mobile-challenge-for-parents

|  મોબાઈલ અને ઈન્ટરનેટ પેરેન્ટ્સ માટે પડકારજનક   | by Rashmi Panchal

       આજકાલ મોબાઈલ અને ઈન્ટરનેટ બંને જાણે કે કમ્પલસરી થઇ ગયું છે,એમાય આજકાલ ના યુવાનો અને બાળકો માટે તો મસ્ટ. ચોવીસ કલાક તેઓ ઈન્ટરનેટ પર જ લાગેલા હોય છે.

ઈન્ટરનેટ સર્ફિંગ અને ચેટીંગ તો જાણે કે એમની રૂટિંગ લાઈફનો એક પાર્ટ બની ગયું છે. પરંતુ ઈન્ટરનેટ જેટલું ઉપયોગી છે એટલું તેમનાં માટે જોખમ કારક પણ છે પરંતુ એ વાત થી તેઓ અજાણ છે . આથી બાળકોને ઈન્ટરનેટના જોખમથી બચાવવા માટે પેરેન્ટ્સે જ જાગૃત રહેવું પડશે.

 

     બાળકો માતા-પિતા પાસે કોમ્પ્યુટર કે સ્માર્ટ ફોનની માંગણી કરે છે ત્યારે પેરેન્ટ્સ પોતાના લાડકવાયા ઓની જીદ પૂરી કરવા અથવા તો બાળકો બદલાતા સમયની સાથે અપડેટ થઇ શકે તે માટે કોમ્પ્યુટર કે સ્માર્ટ ફોન હોંશેહોંશે લઇ આપે છે પરંતુ બાળકો તેનો વધુ પડતો અને દુરુપયોગ કરી રહ્યા છે. આજકાલ ઘણા મા-બાપ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે ,કેમ કે બદલાતા સમય માં ઘણા બાળકો એ નેટ પર જ્ઞાન અને મનોરંજન મેળવવાને બદલે અશ્લીલતા જોવાનું શરુ કરી દીધું છે ,જેનાથી તેમના બાળ માનસ ખુબજ વિકૃત અને ખરાબ અસરો પડી રહી છે. આજના બાળકો ટીવી જોવામાં કે પછી ઈન્ટરનેટ સર્ફિંગમાં આરામ થી ચાર થી પાંચ કલાક પસાર કરી નાખે છે. અને રજા ના દિવસે તો તેમનો આ સમય બમણો થઇ જાય છે. મોબાઈલ અને ઈન્ટરનેટે તેમનું બાળપણ જાણે કે છીનવી જ લીધું છે.
        પહેલા તો બાળકો સાઈબર કેફે માં જઈને નેટ સર્ફિંગ કરતા પણ હવે તો સ્માર્ટ ફોન અને હાઈસ્પીડ ઈન્ટરનેટ આવી જતા બાળકો પોતાના પર્સનલ રૂમ માં એકલા બેસીને મનગમતી સાઈટ્સ કે ચેનલો જોવે છે અને એનું વગર વિચારે અનુકરણ કરે છે,અને ક્યારેક તેઓ ટીવી પરના હિંસક ચલચિત્રો જોઇને હિંસક પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. તેના ખરાબ પરિણામો થી તેઓ માહિતગાર નથી હોતા . માતા – પિતા આ વાતથી અજાણ હોય છે પરંતુ જ્યારે તેમને જાણ થાય છે ત્યારે ઘણી વાર ખુબજ મોડું થઇ ગયું હોય છે.
     બાળકો માટે ઈન્ટરનેટનો ઉપયોગ કેટલીક હદે જરૂરી છે પરંતુ અમુક વાંધાજનક કન્ટેન્ટનું અને ગેરરીતિ આચરનારા અને ફસાવનારા તત્વોનું તેમના પર જોખમ રહે છે. આ એક મોટી સમસ્યા છે એટલે જો પેરેન્ટ્સ બરાબર ધ્યાન રાખે તો જ તેમના સગીર વયના બાળકો સામેનો આ પડકાર અને સમસ્યા પૂર્ણ પ્રશ્ન હલ કરી શકે.

* છેતરપીંડી અને પોનોગ્રાફી :

       અત્યાર ના બાળકો ઈન્ટરનેટ પરથી સતત ચેટીંગ અને ઈ-મેલિંગ કરતા હોય છે અને વ્યક્તિગત માહિતીઓ અને ફોટાઓ પણ મોકલતા હોય છે, અને ઓનલાઈન છેતરપીંડી કરનારાઓ આવી માહિતીઓ નો દુરુપયોગ કરીને બાળકો ને છેતરતા હોય છે. આજકાલ તો પોનોગ્રાફી જોવાનું પણ બાળકો માં વધી રહ્યું છે સગીર વયના બાળકો પોર્ન સાઈટ્સ પર અશ્લીલ ચિત્રો કે વિડીયો જોતા હોય છે જે ઘણું ખરાબ અસર કરે છે તેમના માનસ પર.

* પેરેન્ટ્સ પોતે શિક્ષિત બને :

        મોટા ભાગના પેરેન્ટ્સ ઈન્ટરનેટ નો ઉપયોગ જાણતા નથી અરે ઘણા પેરેન્ટ્સ તો અત્યાર ના સ્માર્ટ ફોનને પણ ઓપરેટ કરી શકતા નથી પરંતુ હા બાળકો ને જરૂર થી અપાવે છે એ સ્માર્ટ ફોન. આવા પેરેન્ટ્સે પોતાના બાળકોને ઈન્ટરનેટના જોખમથી સુરક્ષિત રાખવા ટેકનોલોજી નો ઉપયોગ પણ શીખવો પડશે અને બાળકોની ઓનલાઈન એક્ટીવીટી થી માહિતગાર પણ રહેવું પડશે આ ટેકનોલોજીનો ઉપયોગ એમનું બાળક કઈ રીતે કરી રહ્યું છે તેની જાણ દરેક પેરેન્ટ્સ ને હોવી જ જોઈએ. તેમને બાળકો ની દરેક એક્ટીવીટી પર તેમની પર્સનલ વોચ હોવી જરૂરી છે.

* બાળકોને ઈન્ટરનેટથી થતા પ્રોબ્લેમ્સથી માહિતગાર કરો :

       પેરેન્ટ્સ પોતે બાળકોની નેટ સર્ફિંગ માં વ્યક્તિગત રસ લે અને બાળકોને ઈન્ટરનેટ ના માધ્યમથી તેમને પડી શકનારી મુશ્કેલીઓથી આગાહ કરી એ પણ અતિ આવશ્યક છે. આપના બાળકોને પોતાની વ્યક્તિગત માહિતી જેવી કે નામ , સરનામું અને ફોન નંબર ઈન્ટરનેટ પર કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવા જણાવો. એવી કોઈ વાંધા જનક સાઈટ્સ બાળકો સર્ફ ના કરે એ વિશે પણ તેમને સમજાઓ . ઈન્ટરનેટ પર તેમનીં સાથે કઈ કઈ રીતે છેતરપીંડી થઇ શકે છે તે વિશે તેમને માહિતગાર કરો અને બની શકે તો બાળકો ઈન્ટરનેટ યુઝ કરતા હોય ત્યારે તેમની આસપાસ રહો. અને વધુ ઈન્ટરનેટ નો ઉપયોગ ના કરે એનું પણ ધ્યાન રાખો.
        જો બાળકો ને ઈન્ટરનેટ ના જોખમ થી બચાવવા હશે તો પેરેન્ટ્સે જ જાગૃત થવું પડશે . યાદ રાખો કોઈપણ વસ્તુ નો અતિરેક નુક્શાન કારક જ હોય છે. એટલે ઈન્ટરનેટ નો ઉપયોગ પણ કરો પરંતુ સાવચેતી પૂર્વક અને જરૂરિયાત મુજબ જ . કેમકે જે તમને જ્ઞાન પૂરું પડે છે તે તમે ગેરમાર્ગે પણ દોરી શકે છે. માટે બાળકોએ ઈન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here