રોટલી પાક
સામગ્રી :-
-
5- રોટલી
-
1 કપ ઘી
-
2 કપ દૂધ અથવા 250 ગ્રામ મોળો માવો
-
1 કપ ખાંડ
-
3 – 4 ઈલાયચી નો ભુક્કો
-
બદામ ની કતરણ
-
કાજુ ની કતરણ
-
પીસ્તા ની કતરણ
રીત :-
-
સૌ પ્રથમ રોટલી ના નાના કટકા કરી મિક્ષર માં લઇ ભુક્કો કરી દો.
-
ત્યારબાદ એક કડાઈ માં ઘી લો. ઘી ગરમ થઇ જાય પછી એમાં રોટલી નો ભુક્કો નાખવો ને બરાબર હલાવી દો.
-
બરાબર મિક્ષ થઇ જાય પછી તેમાં દૂધ નાખી દો. અથવા માવો નાખવો હોય તો દૂધ ૧ કપ નાખવું.
-
થોડું ઘટ્ટ થાય એટલે ખાંડ નાખવી. બધું બરાબર મિક્ષ થવા દો.
-
એકદમ ઘટ્ટ થઇ જાય, પછી ઈલાયચી નો ભુક્કો નાખવો. અને થોડી બદામ ની કતરણ, કાજુ ની કતરણ, પીસ્તા ની કતરણ, નાખી બરાબર હલાવતા રહો.
-
પછી એક થાળી માં પાથરી દો. ઉપર થી ફરીથી બદામ કતરણ, કાજુ કતરણ, પીસ્તા કતરણ, ઉમેરી ને ગાર્નીશ કરો.
-
તો તૈયાર છે ખુબ જ હેલ્થી અને વધેલી રોટલી માંથી તૈયાર થતી વાનગી રોટલી પાક.
નોંધ :-
-
વધેલી રોટલી નાખી ના દેતા એમાંથી ખુબ જ હેલ્થી પાક તૈયાર કરી શકાય છે.
-
દૂધ નો ટેસ્ટ ના ગમે તો માવો નાખી શકાય છે, માવા થી પાક વધુ ટેસ્ટી લાગે છે.
-
વધેલી રોટલી માંથી બાળકો માટે એક મસ્ત હેલ્થી પાક તૈયાર કરી શકાય છે.