સંગીત કહો કે મ્યુઝિક એના પ્રકાર અલગ અલગ હોઈ શકે,એના માધ્યમ અલગ અલગ હોઈ શકે. પરંતુ એનો ઉદેશ્ય તો એક હોય છે અને એ છે મન ને પ્રસન્ન કરવાનો. મ્યુઝિકના જાદુઈ પ્રભાવ થી તો આપ સૌ પરિચિત જ હશો. પણ આજે હું તમને મ્યુઝિક સાંભળવાના 5 એવા જોરદાર ફાયદા કહીશ કે તમને મ્યુઝિકના વધારે ક્લોઝ લઇ જશે.

૧) તન અને મનને રિફ્રેશ કરી દે :

એ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણને ગમતું મ્યુઝીક એ આપણું સૌથી મોટું મૂડ ફ્રેશનર હોય છે. આ વાત દરેક માટે લાગુ પડે છે. કેમકે સુમધુર સંગીતનો ધ્વનિ કાને પડતા જ વધી ગયેલી શ્વસન પ્રક્રિયા સામાન્ય થાય છ અને બેચેની ઓછી થાય છે. પરિણામે ઓટોમેટિક સ્ટ્રેસ ઓછો થતા ફેશ ડેફીનેટલી ફિલ કરશો જ. માટે રિફ્રેશ થવા માટે સંગીત સાંભળો,ગાઓ કે વગાડો આ ત્રણેય બેસ્ટ ઓપ્શન છે.

૨) લવ એક્સપ્રેસ કરો આસાની થી :

પ્રેમની અભિવ્યક્તિ કરવામાં પણ સંગીત ખૂબ જ સહાયક નીવડે છે. આજે ૧૦૦ માંથી ૭૦% લોકો પ્રેમને વ્યક્ત કરવા કોઈ ફિલ્મી ગીત , ગઝલ કે પછી શાયરી નો ઉપયોગ કરતા હોય છે. આ બધું સંગીત નો જ તો એક પ્રકાર છે. જે વાત તમે નોર્મલી સામેવાળી વ્યક્તિને ન કહી શકતા હોવ એ મ્યુઝિકની ભાષા માં કે મ્યુઝિક ના માધ્યમ થી આસાનીથી કહી શકો છો, આ પણ તો એક બેનિફિટ જ કહેવાય ને.

૩) પીડા ને ઓછી કરે છે :

મધુર સંગીત એ નર્વસ સિસ્ટમ પર સારી અસર કરે છે. આ એ ભાગ છે જે રક્તચાપ ,હ્રદયની ગતિ અને મગજની પ્રક્રિયા ને નિયંત્રીત કરે છે.એટલે જ સુમધુર સંગીત સાંભળતાં જ નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરવા લાગે છે અને બ્લડપ્રેશર,ડિપ્રેશન અને હેડેક જેવી પીડાઓમાં રાહત મળે છે

૪) સમરણશક્તિ વધારે છે :

ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે લેખકો હોય છે જેમને વાંચતા કે લખતા મ્યુઝીક સાંભળવા ની આદત હોય છે. એમના કહ્યા મુજબ તેઓ આ રીતે વધારે સારી રીતે લખી કે વાંચી શકે છે. ઘણા સંશોધકો મુજબ સંગીત તમારી વિચારવાની ક્ષમતા માં વધારો કરે છે પરિણામે તમારૂ મગજ પણ શાર્પ થાય છે અને તમારું આઈ કયુ લેવલ પણ ઊંચું આવે છે.

૫) પ્રેમમાં વધારો કરે છે :

તમને નવાઈ લાગીને વાંચીને કે પ્રેમમાં વધારો કઈ રીતે કરી શકે ? તમે ક્યારેય તમારા પતિ કે પત્ની સાથે કે પછી પ્રેમી કે પ્રેમીકા સાથે બગીચાના બાંકડે બેસી કે પછી ટ્રેન કે બસમાં મુસાફરી કરતા કરતા એક ઈયર ફોન શેર કરીને સાથે સાથે મ્યુઝિક સાંભળવા ની મઝા લીધી છે ? ના તો તમને નઈ સમજાય અને જો એમાંય બને નું મનગમતું ગીત એક જ હોય અને એજો એ સમયે પ્લેલિસ્ટ માં વાગી જાય તો બે જણના મોઢા પર જે મીઠી સ્માઈલ આવે છે એ કેટલી કિંમતી હોય છે જેના તોલે કોઈ મોંઘી ગિફ્ટ મળ્યાની ખુશી પણ ન આવે. હાઉ રોમાન્ટિક ! જો તમે આજ સુધી આવો અનુભવ ન કર્યો હોય તો ચોક્કસ ટ્રાય કરજો.

સંગીત એક એવું માધ્યમ છે જે મનને તો ફ્રેશ કરે જ છે સાથે સાથે તનને પણ તરોતાજા કરી દે છે. સંગીત પ્રેમીજન ને રિઝવે પણ છે અને સંગીત ઈશ્વરની ભક્તિ માં ભીંજવે પણ છે. સંગીત એ બેસ્ટ મેડિટેશન પણ છે. એટલે જ તો મ્યુઝિક બધાનું ફેવરિટ પણ છે.

દોસ્તો આશા છે કે તમને આજ નું આ આર્ટિકલ ગમ્યું હશે. જો ગમ્યું હોય તો તમારા દોસ્તો અને સ્નેહીજનો સાથે ચોક્કસ શેર કરજો અને કેવું લાગ્યું એ કમેન્ટ પણ કરજો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here