perfume nu perfection gujarati article

         વ્યક્તિત્વને મઘમઘાવતું અને રોમે રોમ મહેકાવતું અત્તર કહો કે સ્પ્રે કે પરફ્યુમ એની અલગ જ મોહિની છે. ક્યારેક કોઈ વ્યક્તિ સ્પ્રે છાંટી ને પાંચ છ જણના ટોળા માં જાય તો સ્વાભાવિક રીતે જ એ સૌનું ધ્યાન આકર્ષે છે. પરફ્યુમ ની માદક ખુશ્બૂ કોને ન ગમે ? પરંતુ જેમ કોઈ પણ વસ્તુનો અતિરેક યોગ્ય નથી હોતો એમ પરફ્યુમ વાપરવાની પણ રીત અને મર્યાદા હોય છે. જે ઓલ પરફ્યુમ લવર્સે જાણવી જોઈએ .

         એકવાર એક ફ્રેન્ડની બર્થડે પાર્ટી માં અમે ગયા તો ત્યાં અમારી એક કોમન ફ્રેન્ડ ઘણા સમય પછી અમને મળી . એ આવી અને બધા સાથે મળી ત્યાં સુધી તો બધું ઓકે હતું પણ જેવી એ ગઈ કે તરત જ બધા એની મજાક ઉડાવા લાગ્યા . કારણ હતું એનું પરફ્યુમ. તમને એ જાણી ને નવાઈ લાગી હશે કે એક પર્ફ્યુંમના લીધે મજાક . પરંતુ હા આ વાત સાચી છે , કેમ કે તેણે એટલું બધું અને એટલી તીવ્ર સ્મેલ વાળું પરફ્યુમ લગાવ્યું હતું કે લોકો તેની સાથે બે મિનીટ વાત કરવા માટે ઉભા રહે તોપણ એ તીવ્ર પરફ્યુમની સ્મેલ સહન નહોતા કરી શકતા . પરફ્યુમ લગાવવું એ સારી બાબત છે પરંતુ કેટલું અને કઈ જગ્યા પર કેવું પરફ્યુમ લગાવું એનો પણ ખ્યાલ હોવો આવશ્યક છે.

*  પ્રસંગને અનુરૂપ પરફ્યુમની પસંદગી :

         કેટલાક લોકો ફક્ત પરફ્યુમ લગાવવાના શોખીન હોય છે એટલે આડેધડ બસ બહાર નીકળ્યા અને આ છાંટી લીધું. પરંતુ શું આટલું પૂરતું છે ? કેમ કે કઈ જગ્યાએ અને કેવા પ્રસંગે કેવું પરફ્યુમ લગાવવું એ પણ એક પરફ્યુમ એટકેટ કહી શકાય . કેમ કે જો તમે કોઈ બાળકોની બર્થડે પાર્ટી માં ગયા હોવ અને ત્યાં જો ત્યાં તમે વધારે પડતું પરફ્યુમ છાંટીને જશો તો ત્યાં તમને કોઈ નોટીસ નથી કરવાનું. એવી જ રીતે કોઈ ઓફિસિઅલ પાર્ટી કે મિટિંગ માં તમે જાઓ તો ત્યાં એકદમ હળવી સ્મેલ વાળું અને માપસરનું પરફ્યુમ છાંટીને જવું જોઈએ . એનાથી ઉલટું તમે કોઈ મેરજ ફંક્શન માં ગયા હોવ તો ત્યાં તમે પ્રસંગને અનુરૂપ હેવી પરફ્યુમ સ્પ્રે કરીને જઈ શકો છો. પરંતુ એ પણ એવું પરફ્યુમ કે જેની સુગંધ મન ને ગમે એવી હોય ના કે માથું ચડી જાય એવી. ઘણા લોકો ને કેવડા કે મોગરા ની સ્મેલ વાળું પરફ્યુમ પસંદ હોય છે, દરેક વ્યક્તિની પોતાની પસંદ હોય છે એ એને અનુરૂપ કોઈ પણ વસ્તુ પસંદ કરી શકે છે પરંતુ આવા સ્ટ્રોંગ સ્મેલ વાળા પરફ્યુમ ખુબજ ઓછા લોકો ને પસંદ હોય છે એટલે પરફ્યુમ લગાવવું પણ ઓછા પ્રમાણમાં લગાવવું .

* પરફ્યુમ તમારા માટે લગાવો બીજાઓ માટે નહિ :

         પરફ્યુમ એ આપણા શરીરમાં થી આવતા પરસેવની સ્મેલને અટકાવવા માટે અને શરીર ને મહેકાવવા માટે છે , એતો આપણે સૌ જાણીએ જ છીએ . તો એનો ઉપયોગ પણ આપણા સુધી જ સીમિત રાખીએ તો કેવું ? ક્યારેય કોઈપણ જગ્યા એ કે કોઈપણ પ્રસંગે જાઓ તો એટલું બધું પરફ્યુમ પણ ન લગાવો કે બીજા કોઈને એનાથી તકલીફ કે અણગમો થાય. નહિ તો ત્યાં બધાની વચ્ચે તમે અણગમતા થઇ પડશો અને તમારી હાંસી પણ ઉડશે. પરફ્યુમનો ઉપયોગ એટલો પુરતો છે કે એક આછી આછી સુગંધ પ્રસરે . એટલો બધો પણ નહિ કે જાણે તમે પર્ફ્યુંમથી નહાઈને જ ના આવ્યા હોવ. યાદ રાખો પરફ્યુમ ની આછી માદક ખૂશ્બુ બીજાઓની તમારા તરફ આકર્ષશે પરતું તીવ્ર સુગંધ તમારા થી દૂર કરશે.અને તમને બીજાઓથી સાવ અલગ પાડી દેશે.

* પરફ્યુમ લગાવવાની યોગ્ય રીત :

           પરફ્યુમ ક્યારેય કપડા પર સ્પ્રે ન કરો , એનાથી ઘણી વાર કપડા પર ડાઘ પડી જાય છે. એના કરતા ગરદન ની આસપાસ , કાંડા પર કે કાનની નીચે અથવા તો કમર પર પરફ્યુમ લગાવવું . આ અંગો પર પાર્ફ્યુંમ લગાવશો તો તેની ખૂશ્બુ લાંબો સમય સુધી ટકી રહેશે . પર્ફ્યુમને ક્યારેય મોઢાની નજીક ના લગાવું અને નાક થી તો હંમેશ દૂર જ રાખવું કેમકે તેની વાળું પડતી સુગંધ મન બેચેન કરી દે છે , ક્યારેક શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ શકે છે. તેમજ ઘણી વાર એલર્જી પણ થઇ શકે છે એટલે પરફ્યુમ ની પસંદગી માં ખાસ ધ્યાન રાખવું જોઈએ .

       ખરા અર્થમાં પરફ્યુમ લગાવવાનું ત્યારે જ સાર્થક થાય છે , જ્યારે અન્ય લોકો તમારા પરફ્યુમની સુગંધનો આનંદ સાથે અહેસાસ કરે. ના કે એ સુગંધના સંપર્ક માત્ર થી પણ દૂર ભાગે . કેમ કે સારી સુગંધ જેમ મને આકર્ષે છે એવીજ રીતે વધુ પડતી તીવ્ર સુગંધ અણગમો પેદા કરે છે . તો પરફ્યુમ એવું પસંદ કરો કે જે મનમોહક અને આહલાદક હોય.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here