જાણે અજાણે આ શું થઈ ગયું, જે હૈયામાં હતું એ હોઠે આવી ગયું.
ઈચ્છતી તો નહોતી કંઈપણ કહેવું, પણ જાણે અજાણે એજ કહેવાઈ ગયું.
સ્વપ્ન માં પણ નહોતું જે ઘાર્યું, અણધાર્યું એ એક હકીકત બની ગયું.
મન મારું આજ ચકડોળે ચકરાયું, કેમ કરી નીકળું બહાર એમાં અટવાયું.
મૂંઝવણમાં હતી કે કેમ કરી છૂપાવું, છૂપાવતા-છૂપાવતા નામ તમારું લેવાઈ ગયું.
ડર હતો જેનો આજે એજ થઈ ગયું, જે હૈયામાં હતું એ હોઠે આવી ગયું.