મેક્સિકન કટલેટ | Recipe in Gujarati
સામગ્રી :-
-
250 ગ્રામ બટાકા
-
1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
-
½ લીંબુ નો રસ
-
મીઠું પ્રમાણસર
-
પૂરણ માટેની સામગ્રી :-
-
100 ગ્રામ રાજમાં અથવા બેક બીન્સ નું ટીન
-
¼ ટી સ્પૂન સાજી ના ફૂલ
-
તેલ પ્રમાણ સર
-
1 નંગ ઝીણી સમારેલી ડુંગળી
-
1 ટી સ્પૂન વિનેગર
-
½ ટી સ્પૂન મરી નો ભુક્કો
-
1 ટી સ્પૂન લાલ મરચું
-
2 ટેબલ સ્પૂન કેચપ
-
કોથમીર ફુદીના ની લીલી ચટણી પ્રમાણ સર
-
મીઠું પ્રમાણ સર
રીત :-
-
સૌ પ્રથમ બટાકા ધોઈ ને મીઠું , હળદર નાખી ને બાફી દો , બટાકા બફાઈ જાય પછી બધા બટાકા છોલી ને પછી છીણી દેવા , ત્યાર બાદ તેમાં કોર્ન ફલોર , મીઠું , લીંબુ નો રસ , નાખી ને બરાબર બધું મિક્ષ કરી દો .
-
પછી તે મિક્ષણ ના એક સરખા પહોળા ગોળા વાળી દો .
-
ત્યાર બાદ એક ફ્રાઈન્ગ પેન માં તેલ મૂકી ને પહેલા ડુંગળી સાંતળો ને પછી તેમાં બાફેલા અથવા બેક બીન્સ નાખવા , ને બરાબર મિક્ષ કરી દો .
-
પછી તેમાં બધો મસાલો કરી ને લચકા પડતું મિક્ષણ તૈયાર કરવું .
-
બટાકા ના પહોળા કરેલા દરેક પડ માં એક બાજુ ચટણી લગાવી દેવી , એક પદ પર ચટણી ઉપર 1 ટી સ્પૂન બીન્સ પાથરવા , તેની ઉપર ચટણી લગાવેલું બીજું પડ મૂકી , સહેજ દબાવવા ને તવા ઉપર તેલ મૂકી ને સેકવું .
-
બન્ને બાજુ સરખી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવું .
-
બે બાજુ શેકાઈ જાય ત્યારે ગરમ ગરમ પીરસવું .
-
તો તૈયાર છે ટેસ્ટી , ડીલીસીયસ મેક્સિકન કટલેટ , તો તમે પણ ટ્રાય કરો ને મજા માણો .
વેરીયેશન
બટાકા ના માવામાં બાફેલા રાજમાં ના ટુકડા કરીને નાખવા અને ડુંગળી નાખી બધો મસાલો નાખી ને લંબ ગોળ શેપ આપી , વર્મીસેલી સેવ માં રગદોળી ને તળી લેવું , તો મસ્ત ન્યુ રેસીપી તૈયાર થશે .