આ 11 લક્ષણો વાળો ભક્ત છે શ્રી કૃષ્ણ ને પ્રિય

        ભકતને મન ભગવાન અને ભગવાનને મન ભક્ત એટલે હૃદય અને ધબકાર. ભગવાન પ્રત્યે સાચી નિષ્ઠા ધરાવનાર દરેક ભક્ત ભગવાન મટે એક સમાન જ હોય છે.એવું નથી કે ભગવાનનો સાચો ભક્ત એટલે લાંબી શીખા રાખનારો,લાંબી દાઢી રાખનારો,ગળામાં માળા પહેરનારો કે કપાળ માં તિલક કરનારો અને સવારે વહેલો ઉઠી ને જોર જોરથી મોટા અવાજ સાથે ભગવાનનું નામ લેનારો. પરંતુ ભગવાનનો સાચો ભક્ત એટલે ભગવાન ને ગમતું કરનાર અને સાફ દિલનો મનુષ્ય જે કોઈ પણ સંજોગોમાં ભગવાનના દર્શાવેલા માર્ગપરથી વિચલિત થતો નથી.શ્રી કૃષ્ણ એટલે કે કાનુડા ને રિઝવવો એટલો અઘરો નથી પરંતુ માત્ર પૂજા પાઠ અનર હોમ હવન થી રીઝે એટલો કનૈયો ભોળો પણ નથી. ક્રિષ્ના ના પ્રિય ભક્તોમાં જોઈએ તો નરસિંહ મહેતા ,મીરાંબાઈ , સુદામાં, ગંગાસતી , પ્રહલાદ આ બધા કૃષ્ણ ભક્તો સદાય ભગવાન ના ચીંધેલા માર્ગ પર જ ચાલ્યા છે એટલે જ તે હરિ ને પ્રિય થયા છે.

તો આવો મિત્રો જોઈએ એવા 11 લક્ષણો જે બનાવશે તમને પણ ભગવાનના પ્રિય

1) અદ્વેષી :

         અદ્વેષી એટલે એવો વ્યક્તિ કે જેના મન માં જગતના કોઈ પ્રાણી પ્રત્યે જરાપણ દ્વેષ નથી , એના મનમાં શત્રુ પ્રત્યે પણ જરાય ખરાબ ભાવના નથી અને તેના હૃદયમાં સૌને માટે પ્રેમ છે.એવો ભક્ત શ્રી કૃષ્ણ નો પ્રિય ભક્ત કહેવાય છે.

2) મિત્ર :

         મિત્ર એટલે કે એવો વ્યક્તિ કે જે દરેક પ્રાણી,પક્ષી અને મનુષ્ય પ્રત્યે મૈત્રી ભાવ રાખતો હોય અને કોઈ તેનું એનું અહિત કરનાર સાથે પણ સદાય મિત્ર ની જેમ વ્યવહાર કરતો હોય.

3) કરૂણ :

          કરુણ અર્થાત એવો કે જે સર્વ પ્રાણીઓ પ્રત્યે કરુણા એટલે કે દયાભાવ રાખતો હોય.એના મનમાં સૌ પ્રત્યે સદાય કરુણાનો ભાવ રહેતો હોય એવો ભક્ત હરિને સદાય પ્રિય રહ્યો છે.

4) નિર્મોહી :

           નિર્મોહી એટલે કે એવો ભક્ત જે દરેક મમત્વ રહિત છે. જેના હૃદયમાં મોંહ – માયા ને કોઈ સ્થાન નથી. જેને જગતની કોઈપણ વસ્તુનો મોહ નથી, એવો ભક્ત શ્રી કૃષ્ણ ને સદા પ્રિય છે.

5) નિરઅહંકારી :

           નિરઅહંકારી એટલે એવો ભક્ત જેના મનમાં લેશમાત્ર પણ અહંકાર ના હોય અને જે કયારેય રતીભાર પણ અભિમાન ન કરતો હોય,એવો નિરાભિમાની અને નિરઅહંકારી ભક્ત જ સદા ભગવાન ને પ્રિય રહ્યો છે.

6) સુખદુઃખ સમભાવ :

         એટલે કે એવો વ્યક્તિ કે જેને મન સુખદુઃખ બેઉ સરખા હોય , એ સુખ અને દુઃખને ભગવાનની જ દેન ગણી સ્વીકારી લેતો હોય. દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ રહેનારો આવી નિર્મળ વૃત્તિ વાળો ભક્ત શ્રી કૃષ્ણ ને સદા પ્રિય રહ્યો છે.

7) ક્ષમાશીલ :

          ક્ષમાશીલ એટલે જેનામાં જરાપણ વેરભાવ ન હોય તેમજ તેના માં માફ કરી દેવાનો ઉત્તમ ગુણ રહેલો હોય એવો વ્યક્તિ. આમ જેનામાં શત્રુને પણ ક્ષમા કરી દેવાનો જે ખુબજ ઉદારભાવ રહેલો છે એવો ભક્ત,એવી વ્યક્તિ હંમેશા શ્રી હરિ ને મન પ્રિય ભક્ત રહી છે.

8) સંતુષ્ટ :

          સંતુષ્ટ એટલે કે જે દરેક પરિસ્થિતિ માં વધુ થોડું ન કરતા દરેક બાબતે સંતોષી રહેતો હોય. એને જે કઈ મળ્યું છે જીવનમાં એ ઈશ્વર કૃપા થી મળ્યું છે એમ માની સંતોષ અનુભવતો હોય એવો ભક્ત શ્રી કૃષ્ણ ને પ્રિય છે.

9) યોગી :

        યોગી એટલે માત્ર કપાળે તિલકે કરીને ગળામા માળા પહેરીંને સતત જોરજોરથી ભગવાનના નામનું સ્મરણ કરતો હોય એવો નહીં પરંતુ સાચા અર્થમાં યોગી એટલે કે ભગવાને આપેલા ઉપદેશ ને અનુસરીને સદાય જીવન જીવતો ભક્ત હંમેશા ભગવાનને પ્રિય રહ્યો છે.

10) ઇન્દ્રીય નિગ્રહી :

        એટલે કે જેને પોતાની ઇન્દ્રિયોને વશમાં કરેલી છે,અને શુદ્ધ અંતઃકરણ થી ભગવાનને ભજે છે. જેને લોભ,દ્વેષ,કામ,મોહ જેવી વૃત્તિઓ પર કાબૂ મેળવી લીધો છે એવો શુદ્ધ મન વાળો ભક્ત શ્રી કૃષ્ણ ને પ્રિય હોય છે.

11) દ્રઢ નિશ્ચયી :

        દ્રઢનિશ્ચયી એટલે એવો વ્યક્તિ કે જે એના કર્તવ્ય પથ અને ભગવાન ના ચિંધેલ માર્ગ પર સદાય અડગ હોય , એ કોઈ પણ સંજોગો માં કે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાના માર્ગથી જરાપણ ચલિત થતો નથી. એવો ભક્ત શ્રી કૃષ્ણ નો પ્રિય ભક્ત બને છે.
            મિત્રો, આમ જો કૃષ્ણ ના પ્રિય થવું હોય તો કૃષ્ણ ના ચીંધેલા માર્ગ પર પણ ચાલવું પડે. પ્રભુના પથદર્શન પ્રમાણે ચાલીશું તો જ પ્રભુના પ્રિય થઈશું. તો ચાલો આપણે સૌ આજના આડંબર થી ભર્યા સમાજમાં સાચી નીતિ થી શ્રી હરી ના માર્ગદર્શન પ્રમાણે ચાલીને શ્રી કૃષ્ણના પ્રિય ભકત બનીએ.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here