salute to all sweepers

” એક સલામ સફાઈ કામદારોને ”

        આજકાલ જયારે દેશને સ્વચ્છ બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે,ત્યારે આપણા દેશમાં સ્વચ્છતા અભિયાનની ચર્ચા એ વેગ પકડ્યો છે.બહુ જોર શોરમાં પ્રચાર થઇ રહ્યો છે આ અભિયાનનો.આપણી કહેવાતી હાઇ-સોસાયટીઝ માં ફક્ત સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો થાય છે પણ એમાં આપણો ફાળો કેટલો? આપણ ને તો આજેય પાણી ની ખાલી બોટલ હોય કે પાઉચ , નમકીન ના ખાલી પડીકા હોય કે બીજો કચરો કચરા પેટીમાં નાખવા માટે પણ વારંવાર ટોકવા પડે છે. અને આપણે આપણી ભૂલને ન જોતા હંમેશા વાંક સરકાર અને સફાઈ કમદારોનો કાઢીયે છીએ કે સરકાર તો સફાઇને લગતા કોઈ પગલાં લેતી જ નથી કે પછી આ સ્વીપર્સ (સફાઈ કામદારો) એમનું કામ સરખી રીતે કરતા જ નથી , પણ ખરેખર જોવા જઈએ તો આપણે જ આપણી ફરજ સરખી રીતે બજાવતા નથી.
         સ્વચ્છતા અભિયાનમાં અને આપણું શહેર,રાજ્ય અને દેશ સ્વચ્છ રાખવામાં જો સૌથી મોટો ફાળો કોઈનો હોય તો એ છે આપણા દેશના સફાઈકામદારોનો. જેમને આપણે સમાજ માં ખુબજ નીચો દરજ્જો આપ્યો છે.પરંતુ તેઓ જે કામ કરે છે તે ખરેખર બિરદાવા લાયક છે.જો એમનું કામ જ દરજજો નક્કી કરતું હોય તો તેઓ ખુબજ ઉત્તમ કાર્ય કરી રહયા છે.
         આપણે સૌ જાણીએ છીએ કે આપણી આસપાસ રહેલી ગંદકીને તેઓ સાફ કરીને આપણી કહેવાતી મોડર્ન સોસાયટીને તેઓ કેટલી ક્લીન રાખે છે. આપણે દરરોજ એટલી જ ગંદકી અને કચરો આસપાસ ફેલાવતા જ રહીયે અને તેને સાફ કરતા રહે છે. પણ આપણે કહીશું કે એમાં શું ? એતો એમનું કામ છે,અને એના બદલે તેઓ ને વેતન પણ મળે છે. પણ શું જો આપણે એટલું વેતન મળશે તો શું આપણે એ કામ કરીશું? જવાબ આપણે સૌ જાણીયે છીએ, ના. તો ખરેખર સેલ્યૂટ છે આપણા દેશના એ દરેક (સ્વીપર્સ) સફાઈકામદારો ને કે જે આપણા દેશને સ્વચ્છ રાખે છે.આપણે તો જ્યાં-ત્યાં કચરો નાખીને , ગંદકી કરીને છૂટી જઈએ છીએ.પરંતુ સફાઈ કામદારો આપણે જે જગ્યાએથી પસાર થતા પણ નાક આડો રૂમાલ રાખી દઈએ છીએ એ જગયાએ જઈને સફાઈ કરે છે. ખરેખર એ કાર્ય ખૂબજ અઘરું છે.
          જરા વિચારો ફ્રેન્ડ્સ કે જો આ બધા સફાઈ કામદારો એમનું કામ છોડી દે અથવા મૂકી દે તો આપણને સૌને કેટલી તકલીફ ઉઠાવવી પડશે. આસપાસ ગંદકી સિવાય કશુંજ નહિ રહે. અને રોગચાળો ફેલાશે એ અલગ. પણ ફ્રેન્ડ્સ આપણા માના ઘણા લોકો આવા સફાઈકામદારોને ખુબજ તુચ્છ સંબોધન થી બોલાવે છે અને તેમની સાથે ખુબજ દુર્વ્યવહાર કરે છે,તેમને ઘૃણા ની દ્રષ્ટિથી જુએ છે. તો એવા લોકો ને ફક્ત એટલું જ પૂછવાનું કે શું તેઓ આપની ફેલાવેલી ગંદકી સાફ કરે છે એ એમની કોઈ ભૂલ છે , એમનું કોઈ ખરાબ કાર્ય છે તો એમના પ્રતિ આપણો આવો દુર્વ્યવહાર શું યોગ્ય ગણાય?
         તાજેતરમાં રિલીઝ થયેલી એક ગુજરાતી મુવી “કરશનદાસ પે એન્ડ યુઝ” માં એવા જ એક સ્વિપરની વાત છે જે પોતાના સ્વમાન ખાતર લડે છે,અને સમાજના અન્ય લોકોને બતાવી દે છે કે એને પણ તેઓના જેવી સામાન્ય જિંદગી જીવવાનો અધિકાર છે. ખુબજ સુંદર વાર્તા રૂપે આ ફિલ્મ માં સફાઈકામદારો ના જીવનની વાત કરવામાં આવી છે તેમના જીવનનો સંઘર્ષ દર્શાવાયો છે. પણ રિયલ લાઈફમાં પણ સફાઈ કામદારો ને ઘણા પ્રકારે સમાંજ દ્વારા થતા અપમાનો અને દુર્વ્યવહારોનો સામનો કરવો પડતો હોય છે.
         આપણા દેશ માં અત્યારે તો સફાઈકામદારોની પરિસ્થિતિ ઘણા અંશે સુધારા ઉપર છે.તેઓને શિક્ષણ ,તાલીમ, રોજગાર વગેરે મળી રહ્યા છે. પરંતુ હજીય આપણા સમાજની તેમના પ્રત્યેની દ્રષ્ટિ બદલાતી નથી.જેમ આપણે આપણો વ્યવસાય કે નોકરી કરીએ છીએ તેમ તેઓ પણ આ જે એમનું કામ છે તે કરી જ રહયા છે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણા કરતા એ ઘણું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.
        તો ,પ્લીઝ જો આપણે આપણી જ કરેલી ગંદકીને સાફ ના કરી શકતા હોઈએ તો આપણને ગંદકી ફેલાવવાનો પણ કોઈ જ અધિકાર નથી.અને એ ગંદકી સાફ કરનાર સફાઈ કામદારોનું અપમાન કરવાનો અને તેમના કરેલા કાર્ય ને તુચ્છ ગણીને તેમની ઘૃણા કરવાનો પણ કોઈ અધિકાર નથી.એમની સાથે પણ સારો વ્યવહાર કરો અને એમના કાર્ય ને માન આપો.
અ વેરી બિગ સેલ્યૂટ ટુ ઓલ સ્વીપર્સ ઓફ અવર કન્ટ્રી.

 

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here