રોજ સાંજે આરતી ટાણે , રામજી મંદિર માં ઝાલર વાગે,
ધણ ગાયોના પાછા ફરે , વન વગડે થી ગામ ભણી.
દિ’ આખાનો થાક લઈને , હાથ હૈયું ને હામ લઈને ,
ખેડૂ ભાઇઓં પાછા ફરે , એકબીજાને સાદ દઈને.
ઘેર-ઘેર ચૂલે આંધણ ચડે , નાર ખોરડાની રોટલા ઘડે,
વાળું ટાણે સૌ ભેગા ભળે , થોડું મળે એમાં ઝાઝું ગણે.
શહેર માં જાહોજલાલી મળે , તોય ગામની માયા ના ટળે.
સીમ,પાદર ને ખેતર મારા , સપનેય કદી ના વિસરે.