો ચાલતી વખતે પગની સાથે હાથ પણ હલાવતા ચાલતા હોય છે તેઓ હસમુખ અને ઝીંદાદિલ સ્વભાવના હોય છે.
• ‎જે પુરુષો ચાલતી વખતે લાંબા ડગલાં ભરતા હોય છે તેઓ ખુબજ સાહસી અને આત્મવિશ્વાસી હોય છે.
તો આવી રીતે ચાલવાની સ્ટાઇલ પરથી પણ સ્વભાવ નો અંદાઝ લગાવી શકાય છે.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here