શુ સ્ત્રી પરણીત હોય એટલે મંગળસૂત્ર પહેરવું જ જોઈએ ?

જાણો મંગળસૂત્ર હોય કે સિંદૂર, સ્ત્રી ના સન્માન થી વધુ કશુંજ નહીં.

કોઈ નવપરિણીત યુવતી ને કે સ્ત્રીને કેવી રીતે રીતે ઓળખવી .તો એના હાથની મહેંદી, બંગડીઓ થી ભરેલા હાથ, હોઠોની લીપસ્ટિક ને ગાલો ની લાલી તેમજ માથા નું સિંદૂર જોઈ ને સમજાઈ જાય કે આ સ્ત્રી કે યુવતી નવી નવી પરણેલી છે. આ સિવાય માત્ર પરણેલી છે કે નહિ એ જાણવું હોય તો સેંથીમાં સિંદૂર ભરેલું છે કે નહીં અને કપાળે ચાંદલો છે કે નહી અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કે એને ગળામાં મંગળસૂત્ર પહેર્યું છે કે નહીં.
શુ આ સેમ વસ્તુ પુરુષો પર પણ લાગુ પડે છે ? તો જવાબ મળે ના. તો આવું કેમ ? પુરુષ પરણેલો છે કે કુંવારો છે એની કોઈ નિશાની જ નહીં. પુરુષ નવો પરણેલો હોય કે પરણ્યા ને દસ વર્ષ થયા હોય કે વિધુર હોય કોઈજ લાઈફસ્ટાઈલ માં ચેન્જ નહીં કે ના તો પહેરવા ઓઢવામાં . બીજી બાજુ સ્ત્રીઓ ની બધી બાજુ ઓળખ . પરણેલી હોય તો કલરફૂલ કપડાં અને વિધવા હોય તો કાળા કે સફેદ.
સાવ એવું નથીં કે બધી જગ્યાએ આવું છે. ઘણા બધા એડજ્યુકેટેડ સમાજો માં આટલી બધી રૂઢિચુસ્ત માન્યતાઓ નથી પણ હોતી અને હોવી પણ ન જોઈએ. પણ ઘણા એવા લોકો છે અને એ વર્ગ ખૂબ મોટો પણ છે જે આ બધા માં માને પણ છે કે સિંદૂર , મંગળસૂત્ર આ ચાંદલો એ એક સ્ત્રીના સૌભાગ્ય ની નિશાની છે અને સ્ત્રીએ એ પહેરવું જ જોઈએ . શુ એવું હોય કે જે સ્ત્રી મંગળસૂત્ર પહેરતી હોય કે સેંથી માં સિંદૂર પૂરતી હોય એજ પોતાના પતિને વધારે પ્રેમ કરતી હોય . સિંદૂર ન પૂરનારી કે મંગળસૂત્ર ન પહેરનારી આધુનિક પત્ની શુ પતિને પ્રેમ જ ન કરતી હોય.
સિંદૂર , ચાંદલો અને મંગલસૂત્ર આ ત્રણેય ને આપણા હિંદુ ધર્મ માં એક વિવાહિત સ્ત્રી માટે ખુબજ પવિત્ર અને મહત્વ ના ગણવામાં આવે છે . હું પણ પર્સનલી આ બધાની કોઈ વિરોધી નથી કે આ બધુ સાવ ખોટુ છે એ પણ જતાવવા નથી માંગતી. પરંતુ મારુ માનવું એ છે કે આ બધું પણ અન્ય ઘરેણા ઓ ની જેમ સ્ત્રી સજ્જા ના એક ઘરેણાં જ છે. જો સિંદૂર પૂરવાથી કે મંગળસૂત્ર પહેરવાથી પતિનું લાબું આયુષ્ય થતું હોત તો એવી પણ ઘણી સ્ત્રીઓ હશે જે લગ્નના થોડા જ સમય માં કે એકાદ વર્ષ માં વિધવા થઈ હશે . એ સુહાગણ જ રહેત. પતિ ની લાંબી આવરદા માટે વ્રત રાખે સ્ત્રી, સિંદૂર પૂરે કે મંગળસૂત્ર પહેરે. પણ શુ પુરુષ એની પત્નીનું સૌભાગ્ય અખંડ અને સલામત રહે એના માટે દારૂ , સિગરેટ કે તમાકુ – મસાલા ની આદતો છોડી દે છે. અથવા તો શુ પુરુષો માટે કોઇ એવું વ્રત કે વિધાન છે જે પુરુષ કરે તો એની પત્ની ની આવરદા વધે.
ઘણો વર્ગ તો એવું પણ માને છે કે મંગળસૂત્ર પહેરનારી સ્ત્રી સમાજ માં ગરિમા પૂર્વક જીવી શકે. કોઈની કુદ્રષ્ટિ નો ભોગ ન બને . પણ શું અત્યાર ના સમય માં આ ખરેખર શક્ય છે. કેમ કે અત્યાર ના અમુક વિકૃત અને ખરાબ માણસો નજર બગાડવામાં કે નિયત બગાડતી વખતે એ નથી વિચારતા કે સામે 40 – 50 વર્ષ ની સ્ત્રી છે કે 3 -4 વર્ષની બાળકી. તો એમાં મંગળસૂત્ર પહેરેલી સ્ત્રી હોય તોય શુ અને ન પહેરેલી હોય તોય શુ. મંગળસૂત્ર પહેરવાથી કે સિંદૂર પૂરવા માત્ર થી જો કોઈ સ્ત્રીની ગરિમા ને પ્રોટેક્શન મળતું હોત તો કોઈ પરણીત સ્ત્રીની છેડતી કે બળાત્કાર થાત જ નહીં.
મંગળસૂત્ર પહેરવું કે સેંથી માં સિંદૂર પૂરવું એ દરેક સ્ત્રીની પોતાની મરજી હોવી જોઇએ. કોઈ માટે કંપલસરી કે કોઈ માટે બંધન ન હોવું જોઈએ. સ્ત્રી માત્રની ગરિમા સચવાય એનું દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ . પછી ભલે એ પરણેલી હોય કે કુંવારી , મંગળસૂત્ર પહેરતી હોય કે ના પહેરતી હોય. મંગળસૂત્ર પહેરનારી સ્ત્રીઓ એ સિંદૂર પૂરનારી સ્ત્રીઓ વિશે કોઈ વિરોધ કે પ્રોબ્લેમ નથી .પરંતુ વાત માત્ર એટલી છે કે જે સ્ત્રીઓ સિંદૂર નથી પૂરતી કે મંગળસૂત્ર નથી પહેરતી એ પણ જ સ્ત્રીઓ જ છે. માટે સ્ત્રીનું સન્માન કે ગરિમા માત્ર મંગળસૂત્ર માં જ બંધાયેલી ન હોવી જોઈએ કે સેંથી ના સિંદૂર પૂરતી જ સિમીત ન હોવી જોઈએ. જેમ પતિને કોઈ નિશાની ની જરૂર નથી પોતાને પત્નીવ્રતા સાબિત કરવા એમ સ્ત્રીને પણ કોઈ જ જરૂર નથી સિંદૂર અને મંગળસૂત્ર થી જ સાબિત કરવાની કે એ પોતાના પતિને કેટલો પ્રેમ કરે છે. કેમ કે એકબીજા પ્રત્યે પ્રેમ હોવા માટે લાગણી અને કદર હોવી જરૂરી છે ના કે પ્રેમ ની નિશાનીઓ ની.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here