આજે જેને જોવો એ પૈસા ના રોદણાં રોતું જોવા મળે છે . એમાય મધ્યમ વર્ગને તો ખાસ મહિનો ક્યાં પતી જાય અને પૈસા ક્યા વપરાઈ ગયા એનો ખ્યાલ જ રહેતો નથી અને ફરી પાછી બીજા મહીને પૈસા ની ખેંચ ચાલુ . છોકરાઓ ને એ પ્રોબ્લેમ છે કે મમ્મી પપ્પા એ આપેલી પોકેટમની માંડ મહીનોય ચાલતી નથી અને જે જરૂરયાત ની વસ્તુ હોય એતો લેવાની જ રહી જાય છે . ગૃહિણીઓ ની એ તકલીફ કે ફિક્સ પગાર માં માંડ માંડ એકતો ઘર ચાલવાનું એમાય મહિનાના અંતે હાથમાં કંઈ ના વધે.સૌથી મોટી પ્રોબલેમ્સ તો પુરુષોની હોય છે આખો મહિનો મજુરી કરીને મહિના ના અંતમાં જે સેલરી હાથમાં આવતી હોય એમાંથી ૭૦ થી ૮૦ % તો ઘરના ખર્ચા અને બાળકો ના એડ્જ્યુકેશન માં જ ખર્ચાઈ જાય . બચત જેવું તો કઈ થાય જ નહિ.

જો તમારી સાથે પણ આવું થતું હોય તો પૈસા ની આ નાની નાની સમસ્યા ઓ ને અવગણશો નહિ . પૈસા નું યોગ્ય આયોજન જ તમને આ સમસ્યા ઓ માંથી છૂટકારો અપાવશે . અહી કેટલાક સિમ્પલ મુદ્દાઓ આપ્યા છે જેને જો બરોબર ફોલોવ કરશો તો મહિનાના અંતમાં પૈસા ની તંગી કે પ્રોબ્લેમ્સ નહિ નડે.

* બજેટ :

બજેટ શબ્દ ભલે સાંભળવામાં તમને અઘરો લાગે પરંતુ ઘર હોય કે દેશ એના અર્થતંત્ર ને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે બજેટ આવશ્યક છે. તમે જો આખા મહિનાનું બજેટ ડીસાઈડ કરીને એને ફોલોવ કરીને ખર્ચ કરશો તો તમને કસમયે પડતી પૈસા ની તંગી ની મુશ્કેલી ક્યારેય નહિ નડે . તેમજ એ પ્રમાણે ઘર ચલાવશો તો તમને મહિનાના આર્થિક ખર્ચનો અંદાજ પણ આવી જશે , જેથી તમે નેક્સ્ટ મહિના માટે પણ અગાઉથી કંઈક પ્લાન કરી શકશો.

* બચત :

બચત કરવી એ ખુબ જરૂરી છે . બચત એ તમને તમારી આર્થિક સંકડામણ માં ખુબજ ઉપયોગી થાય છે. અમ તો બજેટ પ્રમાણે તમે ઘર ચલાવતા જ હોવ છો પણ થઇ શકે તો એમાંથી પણ તમે થોડા થોડા કરી ને મહિના ના અંતે અમુક રકમ બચાવી શકો છો . આમ તો બચત એ દરેક ગૃહિણી નીન આવડત હોય છે એમાં એને કઈ શીખવાડવું પડે એમ નથી.

* કાપ :

અહિયાં કાપ એટલે જરૂરિયાતો માં રોકટોક એ વાત નથી . કાપ એટલે તમે મહિના દરમિયાન જો દર અઠવાડિયે બહાર ફરવા જતા હોય તો એકાદ અઠવાડિયે ન જાઓ . દર સંડે હોટેલ માં ડીનર કરતા હોવ તો એકાદ સંડે ઘરે જમો . આ સિવાય ક્યારેક મૂવીઝ તો ક્યારેક પાર્ટીઝ આ બધામાં ક્યારેક ક્યારેક બ્રેક મૂકીને તમે વધારાનો ખર્ચ ટાળી શકો છો.

* શોપિંગ કરો પણ આયોજનપૂર્વક :

નોર્મલી લોકો જયારે શોપિંગ માટે મોલ કે સુપર માર્કેટ જતા હોય છે ત્યારે જોઈતી કે ન જોઈતી એટલે ક્યારેક વધારાની વસ્તુઓ લઈને આખી ટ્રોલી ખડકી દેતા હોય છે . ચાલો ને લઇ લો ને આમ પણ ડિસ્કાઉન્ટ તો છે આની પર . પરંતુ અમ જો દરેક વસ્તુ જો માત્ર ડિસ્કાઉન્ટ જોઇને લેશો ભલે એની જરૂર હાલ તમને હોય કે ન હોય અને પછો એમ જ ઘરે પડી રહે અને બની શકે કે એનો વપરાશ કરવાનો સમય આવે ત્યારે એ એક્સ્પાયર થઇ છોકી હોય. માટે જેટલી વસ્તુ ની જરીર હોય એજ વસ્તુઓ નું શોપિંગ કરો . આમ તમે બિન જરૂરી ખર્ચ ઓછો કરી શકો છો.

* હિસાબકિતાબ :

હિસાબકિતાબ સાંભળવામાં આ શબ્દ જેટલો બોરિંગ છે એટલો જ ઉપયોગી છે મહિનાના બજેટ નું ટોટલ રાખવા અને વધારના ખર્ચ પર નિયંત્રણ રાખવા . એ હમેશા યાદ રાખો કે મહિના દરમિયાન તમારા પૈસા ક્યા વપરાય છે એ જાણવાનો આનાથી સારો રસ્તો બીજો કોઈજ નથી. રો જ સાંજે એક ડાયરીમાં નોધ કરો કે દિવસ દરમિયાન તમે કેટલા પૈસા ક્યા વાપર્યા અને મહિનાના અંત માં એનું ટોટલ કરો જેથી તમને આખા મહિનાનો હિસાબ મળી રહે કે કેટલા રૂપિયા માં તમારો આખો મહિનો ચાલ્યો.

 

ફ્રેન્ડસ એકાદ મહીનો તમને બોરિંગ લાગશે કે અઘરું પડશે પણ પછી આ બધાની આદત પડી જશે , અને આ બધા સ્ટેપ તમને ઘર સારી રીતે ચલાવવામાં ચોક્કસ મદદરૂપ થશે . તો આજે જ બનાવી લો તમારું આખા મહિનાનું બજેટ અને એ પ્રમાણે ખર્ચ, કાપ , બચત અને શોપિંગ કરો પછી જુઓ આટલા સરસ પ્લાનિંગ પછી મહિનાના અંતમાં પૈસા ની ખેંચ નહિ પડે અને એ પ્રશ્ન પણ નહિ રહે કે પૈસા ગયા કયા ?

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here