reason unhappiness of women

       સ્ત્રીઓને આજ સુધી કોઈ સમજી શક્યું નથી . એમના મનમાં ક્યારે શું ચાલતું હોય એની તો બિચારા પુરુષો કલ્પના પણ ના કરી શકે .ગમે એટલી સુખી સ્ત્રી હોય પણ કોઈના કોઈ વાતે દુઃખી તો રહેવાની જ. એને કંઇક નું કંઈક ખૂટ્યા અને ખૂંચ્યા કરવાનું જ. તો આવો જોઈએ એવા પાંચ કારનો જેના લીધે સ્ત્રી હંમેશા દુઃખી રહ્યા કરે છે .

* સ્ત્રીઓ હંમેશા દુઃખી કેમ રહે છે એના ૫ કારણો

(૧) ફોન પર લાંબી વાતો :

          તમે જોજો સ્ત્રીઓ જયારે પણ ફોન પર વાત કરશે ત્યારે જે કામ માટે ફોન કર્યો હશે એ મેઈન મુદ્દો તો ક્યાય પછી આવશે પહેલા તો ખબર અંતર પૂછવાથી લઈને સામે વાળા ના ઘરની રજે રજ જાણી લીધા બાદ અંને આસપડોસ ની બે આઘા પાછી બે વાતો કર્યા બાદ જ જે કામની વાત હોય એ થાય . એમાય વળી પાછું જો ફોનમાં કઈ ન ગમતું જાણવા મળે જેવું કે ફલાણા એ ડબલ ડોર નું ફ્રીજ લીધું તો પાછું અહી એના મનમાં સળવળાટ થાય જ કે મારા ઘરે તો સીન્ગલ ડોર નું જ છે એય છેક હું પરણીને આવી ત્યારનું. અને જ્યાં સુધી પતિ સાંજે ઘરે ના આવે ત્યાં સુધી ઊંચા નીચી થયા કરે અને ફાઈનલી જયારે કે ત્યારે જ શાંતિ થાય એને કે આપણે પણ ડબલડોર વાળું ફ્રીજ લેવું છે. આમ ફોનમાં કલાકો નકામી અર્થ વગર ની વાતો કરીને સ્ત્રી દુઃખી રહ્યા કરે છે .

(૨) છ દિવસની ટૂરમાં ૧૫ જોડી કપડા :

         પુરુષો ની સરખામણી માં સ્ત્રીઓ નવા નવા કપડા ની શોખીન હોય છે એમને કોણ સમજાવે  કે બેન ત્યાં પરમેનેન્ટ રહેવા નથી જવાનું ફક્ત પાંચ – છ દિવસ ફરવા જવાનું છે . પુરુષો ને તો ત્રણ જોડી કપડા માં છ દિવસ ફરી આવે પણ સ્ત્રીઓ ને તો દિવસ માં બે થી ત્રણ વાર તો કપડા ચેન્જ કરવા કરવા જોઈએ. એમાય લગેજ તો એમનો બિચારા પુરુષોને જ ઉપાડવાનો ને . પણ અહી સ્ત્રીઓની વાત કરી રહ્યા છીએ તો એમને તો પેકિંગ ની પણ ચિંતા શું શું લઇ જવું સાથે અને કશું રહી ના જાય એની ચિંતામાં ને ચિંતા માં અડધી થઇ જાય છે.

(૩) બીજાનું જોઈ અદેખાઈ :

        પોતાની પાસે ભલે ગમે તેટલી સારી વસ્તુ હોય પણ સ્ત્રીઓ બીજી સ્ત્રીની વસ્તુની સદાય અદેખાઈ કરતી આવી છે . અથવા તો પોતાના કરતા સારું કોઈ પાસે હોય એ એમના થી સહન ના થાય , આની સાડી મારી સાડી કરતા મોંઘી કેમ? આનું પર્સ મારા પર્સ કરતા સ્ટાઈલીસ કેવી રીતે? એ તો સમજ્યાં પણ ઘણી વાર તો પતિઓ માં પણ કમ્પેરીઝન કે આનો પતિ મારા પતિ કરતા સ્માર્ટ કેમ ? અને આમ ને આમ વગર જોઈતી દેખાદેખથી દુઃખી રહ્યા કરે અને અંદરો અંદર બળ્યા કરે.

(૪) વાત વાત પર રીસાવાનું :

         રીસાવાનું તો જાણે કે સ્ત્રીઓ નો જન્મ સિદ્ધ અધિકાર બની ગયો છે . હસબંડ સવારે ગુડમોર્નિંગ વિશ ન કરે તો રીસાવાનું , બપોરે ઓફિસે થી ફોન ન કરે તો રીસાવાનું , પોતાને મન ગમતો શર્ટ ન પહેરે તો રીસાવાનું …ટૂંકમાં કોઈ કારણ ની જરૂર નથી હોતી સ્ત્રીઓને રીસાવા માટે , તેઓ કારણ આપમેળે શોધી લે છે . બિચારો હસબંડ એમ વિચારે કે લાવ આજે પત્ની ને ક્યાંક બહાર ફરવા લઇ જાઉં ,પણ એમાય સ્ત્રીઓ ને ખાંચા કે મને કહ્યું પણ નહિ ને પ્લાન બનાવી દીધો. એમાય પાછું રીસાવાનું તો ખરુજ અને પુરુષોની આખી જિંદગી એમને મનાવા માં જ જતી રે .

(૫) શોપીંગ માટે દસ દિવસ પણ ઓછા :

          સ્ત્રીઓ શોપિંગ માટે ક્રેઝી હોય છે , રાત દિવસ શોપિંગ કરવાનું હોય તોપણ તે થાકે નહિ , પાછું શોપિંગ માટે એમને કોઈ બહાના ની જરૂર હોય જ નહિ. ગમે ત્યારે પહોંચી જાય શોપિંગ કરવા . પણ એમાં એમને દુઃખી થવાની વાત કોઈ હોય તો એ એ છે કે ગમે એટલી શોપિંગ કરે એ ધરાય તો નહિ જ અને એમાય છેલ્લી ઘડીએ કંઇક નું કંઇક તો રહી જ ગયું હોય એટલે પાછો મૂળ ઓફ . ગમે એટલો સમય મળે એમને તો ઓછો જ પડે એમને તો ઓછો જ પડે ખરીદી માટે . અને અંતે તો હે ! ભગવાન આ ડ્રેસ તો રહી જ ગયો લેવાનો , ઓહ નો ! આ સાડી ની મેચિંગ જ્યુલરી તો બાકી છે લેવાની હવે આની સાથે શું પહેરીશ . આવી ચિંતાઓ બોલો આમને .

             હવે આમાં, આમનું વગર ટેન્શન ક્યા મુકવા જવું. જે છે એમાં સંતોષ નથી એમને પણ બીજા પાસે શું છે એમાં વધારે ઇન્ટ્રેસ્ટ છે એમને . અને આમ ને આમ અદેખાઈ , વાતે વાતે રીસાવું , બીજી સ્ત્રીઓ સાથે તુલના આ બધા વગર જોઈતા કારણો થી સ્ત્રીઓ હમેશા દુઃખી રહ્યા કરે છે , સ્ત્રીઓ એ જો ખરેખર ખુશ રહેવું હોય તો જે પોતાની પાસે છે એમાં સંતોષ માનવો જોઈએ , બીજી સ્ત્રીઓ ની ઈર્ષા અદેખાઈ કે ત્તુલના શા માટે ?

          તમે પોતે જ પોતાના માં બેસ્ટ છો . એવું માની ને રહો .બીજાનું સુખ જોઈ દુઃખી ના થાઓ અને પતિ ની ઈચ્છાઓ ની અને એમની પસંદ ની કદર કરો. પોતાની લાઈફ પોતાના માટે અને પોતાની રીતે જીવો ના કે કોઈની દેખાદેખી માટે જીવો.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here