સમય ના વહેણ માં તણાતો જાય છે,
માણસ આજે કેમ બદલાતો જાય છે.
પ્રકૃતિ ના ખોળે ખુંદનારો,સંસ્કૃતિની વાતો કરનારો,
પશ્ચિમ ના રંગે રંગાતો જાય છે.
માણસ આજે કેમ બદલાતો જાય છે.
ગામના પાદરે છૂટથી ફરનારો ,
વટથી થી વ્યવહારની વાતો કરનારો,
શહેર ની માયામાં બંધાતો જાય છે.
માણસ આજે કેમ બદલાતો જાય છે.
સંબંધો સાચવનારો,વાણી મીઠીને મીઠા વર્તન વાળો,
ઝેર જીવનમાં પ્રસરાવતો જાય છે.
માણસ આજે કેમ બદલાતો જાય છે.
સુખશાંતિની વાતો કરનારો,સંપીને સૌની સાથે રહેનારો,
ઈર્ષા ની આગમાં સળગતો જાય છે.
માણસ આજે કેમ બદલાતો જાય છે.
હળીમળી ને રહેનારો,સુખદુખ સૌના વહેચનારો,
બીજાના ભાગનું ઝૂંટવતો જાય છે.
માણસ આજે કેમ બદલાતો જાય છે.