ગરમી ની શરૂઆત થઈ ગઈ છે. બપોરે બહાર નીકળવું તો જાણે મુશ્કેલ જ થઈ પડ્યું છે. આવામાં આપણને ગરમી થી છૂટકારો મેળવવા સૌથી પહેલા યાદ આવે કોલડ્રિન્કસ . ક્યાંય પણ બહાર જઈએ ત્યારે કાં તો કોલડ્રિન્ક સાથે હોય અથવા બહાર જઈને ગતગટાવીએ , ગમે તેમ કરીને ઠંડક મેળવવી હોય ને . પરંતુ શું તમે એ જાણો છો કે કોલડ્રિન્કસ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે.

કોલડ્રિન્કસ ના સ્વાદ થી લલચાઈને આપણે કોલડ્રિન્કસ ની લતે તો ચડી જઈએ છીએ પણ જ્યારે તમે જાણશો કે કોલડ્રિન્ક શા માટે શરીર માટે હાનિકારક છે.

વાસ્તવમાં કોલડ્રિન્ક પીવથી તાત્કાલિક તો કોઈ નુકશાન થતું નથી પરંતુ લાંબા ગાળે એ હાનિકારક સાબિત થાય છે. બજાર માં મળતાં કોલડ્રિન્કસ માં વત્તા ઓછા પ્રમાણમાં સ્વીટનર કોન્સનટ્રેટ , પરિઝર્વેટિવ અને કાર્બન ડાયોકસાઈડ હોય છે.

તમારા માંથી ઘણા એવા લોકો હશે જે પેટના દુખાવા માટે અથવા તો ગેસ ટ્રબલ વખતે કોક અથવા કોઈપણ સોડા કે કોલડ્રિન્ક નું સેવન તરત જ કરી લેતા હોય છે. પરન્તુ શુ તમેં એ જાણો છો કે ગેસ ટ્રબલ માં કોલડ્રિન્ક પીવાથી ધીમે ધીમે ગેસ ની સમસ્યા કાયમી થઈ જાય છે. આ સિવાય વધુ પડતી કોલડ્રિન્ક પીવાથી લાંબા ગાળે આર્થરાઈટીસ , ડાયાબિટીસ ,બ્લડપ્રેશર તેમજ અલ્સર જેવી સમસ્યા ઓ ઉદભવી શકે છે.

• કોલડ્રિન્કસ ના બદલે શુ લેશો ?

– ગરમીમાં રાહત મેળવવા તમે જેટલું બને તેટલું વધુ પાણી પીવો.  જો પાણી વધુ ન પીવું હોય તો ફ્રેશ ફ્રુટ જ્યુસ પણ પી શકો છો.

– આ સિવાય ગરમી થી રાહત મેળવવા લીંબુ પાણી અથવા લીંબુ સિકંજી પણ ઉત્તમ ડ્રિન્ક છે.

– ઉનાળા માં તમારે  તરબૂચ , ટેટી જેવા પાણીદાર ફળો નું ભરપૂર સેવન કરવું જોઈએ.

– ‎ગરમી માં કાકડી તેમજ ટામેટા નું સેવન પણ ખુબજ લાભદાયી છે.

– ‎ગરમી માં કોલડ્રિન્ક પીવા કરતા છાશ , લસ્સી , લીંબુ પાણી, તેમજ તાજા ફળોનો રસ પીવો જોઈએ . જે ખરેખર ગરમીમાં ઠંડક પણ આપશે અને તમારા સ્વાસ્થ્ય ને કોઈ નુકશાન પણ નહીં પહોંચાડે.

તો ફ્રેન્ડ્સ જો તમને ગરમીમાં આ કૂલ કૂલ આઈડિયાઝ ગમ્યા હોય તો આ પોસ્ટ ને ચોક્કસ શેર કરજો. અને આ ઉનાળામાં ઠંડા ઠંડા કૂલ કૂલ ફ્રુટ જ્યુસ પીને કૂલ બની જજો. હેપી સમર .

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here