* ૭ એવી બાબતો કે જે એક પતિ ને સારો અને સમજદાર સાબિત કરે છે .

દરેક છોકરી એવું ઈચ્છતી હોય છે કે તેનો થનાર પતિ ખૂબજ પ્રેમાળ અને સમજદાર હોય . તેનું માન સન્માન જાળવે, તેની લાગણીઓ ને સમજે અને તેને હંમેશા ખુશ રાખે.
તો ફ્રેન્ડસ સ્નેહરશ્મિ.કોમ આપને જણાવવા જઈ રહ્યું છે એવી ૭ બાબતો કે ખૂબીઓ કે જે એક પતિને પરફેક્ટ હસબંડ સાબિત કરી શકે .

(૧) પ્રેમ :

દરેક પત્ની એવું જ ઈચ્છે અને શા માટે ન ઈચ્છે કે તેનો પતિ તેને સૌથી વધુ પ્રેમ કરે . પોતાનું બધુજ છોડીને આવેલી સ્ત્રી જો આવી અપેક્ષા રાખે તો એમાં ખોટું પણ શું છે ?
લગ્નજીવનમાં પ્રેમ એતો મહત્વ નો પાયો છે , અને કઈ સ્ત્રી એવું ઈચ્છતી ન હોય કે દુનિયા નો સૌથી પ્રેમાળ પુરુષ તેનો પતિ હોય.

(૨) જવાબદારી :

આપણે આગળ કહ્યું એમ કે પ્રેમ તો સંબંધ નો પાયો છે , પરંતુ એકલા પ્રેમ થી તો કઈ ગાડી ન ચાલે ને . જે પતિ પોતાની પત્ની નાં કામ માં સહયોગ આપે અને પત્ની ની દરેક જવાબદારી પોતાની જવાબદારી સમજીને નિભાવે એવો પતિ મેળવનાર સ્ત્રી તો સૌભાગ્યશાળી જ કહેવાય ને !

(૩) ખુશી :

જે પતિ પત્ની ની ખુશી માં ખુશ હોય અને પત્ની ની ખુશી માટે કઈ પણ કરી છૂટતો હોય એ જ સાચા અર્થમાં પ્રેમાળ પતિ કહેવાય. પત્ની ની નાની નાની જરૂરિયાતો જેનાથી એ ખુશ થતી હોય એનું ધ્યાન રાખે એવો સ્નેહાળ પતિ કઈ પત્ની ન ઈચ્છે ?

 

(૪) વિચારોને માન આપે :

પત્ની ને ખરા અર્થમાં પોતાની સમકક્ષ ગણી ને જે પતિ પોતાની પત્ની વિચારોને પણ સરખું જ માં આપતો હોય તેમજ ઘરના નાના મોટા નિર્ણયો માં પત્ની ની પણ સહમતી
લેવાનું યોગ્ય સમજતો હોય અને હમેશા દરેક કાર્ય માં પત્ની ને સાથે લઈને ચાલે એવો સમજદાર પતિ મેલાવવાની દરેક સ્ત્રી ની ઈચ્છા હોય છે .

(૫) સમય આપે :

મોટા ભાગની સ્ત્રી ઓ ની આજે એ ફરિયાદ હોય છે કે તેમના પતિઓ લગ્ન બાદ બદલાઈ ગયા છે , પહેલાની જેમ તેમને સમય જ નથી આપતા. એવામાં પતિએ આખો દિવસ
ઓફિસનાં કામોમાં ડૂબેલા નાં રહીને પત્ની ને પણ સમય આપવો જોઈએ તેમજ તેની સાથે થોડી વાર બેસીને પ્રેમ થી વાતચીત કરવી જોઈએ. માટે જે જે પતિ પોતાની પત્નીને
સમય આપે છે એની સાથે દિવસમાં એક કે બે વાર શાંતિ થી પ્રેમપૂર્વક વાતચીત કરે છે એવો પતિ તો કઈ પત્નીને ન ગમે ?

(૬) વિશ્વાસુ :

પતિ પત્ની નો સંબંધ પ્રેમ ની સાથે સાથે વિશ્વાસ પર પણ ટકેલો છે , જો જીવનસાથી ને તમારા પર વિશ્વાસ જ ન હોય તો જીવનની ગાડી પણ સહેલાઈ થી આગળ નથી વધતી .
માટે સ્ત્રી હમેશા એવો પુરુષ પતિ તરીકે પસંદ કરવા ઈચ્છે છે જે એના પર વિશ્વાસ કરે અને જેના પર એ પોતે પણ આંખ બંદ કરીને વિશ્વાસ મૂકી શકે .

(૭) ભૂલ સ્વીકારનાર :

પતિ પત્ની વચ્ચે અવાર નવાર નાના મોટા ઝઘડાઓ તો થતા જ રહેતા હોય છે એવામાં દર વખતે ફક્ત પત્ની નો જ વાંક ન જોનાર અને ક્યારેક જો પોતાનો વાંક હોય તોપણ
સહજતાપૂર્વક સ્વીકારનાર સમજદાર પુરુષ પતિ તરીકે પોતાને મળે એવું દરેક સ્ત્રી હમેશા ઈચ્છતી હોય છે .
તો બહેનો , તમે પણ એવું જ ઈચ્છતી હશો કે તમારા પતિમાં પણ આવા આદર્શ ગુણો હોય , અને આમાંથી જો એકાદ બે ના પણ હોય તો કાંઈ એનાથી પતિને થોડા છોડી દેવાય. બરાબર ને ! પરંતુ જો તમે એવું ઈચ્છતા હોવ કે તમને પણ આવા આદર્શ પતિ મળે તો સામે તમારે પણ એવી આદર્શ પત્ની બનવું પડશે . બરાબર ને !
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here