ઓરીઓ ટ્રફલ | Recipe in Gujarati | By Dimple Panchal
સામગ્રી :-
-
૨ પેકેટ ઓરીઓ બિસ્કીટ
-
૬૦ ગ્રામ અમુલ ક્રીમ
-
૧૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
-
૧૦૦ ગ્રામ વાઈટ ચોકલેટ
-
કલર સ્પ્રીન્ક્લર
રીત :-
-
દરેક બિસ્કીટ માંથી ક્રીમ કાઢી તેના ગોળા વાળો.
-
ક્રીમ અને ૬૦ ગ્રામ ડાર્ક ચોકલેટ માઇક્રોવેવ માં ૩૦ સેકન્ડ માટે ગરમ કરો.
-
બિસ્કીટ ને ઝીપર લોક બેગ માં મૂકી વેલણ થી બારીક ભૂકો કરો.
-
બિસ્કીટ ના ભૂકા ને ચોકલેટ ના મિક્ષણ માં ઉમેરી બરાબર હલાવી દો.
-
હવે તેને રેફ્રીજરેટર માં રોલ કરી શકાય એટલું ઠંડુ કરવા મુકો.
-
બાકીની ડાર્ક ચોકલેટ અને ૧૦૦ ગ્રામ વાઈટ ચોકલેટ ને અલગ અલગ માઇક્રોવેવ માં ૩૦ સેકન્ડ માટે ગરમ કરો.
-
ઠંડું થાય એટકે બોલ વળી ફોર્ક ની મદદ થી બન્ને માંથી કોઈ એક દીપ કરો.
-
ઉપર થી કલર સ્પ્રીન્ક્લર છાંટો.
-
અથવા ટુથપીક ની મદદ થી બીજી ચોકલેટ થી ડીઝાઇન પણ પડી શકાય.
-
રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા દો.
-
તો તૈયાર છે કલરફૂલ ઓરીઓ ટ્રફલ.