રાધા તું ક્યાં ખોવાણી | ગુજરાતી ગીત | લીરીક્સ | રશ્મી પંચાલ   

radha-tu-kya-khovani-gujarati song lyrics

  જેનો પ્રેમ પવિત્ર છે એ દરેક પ્રેમી ક્રિષ્ણ અને પ્રેમિકા એ રાધાનું રૂપ છે, અને પ્રેમમાં તો રિસામણા મનામણા તો ચાલ્યા જ કરે . જયારે રાધારાણી રીસાઇને ચાલ્યા જાય છે ત્યારે ક્રિષ્ન તેમને મનાવવા વૃંદાવન અને ગોપીઓને ટોળીઓમાં શોધી શોધીને થાકી જાય છે પણ રાધાજીનો ક્યાય પત્તો મળતો નથી. પોતાની પ્રિયતમા વગર એમને કશુય ગમતું નથી. તેઓ કોને જઈને કહે કે તેમને રાધાજી ની ખુબજ યાદ આવે છે. આમ એક રિસાય ત્યાં બીજું મનાવે એજ સાચો પ્રેમ.

રાધા તું ક્યાં ખોવાણી રે
શોધે તને તારો મુરારી રે

મનડું મોહ્યુ,ચિતડું ચોર્યું
તારી પાછળ મે દલડું હાર્યું

કોને જઈને કહું
રાધા હું કોને જઈને કહું

તારી સાથે પ્રીત બંધાણી રે
રાધા તું ક્યાં ખોવાણી રે

ગોકુલની ગોપી ટોળીમાં
વૃંદાવનની કુંજ ગલીમાં

શોધી શોધીને રે
થાક્યો હું તો શોધી શોધીને રે

યાદ તારી બહુ સતાવે રે
રાધા તું ક્યાં ખોવાણી રે

તારી સાથે પ્રીત બંધાણી રે
શોધે તને તારો મુરારી રે

તારા વિના મારી સુની વાંસલડી
ગમે નહિ મને ગાય ગાવલડી

વાંસળીના સુરે રંગાણી રે
તારી મારી પ્રીત પુરાણી રે

રાધા તું ક્યાં ખોવાણી રે
શોધે તને તારો મુરારી રે

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here