સુંદર દેખાવું કોને ના ગમે? આજકાલ સુંદર દેખાવાની રેસમાં માં પુરુષો પણ સ્ત્રીનીઓ એ બરાબરની ટક્કર આપી રહયા છે. 

પણ ફેન્ડસ ઘણીવાર આપણે જોઈએ છીએ કે પત્નીઓ ની સરખામણીમાં પતિ ઓ એટલા બધા ગૂડ લૂકીંગ ક સ્માર્ટ નથી હોતા પરંતુ  તેનું કારણ હોય છે પુરુષોની સૌન્દર્યની માવજત માં લાપરવાહી અને તેના માટે સમય નો અભાવ. પુરુષોને પણ ટીપટોપ હીને ફરવું અમતું હોય છે પરંતુ તેઓ સ્ત્રીઓ ની એમ સ્કીન કેર અને  બોડી કેર પાછળ પુરતો સમય આપી શકે તેમ નથી હોતા ,એવામાં જો સ્ત્રીઓ એટલે  પત્નીઓ તેના પતિઓની બ્યુટીશિયન ને ફિટનેસપ્લાનર બની જાય તો પતિઓ માટે એનાથી વધારે સારી વાત બીજી કઈ હોઈ શકે.
         નોર્મલી જોઈએ તો પતિઓ ઓફિસેથી થાક્યા – પાક્યા આવ્યા બાદ વધારે માં વધારે તો સ્નાન કરે એનાથી વધારે બીજું કઈ નહિ પરંતુ પત્નીઓ તો પોતાના સોંદર્ય પ્રત્યે ખુબજ સજાગ હોય છે. તેઓ પોતાની ફિટનેસ અને સુંદરતા માટે બધાજ જતન કરે છે. તો વાઈફ્સ તમે આજથી તમારા પતિદેવો ની સુંદરતા માટે પણ લાગી જાઓ જેથી તેઓ પણ જયારે તમે બ્યુટીફૂલ બનીને બહાર નીકળો ત્યારે સ્માર્ટ એન્ડ હેન્ડસમ બનીને તમારી સાથે ચાલે ત્યારે એ પણ સોહામણા લાગે, અને તમેં બંને એકબીજા ને કોમ્લીમેન્ટ આપી શકો.

૧) ટેસ્ટી પણ હેલ્થી ફૂડ જમાડો :

         ઘણીવાર આપને જોઈએ છીએ કે દરરોજ ટીફિન નું ખાવાનું ખાઈને કંટાળેલા પુરુષોને બહાર લારીઓ પર કે હોટેલો નાસ્તાનો ખૂબ ચસ્કો લાગી જતો હોય છે અને પરિણામે બહારનું આવું મસાલા થી ભરપુર અને ઓઈલી ખાવાનું ખાઈને એમના શરીર માં ચરબી વધી જાય છે અને નોર્મલી જોશો તો પુરુષો ની તોંદ એટલે કે ફાંદ જ વધી ગયેલી હોય છે જેના કારણે તેઓ બહુ શરમ અનુભવતા હોય છે, તો પત્નીઓ એ પતિ દરરોજ ઓફીસ થી આવે એટલે દરરોજ સાંજે પતિને હવતી એક ડીશ જમવામાં બનાવવી જેથી તેઓ રોજ બહાર નાસ્તા કરવાનું ઓટોમેટીક બંદ કરી દેશે , હા પરંતુ ધ્યાન ફક્ત એટલુ જ આપવાનું કે સાંજનું ડીનરભલે પતિદેવનું મનગમતું હોય પરંતુ એ ઓછા તેલ કે ઘી માં બનાવેલું હોય જેનાથી એનું ફેટ વધશે નહિ. તમને પતિદેવની વાહવાહી મળશે એ નફામાં. મોટે ભાગે પુરુષોને જમીને તરત જ પલંગ કે સોફામાં લાંબા થઇ જવાની આદત હોય છે તો પત્નીઓએ એવા પતિઓને દરરોજ જમીને થોડા ચાલે એવો આગ્રહ રાખવો જોઈએ અને બને તો એમને કંપની આપવા તેઓએ પણ સાથે જવું. આનાથી પતિદેવ પણ ફીટ રહેશે અને સાથે સાથે તમારું વોક પણ થઇ જશે.

૨) અઠવાડિયામાં એક્વાર એમની પણ સ્કીનકેર :

         સ્ત્રીઓ તેમના સૌન્દર્ય નિખાર માટે તો દરરોજ કઈ ને કઈ નવું કરતી જ રહેતી હોય છે પરંતુ પતિઓ માટે પણ વીકમાં એકવાર સમય કાઢીને તેમને પણ ફેસમસાજ ,ફેસીઅલ વગેરે કરી આપો અને જો તેઓ આનાકાની કરે તો એમને આના બેનીફીટસ સમજાઓ કેમ કે પુરુષોની સ્કીન સ્ત્રીઓની સરખામણી એ વધારે સખ્ત અને રુક્ષ હોય છે એટલે નિયમિત દેખભાળ કરવામાં આવે તો એમની સ્કીન પણ શાઈની અને સ્મૂથ થઇ જશે. કેટલાક પુરુષોને કોઈ પણ જાતની બ્યુટી ક્રીમ્સ યુઝ કરવી ગમતી નથી હોતી તો પત્નીઓ તેમે ફ્રેશ ફ્રુટ્સના પલ્પ નો યુઝ કરીને ફેસ મસાજ કરી આપે.આનાથી તેમનો ચહેરો ચમકી ઉઠશે અને પતિદેવ પણ ખુશ, આ ઉપરાંત હુંફાળા પાણીમાં એમને હાથ-પગ બોળી રાખવા કહો અને ત્યારબાદ કપડાથી તેને કોરા કરી હાથે અને પગે ક્રીમ થી હળવા હાથે મસાજ કરો જેનાથી તેઓ ફ્રેશ ફિલ કરશે અને રાત્રે સારી ઊંઘ પણ લઇ શકશે.પછી જો જો પતિદેવ ના રીઝે તો કેહજો !

૩) વાળ ની સંભાળ :

         સ્ત્રીઓની જેમ પુરુષોને પણ હેરફોલની સમસ્યા હોય છે અમ જોવા જઈએ તો સ્ત્રીઓની સરખામણી એ થોડી વધારે જ હોય છે. સાચું કહેજો, ટાલીયા પતિ કોને ગમે ? આવમાં દરરોજ એકવાર ઓલીવ ઓઈલ અથવા તો કોઈ સારા હેર ઓઈલથી પતિદેવ ના વાળમાં મસાજ કરી આપો અને મહિનામાં ઓછામાં ઓછું એકવાર એમના વાળમાં હેરપેક કે હેરમાસ્ક લગાવી આપો.એનાથી એમના વાળનો ગ્રોથ વધશે અને ઉતરશે પણ ઓછા.

૪) રોજ એમની સાથે કરો વ્યાયામ :

         ઘણા પુરુષો ને એક્સસાઈઝ કરવામાં બહુ આળસ આવતી હોય છે તો એવા પતિઓની પત્નીઓએ પતિદેવો ને ડેઈલી એક્સસાઈઝ માટે મેન્ટલી પ્રિપેર કરવા જોઈએ અને બની શકે તો એમનો સાથ આપવા એમની સાથે વ્યાયામ પણ કરવો જોઈએ . પતિ-પત્ની બન્ને એ રોજ સાથે મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક માટે જવું જોઈએ જેથી તેઓ ફીટ એન્ડ હેલ્ધી રહી શકે.

૫) ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખો :

       દરેક પતિ ઈચ્છતો હોય છે કે ઓફીસથી ઘરે આવે એટલે પત્ની સાથે હળવાશની પળો વિતાવી એનું ઓફિસનું સ્ટ્રેસ દૂર કરે , એવામાં પતિ ઓફિસથી આવે ત્યારે હસતા હસતા ઘરનો દરવાજો ખોલો, તમને હસતા જોઈ એનો અડધો થાક તો એમજ દૂર થઇ જશે અને ત્યારબાદ શાંતિ થી સાથે જમતા જમતા આજની દિનચર્યા ની વાતો કરો . યાદ રાખો ઘરનું વાતાવરણ જેટલું આનંદિત હશે એટલું જ તેનું મન પણ પ્રફુલ્લિત રહેશે અને ઓફીસ ના ટેન્શન ને ભૂલી એ તમારા સાથને એન્જોય કરી શકશે
           આમ ફ્રેન્ડસ પતિ ના ફિટનેસ ને બ્યુટીકેર ને તમારા રોજના રૂટિંગ માં સામેલ કરી જુઓ પછી જુઓ તમારા પતિ પણ તમારા આ એમના પ્રત્યે ના એટેન્શન થી ખુશ ખુશ થઇ જશે અને મેરેજ લાઈફ પણ થોડાક ટ્વિસ્ટ સાથે ફરી પાછી રોમેન્ટિક અને સુંદર બની જશે.
         જો તમે પણ ઇચ્છો છો કે તમારા હબી પણ કૂલ એન્ડ ડેશિંગ લાગે તો તમે પણ કરો કરી જુઓ આટલું તમારા હસબન્ડ માટે. કરશો ને?
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here