પંજાબી સમોસા | Recipe in Gujarati
સામગ્રી :-
-
૨૫૦ ગ્રામ બટાકા
-
૧/૨ વટાણા દાણા
-
૪ ૧/૨ ટેબલસ્પૂન ઘી
-
સુકા મસાલા ની સામગ્રી
-
૨ તજ
-
૩ લવિંગ
-
૬ મરી
-
૧ ટી સ્પૂન ધાણા
-
૧ ટી સ્પૂન જીરું , બધું સેકી , મિક્ષર માં પીશવું
-
૨૫૦ ગ્રામ મેંદો
ભીના મસાલા ની સામગ્રી:-
-
૧/૨ કપ કોથમીર
-
૧/૪ કપ ફુદીનો
-
ટુકડો આદુ
-
૪ મરચા
-
૧/૪ ટી સ્પૂન આમ્બોલીયાનો પાવડર
-
૧ ટી સ્પૂન ખાંડ
-
૧/૪ ટી સ્પૂન હળદર,આદુ ,મરચા ,કોથમીર ,ફુદીનો મિક્ષ્રર માં મિક્ષ કરવા
-
ખજુર ની ચટણી
-
કોથમીર ની ચટણી
-
તેલ પ્રમાણસર
-
મીઠું પ્રમાણસર
રીત:-
-
એક વાસણ માં ૧ ૧/૨ ટેબલસ્પૂન ઘી ગરમ મૂકી તેમાં બટાકા વઘારવા. વાસણ ઉપર થાળી ઢાંકવી અને તેમાં પાણી મુકવું. થોડી થોડી વારે હલાવતા રહેવું.
-
તેમાં વટાણા નાખવા. બટાકા અને વટાણા ચડી જાય એટલે સુકો-ભીનો મસાલો, આંબોળીયાનો પાવડર, મીઠું ,હળદર ,અને ખાંડ નાખી બરાબર હલાવવું. માવાને ઠંડો કરવો.
-
મેંદામાં મીઠું અને ૩ ટેબલસ્પૂન ઘી ગરમ કરી ને નાખવું, પાણીથી પરોઠા ના લોટ કરતા થોડોક ઢીલો લોટ બાંધવો, થોડી વાર ઢાંકી રાખવો.
-
ત્યારબાદ બરાબર મસળી ને લુઆ કરવા પૂરી વણી વચ્ચે થી કાપી ને બે ભાગ કરવા.
-
એક ભાગ હાથ માં લઇ પણ ના બીડા ની જેમ વળી ને તેમાં મસાલો ભરવો અને કિનારીઓ દાબીને, ચોંટાડીને સમોસા તૈયાર કરવા.
-
થોડાક સમોસા થાય એટલે તેલ ગરમ કરવા મુકવું પ્રથમ વધારે તાપે અને પછી ધીમા તાપે સમોસા કાચાપાકા તળવા અને ઠંડા કરવા.
-
જયારે જોઈએ ત્યારે ફરીથી તળવા. આથી સમોસા કડક થશે સીધા જ બ્રાઉન કલર ના તલવાથી પોચા પડી જશે. તેથી બે વાર તળવા.
-
સમોસા ને કોથમીર ની તીખી ચટણી અને ખજુર ની ચટણી સાથે પીરસવા.
-
કોથમીર ની ચટની અને સોસ ભેગા કરીને પણ ચટની થાય.
નોંધ :- સમોસા માં ખાડો કરી તેના પર ત્રણેય ચટણીઓ , ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સેવ, અને ચાટ મસાલો નાખી શકાય. ડુંગળી ને બદલે દહીં નાખી શકાય.