રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર | Recipe in Gujarati
સામગ્રી :-
-
૩૦૦ ગ્રામ પાલક
-
૨ લીલા મરચા
-
૮ લસણ ની કળીઓ
-
ટુકડો આદુ
-
૨ મીડીયમ ઝીણી સમારેલ ડુંગળી
-
૧ ઝીણું સમારેલું ટામેટુ
-
૧/૨ ટી.સ્પૂન જીરું
-
૧/૨ ટી.સ્પૂન હળદર
-
૧/૨ ટી સ્પૂન લાલ મરચું
-
ચપટી હિંગ
-
૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
-
૧ તજ
-
૨૫૦ ગ્રામ પનીર
-
૧ કપ પાણી
-
૨ ટે.સ્પૂન બટર
-
મીઠું
રીત :-
-
સૌ પ્રથમ પાલક ને ધોઈ ૪ કપ પાણી માં ૨-૩ મિનીટ માટે બ્લાંચ કરી ઠંડા પાણી માં કાઢી લેવી, જેથી પાલક નો કલર જળવાઈ રહે.
-
પછી પાણી નીતારી મિક્ષર જર માં લઇ આદુ, ૨-૩ કલી લસણ અને લીલા મરચા ઉમેરી પેસ્ટ બનાવવી.
-
પછી એક પેન માં બટર લઇ જીરું અને તજ નો વઘાર કરી ડુંગળી ઉમેરી લાલ થાય ત્યાં સુધી સાંતળવી .
-
પછી બાકી રહેલ લસણ ની કળી ની જીણી કટકી કરી ઉમેરવી.
-
પછી ટામેટા ટામેટા ઉમેરી નરમ પડે ત્યાં સુધી સંતાળવા.
-
પછી હળદર, મરચું , હિંગ ઉમેરી મિક્ષ કરી પાલક ની ગ્રેવી ઉમેરી બરાબર મિક્ષ કરવું.
-
પછી પાણી અને મીઠું ઉમેરી ૬-૭ મિનીટ ઉકળવા દેવું.
-
પછી તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી, પછી ફ્રાય કરેલ પનીર ના ટુકડા ઉમેરી ૧-૨ મિનીટ કુક કરવું.
-
તો તૈયાર છે પાલક પનીર.