સ્ત્રી સશક્તિકરણ ની જરૂર કેટલી ?

0
851
આજે વુમન્સ ડે પર આપ સૌ લેડીઝ ને સ્નેહરશ્મિ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ . આજે જ્યાં જૂઓ ત્યાં વૂમન એમ્પાવરમેંટ ની વાતો થાય છે. મહિલા સશક્તિકરણ ની ચર્ચાઓ થાય છે. પરંતુ મારું માનવું એ છે કે શું ખરેખર જરૂર છે સ્ત્રીઓ ને સશક્તિકરણની . શું આજની સ્ત્રીઓ ખરેખર એટલી લાચાર અને બાપડી છે. આજની સ્ત્રીઓ સ્વનિર્ભર છે, પોતાનો ખર્ચ જાતે ઉઠાવે છે, પોતાની સ્વતંત્ર ઓળખ ધરાવે છે અને જે સ્વનિર્ભર નથી એ સ્ત્રીઓ પણ કઈ બિચારી કે બાપડી તો નથી જ.
બીજી વાત એ કે શું કામ સ્ત્રીઓને બિચારી થઇ ને રહેવું છે એવું નથી કે જે સ્ત્રીઓ નોકરી કરે છે એજ શશક્ત છે . જે સ્ત્રીઓ ઘરમાં રહીને સવારે ૭ થી રાતના ૯ કે ૧૦ વાગ્યા સુધી ઘરની દરેક જવાબદારી સંભાળે છે .એ કાંઈ નોકરી કરતા ઓછી. એ એની સેલરી નથી લેતી એટલે. આપને ત્યાં એવી સ્ત્રીઓ પણ છે જે માત્ર હાઉસ વાઈફ છે પણ ઘરમાં એમનો એટલો રૂતબો એટલો દબદબો છે કે ઘર આખું એમના એક ઇશારે ચાલે છે. એમના પતિ દર મહીને બધી આવક એમના હાથમા લાવીને મુકે છે . એમાંથીએ ઘરનો વ્યવહાર , બાળકોનો ખર્ચ તેમજ સામાજિક વ્યવહાર બધું જ મેનેજ કરે છે .એ શું નાની વાત છે.
મારા માટે સ્ત્રી ફક્ત નોકરી કરતી હોય તો જ સુપર વૂમન ન કહેવાય . સ્ત્રી એ કાર્યશીલ રહેવું એવું હું માનું છું. મોટાભાગની સ્ત્રીઓ લગ્ન થઇ ગયા અને બાળકો આવ્યા પછી જાણે કે જીવન પતી ગયું એવું માને છે. મેરેજ પછી કે બાળકની માતા બન્યા પછી કઈ જીવન પૂરું ન થઇ જાય . મારા માટે આવી સ્ત્રીઓ નિરાશાવાદી અથવા આળસુ કહી શકાય . કેમ કે કંઈ પણ કરવાના મકકમ ઈરાદા સાથે જો આગળ વધો તો શું કામ સફળતા ન મળે . જે સ્ત્રીઓ એવું વિચારતી હોય છે કે મને તો ટાઈમ જ નથી મળતો, મારે તો ઘરનું કામ જ બહુ હોય છે ,બાળકો માંથી ઊંચા જ નથી આવતા . એવી સ્ત્રીઓ જો ફરિયાદો ઓછી કરીને કંઈક કરવાનો પ્રયત્ન કરે તો જ કંઇક નવી દિશા એમને પણ મળે . તમે વર્કિંગ વૂમન ને જ જોઈ લો જે ઓફીસ નાં કામ ની સાથે સાથે ઘરની જવાબદારીઓ પણ બખૂબી નિભાવતી હોય છે. એવી સ્ત્રીઓ ખરેખર ઈન્સ્પીરેશનલ છે બીજી સ્ત્રીઓ માટે . કેમ કે જેને કરવું જ છે એતો ગમે તે રીતે પોતાનું કામ અને ઘર ની જવાબદારી બને બેલેન્સ કરી જ લે છે
સ્ત્રી વિશે બીજી વાત મારે એ કરવી છે કે ઘણી સ્ત્રીઓ ને પતિ સાથે વારંવાર ઝઘડા થતા હોય છે . તેઓ હંમેશા એવી ફરિયાદો કરતી હોય છે કે મારા પતિ તો આવા છે ને તેવા છે . મને સમજતા નથી , હું એમની સાથે એડજસ્ટ જ થઇ શકતી નથી . તો એવી સ્ત્રીઓ ને મારે એ કહેવું છે કે તમે જો તમારા કુટુંબ, પરિવાર , બાળકો , સાસુ સસરા બધા જોડે એમની સગવડ પ્રમાણે જો એડજસ્ટ થઇ શકતા હોવ તો જે વ્યક્તિ સાથે તમારે આખી જીંદગી વિતાવવા ની છે , જેમની સાથે તમેં તમારી મરજી થી જીવન વ્યતીત કરવાનો નિર્ણય લીધો છે , એ વ્યક્તિ સાથે જ કેમ તમને એડજસ્ટ કરવામાં પ્રોબ્લેમ થાય છે . તમે જેટલી વધારે ફરિયાદો કરશો એટલી જ તમારા જીવન માં કોમ્પ્લીકેશન્સ વધારે ઉભી થશે . માટે ફરિયાદો ઓછી કરીને જીંદગી ને માણતા શીખો.
આજે સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવે છે , સ્ત્રીઓને પુરુષ સાથે સરખાવામાં આવે છે . સાચું કહું તો જરૂર જ શું છે સ્ત્રીને પુરુષ સાથે સરખાવવાની . સ્ત્રી અને પુરુષ બંને આખી પ્રકૃતિ જ અલગ છે . બન્ને પોતપોતાનું કામ પોતાની જગ્યા પર રહીને અને ક્યારેક એકબીજાનું કામ પણ કરી જ શકે . એમાં કોઈ મોટું કે કોઈ નાનું થઇ જતું નથી. તો શા માટે તેમની એકબીજા સાથે તુલના કરવી જોઈએ. સ્ત્રી જો ધારે તો એ દરેક કાર્ય કરી શકે છે ભલે ને એ ગમે તેવું મુશ્કેલ હોય .
અંતમાં બસ એટલું જ કહીશ કે જો સ્ત્રીઓ પોતાની શક્તિનો ઉપયોગ બીજી સ્ત્રીઓની તુલના , દેખાદેખી અને ઈર્ષા માટે ન કરતા પોતાના કામ માટે કરે તો એ પણ ચોક્કસ સફળ થાય જ. અને બીજી વાત એ કે બીજા ની અનુકરણ કરવાની જરૂર જ ક્યા છે તમારે બીજા જે કરે એ શું કામ કરવાનું . તમારે તો તમારી આવડત જેમાં છે એજ કરવાનું , જેમાં તમારી કુશળતા છે એ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી એમાજ મહેનત કરો તો અવશ્ય સકસેસ થશો .
હેપ્પી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ.
– સ્નેહરશ્મિ.કોમ
"Blogger since 2009" Rahul Panchal is a Creative Blogger by mind and a passionate Marketer by heart. He is Creative Designer, brand Lover, Copy Writer, Marketer and Spiritual Lover.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here